આજનીવાત (૭૦)
મારા” નામનો વિકાર
કૌટુંબીક ક્લેશનો ભોગ બનેલ એક યુવાન પોતાના કુટુંબી સાથે નાંબહુજ ધીક્કાર સાથે મૃત્યુ પામ્યો અને ચિત્રગુપ્ત સામે રજુ થયો.
ચિત્રગુપ્તે કર્મનો ચોપડો જોઇને કહ્યું..” હજી તો તારું જીવન ખતમ નથી થયુ.. તુ કેવી રીતે સમય કરતા વહેલો આવી ગયો?”
” મારા કુટુંબીજનોને લીધે જ તો વળી…” કડવાહટ્થી તે બોલ્યો
ચિત્રગુપ્તે ચોપડો ફરીને જોયો…અને કહે ” હા ભુલ હવે પકડાઈ..ચાલ તને તે ભુલ બતાવુ.. અને તેને લઇ ગયા તેના ભૂતકાળમાં..જ્યાં તે તેના કુટુંબી જનો સાથે જમતો હતો પણ તેના બાવળા ટુંકા હતાને હાથ બહુ લાંબા હતા તેથી ભોજન તેના મોં માં જતુ નહોંતુ અને તેમજ તે ભોજન કુટુંબીજનો પણ કરી શકતા નહોંતા..કારણ કે તે ખોડ તેમના હાથમાં પણ હતી…
“હવે જો આ ભુલ હું સુધારીને તને પાછો મોકલુ છું ”
“એટલે તમે મારા હાથ સરખા કરીને મોકલો છો?
“ના તે બધુ તો નિયંતા એ જે નક્કી કર્યુ હશે તેમજ રહેશે.. પણ બધા કુટુંબી જનોનાં મન બદલાઇ જશે તે નક્કી..”
“થોડી ક્ષણોનાં મૌન પછી તેઓ બોલ્યા “ચાલ તારે જોવું છે તે દ્રશ્ય?”
હકારમાં માથુ હલાવતા તે ચિત્રગુપ્તની સાથે તેજ રુમમાં ગયો જ્યાં કુટુંબીજનો લાંબા હાથથી પોતે નહોંતા ખાતા પણ સામે જે બેઠા હતા તેમને ખવડાવી રહ્યા હતા.
સંયુક્ત કુટુંબો વિભાજિત થાય છે તેનું કારણ મનમાં પડેલ “મારા” નામનો વિકાર. જો તે માં ” અમારા”પણા નો ભાવ ઉમેરાય તો કોઇ ભુખ્યુ રહે?
વિકાર ના જો હોય તો નિર્મળ રહે સૌ મન સદા,
મારા અમારા એક જ્યાં સંતોષ હો ઘર ઘર સદા.
દેવિકા રાહુલ ધ્રુવ
વિકાર ના જો હોય તો નિર્મળ રહે સૌ મન સદા,
મારા અમારા એક જ્યાં સંતોષ હો ઘર ઘર સદા.
great!
joint family ma thodu jatu karo to koi problam nahi thya
REAL TRUTH.VINA SAHKAR NAHI UDDHAR.