મુખ્ય પૃષ્ઠ > Uncategorized > એ વાત ગમતી નથી

એ વાત ગમતી નથી

નવેમ્બર 23, 2013 Leave a comment Go to comments

Smunshaw's Blog

સપના ની વણઝાર વચ્ચે આંખ ખોલવી ગમતી નથી,
બને ના જો સપનુ હકીકત, એ વાત ગમતી નથી.

ચણાય ઈમારત જો મજબૂત તો વાંધો નહિ,
ખંડેર ઈમારતો ની હાય, એ વાત ગમતી નથી.

ક્યાં સુધી વેઠવી વેદના, એ આવશે કે નહિ?
આવી ને દ્વાર અટકી જવાની, એ વાત ગમતી નથી.

પચાવી હળાહળ સહુ બની શકતા નથી નીલકંઠ,
હરદમ પચાવી ઝેર જીવવું, એ વાત ગમતી નથી.

મન ની મુરાદ કરવા પુરી સાબદાં સહુ બને
ઉઘડે આંખ ને સપના ખરે, એ વાત ગમતી નથી.

સપના ની વણઝાર વચ્ચે આંખ ખોલવી ગમતી નથી,
બને ના જો સપનુ હકીકત, એ વાત ગમતી નથી.

શૈલા મુન્શા. તા ૧૧/૨૦/૨૦૧૩

View original post

Categories: Uncategorized
  1. નવેમ્બર 23, 2013 પર 5:33 પી એમ(pm)

    ‘ગમતી નથી’ એ રદીફની સાથે કાફિયા મેળવ્યા હોત તો ભાવોને વધારે ઊઘાડ મળત…..પહેલા શેરમાં (મક્તામાં) ‘ખોલવી ગમતી નથી’ લીધું તે રીતે બીજા શેરોમાં કાફિયા તરીકે બોલવી,તોલવી,ખોલવી વગેરે કાફિયા આવી શકે તો ગઝલને ઓપ મળે….ગઝલમાં છંદ પણ જરૂરી ખરા. ભાવો સારા છે.

  1. No trackbacks yet.

Leave a reply to Devika Dhruva જવાબ રદ કરો