મુખ્ય પૃષ્ઠ > કાવ્ય રસાસ્વાદ > દીવાને-ખાસ – હેમેન શાહ

દીવાને-ખાસ – હેમેન શાહ

ઓગસ્ટ 8, 2012 Leave a comment Go to comments

જરા ખુશ્બૂ, જરા ઝાકળ, જરા અજવાસ લાવ્યો છું,

હું ગુજરાતી ગઝલ માટે દીવાને-ખાસ લાવ્યો છું.

 

તમન્ના આભની પણ હું તો કેવળ શ્વાસ લાવ્યો છું,

કદી ખૂટે નહીં એવો વિરોધાભાસ લાવ્યો છું.

 

ફકીરીમાં અમીરીનો અજબ અહેસાસ લાવ્યો છું,

ગઝલ મમળાવવાનો રાજવી ઉલ્લાસ લાવ્યો છું.

 

બધા શ્રાવણની ઝરમર રાતનો શૃંગાર માગે છે,

ને હું પ્રાગડના ગેરુ રંગનો સંન્યાસ લાવ્યો છું.

 

પ્રબળ પુરુષાર્થ કોઈ હાથચાલાકી નથી હોતો,

હું ધસમસતી નદીના વ્હેણનો વિશ્વાસ લાવ્યો છું.

 

તમે કલદાર, કાયા, કીર્તિ કે કૌવત લઈ આવો,

સ્મશાનોની અચલ ભૂમિનું અટ્ટહાસ્ય લાવ્યો છું.

– હેમેન શાહ

અલગ ગઝલ લખવાનો પોતાની હઠ કવિ ગઝલ લખીને જ સમજાવે છે. જેના ખોળે માથું મૂક્યું તે ગઝલમાં તો વળી કઈ રીતે બાંધછોડ કરી શકાય ?

(પ્રાગડ=પ્રભાત)

http://layastaro.com/?p=8675

Advertisements
 1. pragnaju
  ઓગસ્ટ 8, 2012 પર 11:49 એ એમ (am)

  સ રસ ગઝલ લાવ્યા છે
  જરા ખુશ્બૂ, જરા ઝાકળ, જરા અજવાસ લાવ્યો છું,
  હું ગુજરાતી ગઝલ માટે દીવાને-ખાસ લાવ્યો છું.

  બધા શ્રાવણની ઝરમર રાતનો શૃંગાર માગે છે,
  ને હું પ્રાગડના ગેરુ રંગનો સંન્યાસ લાવ્યો છું.
  આ વધુ ગમ્યા
  યાદ્
  મરે એને જીવાડે છે, જીવે એને મારે છે,
  અમી ને ઝેર બંનેનું બનેલું જામ લાવ્યો છું…
  તમોને ભેટ ધરવાને મજા ના ગીત લાવ્યો છું,
  મજા ના દિવસો ને રાતો મજાની લઇ ને આવ્યો છું,

 2. ઓગસ્ટ 9, 2012 પર 10:05 પી એમ(pm)

  Superb .

 3. nabhakashdeep
  નવેમ્બર 22, 2012 પર 1:10 એ એમ (am)

  ખૂબ જ મજાની ગઝલ, ગઝલના રંગે રંગી દેતી ગઝલ…હેમનભાઈ

  રમેશ પટેલ(આકાશદીપ)

  ………………………….

  …આદરણીય શ્રી વિજયભાઈ

  આપની ‘કાવ્યસરવરના ઝીલણે’ ઈ બુકની શુભેચ્છા માટે ખૂબ ખૂબ આભાર. પરદેશમાં સાહિત્યની પ્રવૃત્તિઓને આપ થકી ઘણો ઉજાશ મળેછે.

  રમેશ પટેલ(આકાશદીપ)

 4. જાન્યુઆરી 16, 2013 પર 4:03 પી એમ(pm)

  ઘણી બધી ચીજો લઈને આવ્યા છો હેમેનભાઈ તમેતો. સૌથી મોટી વાત તે એ કે તમે એક સુંદર ગઝલ લઈને આવ્યા છો.
  પી. કે. દાવડા

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: