આજની વાત (૬૮)

જુલાઇ 24, 2012 Leave a comment Go to comments

આજે જ..પ્રભુ આજે જ…

ક્ષમા પરેશાન હતી  તેનો ચેક પાછો પડ્યો હતો.. કાર ઇન્સ્યોરંસ કંપની નો એજંટ..તેને સમજાવતો હતો કે આ પરિસ્થિતિમાં તમે કાર ના ચાલાવી શકો.. કશુંક થશે તો અમારી કંપની તમને કોઇ જ નાણાકીય સહાય નહી મળે…તે ફોન ઉપર પોતાનો બચાવ કરતા બોલી “ મારો ચેક પાછો ના પડે કારણ કે મારો અનેમ્પ્લોમેંટ નો માસિક હપ્તો જમા થયો છે ..હું હમણાં જ બેંક માં જઇ ને તપાસ કરુ છુ.”

બેંક્માં જઇ તેના એકાઉંટમાં તપાસ કરી તો ખબર પડી કે અન એમ્પ્લોયમેંટ ચેક કોઇ કારણ સર આવ્યો ન્હોંતો અને બેંકર બહુ જ શુષ્કતાથી બોલી” માફ કરજો બેલેન્સ ઓછુ હતુ  તેથી તમારો એક ચેક પણ પાછો મોકલ્યો છે.”

ગળે ડુમા ભરેલી હાલતે ક્ષમા બોલી “ હું મેનેજર ને મળી શકુ?”

“ હા તેમનું નામ પારિતોષ પંડ્યા છે.. મને આશંકા છે તેઓ કશું કરી શકે..છ્તા તમે વાત કરો”

પાંચ મીનીટનાં વિલંબ પછી તે મેનેજરની કેબીનમાં હતી..પારિતોષની સામે દ્રષ્ટી કરી અને કોણ જાણે કેમ તેનાથી ડુસકું મુકાઇ ગયુ..અને રડમસ અવાજે કહ્યું ‘ સાહેબ મારી નોકરી છુટી ગઈ છે અને માથામાં વાગે તેવા કઠીન ડાઇવોર્સ માંથી હમણા જ ઉભી થઇ છું..મારો આવવા પાત્ર ચેક આવ્યો નથી.. અને હું મુશ્કેલીમાં થી પસાર થી રહી છું.”

પારિતોષ ક્ષમાને શાંતિથી સાંભળ્યા પછી બોલ્યો” હું તમારો ચેક ક્લીયર કરાવી દઇશ તમારે થોડુંક વ્યાજ ભરવાનુ થશે. બેંક છોડ્યા પછી તે ગણગણી.. “ હું કેવી રીતે બેકારીનો અઘરો સમય કાઢીશ? ટાંચી આવકો અને ખર્ચા મોટા.. આજે તો ઓવર ડ્રાફ્ટ લીધો.. પણ આવુ ક્યાં સુધી ચાલશે? હે ભગવાન મને રસ્તો બતાવ..”

સમી સાંજનાં સાડા પાંચ વાગ્યા હતા અને અંધારુ થઇ ગયુ હતું. બરફ અને ઠંડક પણ પોતાની ઠંડી તાકાત બતાવતા હતા..બેંક થી ઘર સુધીનાં રસ્તે ચાલતા જવામાટે એણે પગ ઉપાડ્યા ..એને ખબર હતી આવી ઠંડી રાત્રે રસ્તે એને કોઇજ મળવાનું નથી.  નજીકની નહેરમાંથી પાણી વહેવાનો ધીમો અવાજ આવતો હતો જેમાં તેનાં ડુસકા દબાઇ જતા હતા..અસ્થિરતાનો નો હાઉ હવે સહ્ય થતો નહોંતો એકલતાનું દુઃખ તેને કચડતું હતું.

એક ક્ષણે ક્ષમા ઉભી રહી અને આકાશમાં પ્રભુ સામે જોઇને આક્રંદ કરતા કહ્યું “પ્રભુ મને તારી સહાય આજે જોઇએ છે.. આજે જ.પ્રભુ આજે જ. “ થોડીક ક્ષણો પછી ક્ષમાને લાગ્યું કે તે કોણ હતી ભગવાન સાથે આવી રીતે વાત કરનારી? આંસુ સુકાયા અને ઘરે જ્યારે તે પહોંચી ઘરનાં દ્વારે ત્યારે એક કવર પડેલું હતું જેમાં કેટલાય ડોલરનાં ગીફ્ટ કાર્ડ હતા.. જે તેને મહીનો ચલાવવા પુરતા હતા. તેની આંખો આંસુ સારતી હતી પણ સુખના..

કહે છેને જ્યારે સાચા હ્રદયથી પ્રભુને સ્મરાય ત્યારે તે કામ પુરુ કરવા આખી દુનિયા કામે લાગે છે..નરસિંહ મહેતાની  હુંડીઓ કદાચ આમજ  ભરાતી હશેને…

જલે દીવો ભલે ઝાંખો, વહે છોને પવન રસ્તે,

ખૂટે ના વાટ શ્રદ્ધા તો,પ્રભુ પ્રગ્ટે અલગ રસ્તે.

દેવિકા રાહુલ ધ્રુવ

Advertisements
 1. rakesh
  જુલાઇ 25, 2012 પર 9:00 એ એમ (am)

  sir tamari ajno vichar vachya siva divas jay nahi, suparb

 2. devikadhruva
  જુલાઇ 26, 2012 પર 9:38 પી એમ(pm)

  ભલે દીવો હલે આખો, હવાના જોશથી રસ્તે,
  ખુટે ના વાટ શ્રધ્ધા તો, પ્રભુ સંકોરશે રસ્તે…

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: