આજની વાત (૬૫)

જુલાઇ 19, 2012 Leave a comment Go to comments

મૂળ વિના કશું વિકસતું નથી

લંડન નાં એરપોર્ટ ઉપર જી ઈ કંપની ના જાહેરાત બોર્ડ ઉપર લખ્યુ હતુ Nothing grows without roots. નાની પણ કેટલી મોટી વાત?

વિકાસ બીજાંકુરણ થી શરુ થાય છે મૂળ જમીનમાં દટાય છે તો જ અંકુરણ હવામાં ઝુલે છે. વડવાઓએ બીજ વાવ્યુ તો તેનું મૂળ નીકળ્યુ અને ડાળખાં પાંદડાં ફુટ્યા. ભોગીલાલ નેમચંદ શાહનો પરિવાર આજની તારીખે ૧૨૧ કરતા વધુ સભ્ય.. ઠેઠ અમેરિકા સુધી ફેલાયો..

કરજ્ણ પાસે આવેલા તીર્થ સુમેરુમાં બે બસ ભરીને અઓ૫ સભ્યો આવ્યા.. એક બસ મુંબઇ, વલસાડ વાપી સુરત, અંકલેશ્વર અને ભરુચનાં સભ્યોને લાવી તો બીજી બસ અમદાવાદ, નડીયાદ, વડોદરાનાં સ્ભ્યોને લાવી..આજે હયાત નહોંતી તે બે પેઢીઓનાં ફોટા ઉપર હાર ચઢાવાયા.. સ્મૃતિ નાં ચરણો ખુલ્યા અને નવી પેઢીઓ ને તેઓની મીઠી વાતો કહેવાઇ તેમના સંસ્કારો અને સુકાર્યોને સંભારાયા..દેવ દર્શન પૂજા અને ભોજન પછી બધા માદરે વતન રવાના થયા…જ્યાં દાદા અને કાકાઓનાં ઘર માં નવી પેઢીને લઇ જવાયા અને જુના ફોટાઓ અને તેઓનાં પૂણ્ય કાર્યો જેવાકે પરબડી ચબુતરો અને જીવદાયાનાં કાર્યો વિશે જણાવાયુ.

ગામના સરપંચ , વડિલો અને મંદીરનાં મુખીયાજીએ વિસ્તરેલા વડની વડવાઇઓને સન્માન્યુ અને ગર્વભેર કહ્યું ” વતનની રજ સંભારતા તમે સૌ ગામનાં દીકરા દીકરીઓ છે..દર વર્ષે આમ જ આવો અને વતન પ્રેમનાં પાઠ ભણાવો.

નાનો સમીર મને પુછતો  કે દાદા! આવા ધુળિયા ગામમાં થી ફુટેલ વડવાઇઓ તો ઠેઠ અમેરિકા પહોંચી.

દાદા બોલ્યા “ઝાડ હોય કે કુટુંબ હોય કે દેશ હોય..વતનમાં ધરબાયેલા  વડવાઓ જતેમના વિકાસનાં દ્યોતક હોય છે. તેમણે આદરેલા અધુરા કાર્યો પુરા કરવા તેજ તો આપણ વિકાસનું અદકેરું કેન્દ્ર

Advertisements
  1. જુલાઇ 28, 2012 પર 5:33 પી એમ(pm)

    adbhoot.

  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: