આજની વાત (૭૧)

ઓગસ્ટ 8, 2012 Leave a comment Go to comments

અંદરનો અવાજ

તે અને હું એક જ બસ માં સાથે સ્કુલે જતા. ઓગષ્ટ્નાં મહીનામાં નવી ટર્મ શરુ થઈ અને મારે માટે શીકાગો થી હ્યુસ્ટન આવવાનું થયુ.

નવી સ્કુલમાં હું કોઇને ઓળખતી તો નહીં પણ મારા જ સબડીવીઝનથી એક સ્ટોપ આગળનાં સ્ટોપ થી તે ચઢતો.

તેને મેં જોયો.. પણ તેની નજર મારા ઉપર નહોંતી…આમેય નવમા ધોરણમાં ભારતિય સંસ્કારોને લીધે બહુ કોઇની જોડે વાત નહોંતી કરતી.. અને તે પણ તેના મિત્રો સાથે ધમાલ કરતો.

ત્રણેક અઠવાડીયા પછી બસમાં મારી સાથેની જગ્યા ખાલી હતી તેથી તે આવીને બેઠો અને બોલ્યો ” હાઇ! કેન આઇ સીટ વિથ યુ?”

મારા હકારે તે બેઠો અને બોલ્યો ” મારા બાપુજી ની નોકરી બદલાતી રહે છે તેથી સ્કુલમાં મારા મિત્રો બહુ નથી.”

“હું પણ શીકાગો થી હમણા જ આવી” બને તેટલા સ્થિર અવાજમાં મે તેને જવાબ આપ્યો. અને ધ્યાન રાખ્યુ કે મારી પણ તેને મળવાની ઇંતેજારી તેને ના જણાઇ જાય.

“હું  કર્ક.. જોકે મારું નામ તો કીરીટ છે પણ આ ધોળિયાને બોલતા ના ફાવે તેથી મેં સુધારી નાખ્યું”

” હું સ્પંદના -મુંબઇ થી આવે મને હજી વરસ જ થયુ છે.”

“ઓહ! તો તુ અમેરિકામાં પણ નવી છે નહીં? ફ્રેશ ઓન ધ બોર્ડ”

“ના એવું તો નથી.. પપ્પા સાથે ફરવા તો ઘણી વાર આવતી..ભણવા આવે હજી વર્ષ માં ડ થયુ છે.”

આ હતી કર્ક સાથે ની પહેલી મુલાકાત. પછીથી એવી મુલાકાતો મૈત્રીમાં બદલાઇ અને એક દિવસ તે મારે ઘરે આવ્યો.

મારી અંદરનો અવાજ મને કહેતો હતો કે તે ઘણી ઝડપે આગળ વધે છે. સ્પંદના તું આ પ્રકારની મૈત્રી ઇચ્છે છે?

મારે માટે લાલ ગુલાબ લાવ્યો ત્યારે અંદરના અવાજે  મને ટકોરી.. આજે તેને કહી જ દઇશ. કર્ક હજી આપણે આ બોયફ્રેંડ ગર્લ ફ્રેંડ વાળા ચક્કર માં નથી જો કે મને તારી સાથે રહેવું ગમે છે.. પણ આપણે નાના છીયે. નોટબુક ની લેવડદેવડ કે થોડીક મજા મસ્તી..ઠીક છે..

તેને મારા મનમાં શું ચાલે છે તે જાણ્યા વીના જ ધારી લીધું કે હું પણ તેને એજ રીતે ચાહુ છું અને લાલ ગુલાબ ધરીને મને હોઠે કીસ કરવા પ્રવૃત્ત થયો.

પણ હું હઠી ગૈ.. અને જાણે કશું જ ના બન્યુ હોય તેમ વર્તન કર્યુ.

તે જતો રહ્યો..બસ માં તો તે સહજ વર્તતો પણ ક્યારેક એકલા મળીયે તો તે ઘટનાનો ઉલ્લેખ ન કરતો અને મારો અંદરનો અવાજ પણ સહજ્તા ને સ્વિકારતો.

બે એક મહીના પછી બસમાં પેલી ચીબાવલી મેરી કહેતી હતી -કર્કને તો મેં ધીબી નાખ્યો..પર્વર્ટ છે માટી મુઓ ..નવમાં ધોરણ ની બધી જ છોકરી ઓને કીસ કરી છે તેમ ગર્વ થી કહેતો હતો.

મને અંદરનો અવાજ સાંભળી તે મુજબ વર્ત્યાનો આનંદ હતો

Advertisements
  1. ઓગસ્ટ 9, 2012 પર 3:21 એ એમ (am)

    nice one..

  2. rakesh
    ઓગસ્ટ 9, 2012 પર 10:35 એ એમ (am)

    excellant

  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: