આજની વાત(૬૨)

જુલાઇ 14, 2012 Leave a comment Go to comments

હરિ ઈચ્છા

રમણ બા નો દોહિત્ર તેજસ સી.એ. થઇ ગયો અને સીએસ નું પરિણામ બાકી છે વાળી વાત ગર્વથી પડોશીને કહેતા હતા અને સમાચાર આવ્યા..તેજસ ને અકસ્માત થયો અને તે ગાડીમાં મૃત્યુ મળ્યો….

અરે રે હજી તો હમણા કલાક પહેલા તો મને તે મુકીને ગયોછે.. અને આ કલાકમાં..ભણેલો અને ગણેલો દીકરો ..હાથમાં આવેલો કોળીયો….અનંત યાત્રાએ.. એમ જ.. એના માબાપને છોડીને…મારી છોડીનું શું થશે..સમાચાર લૈને આવેલો દીકરો ઉતાવળ કરતો હતો..મમ્મી ચાલને મોટી બેન પાસે પહોંચવું જ રહ્યુ… અરે દીકરા મને તો કળ વળવા દે.. આપણા તેજસ ની વાત છે ને…

મારતી ગાડીએ આસ્ટોડીયા થી નવરંગ પુરા ચાર રસ્તે પહોંચ્યા..ઘર પાસે તો સગા વહાલાનું પડોશીનું મોટું ટોળુ..દીકરી અને જમાઇ તો રડે રડે કંઇ કહેવાની વાત જ નહીં. રમણ બા વિચારે મારા શોક કરતા મારી દીકરીનો શોક વધુ છે. તેને તો આ આઘાતમાં થી બહાર કાઢવી જરુરી છે..જનાર તો હવે પાછો નથી આવવાનો…મન ને જરા શાંત કર્યુ અને રડતી દીકરી પાસે જઇ તેને છાના રાખવાને બદલે ઉઘરાણી કરતી હોય તેમ કડક અવાજે બોલ્યા..” મારો હૈયાનો હાર મને પાછો આપ.”

રડતી દીકરી તો સમજી જ ના શકી અને બોલી..’ બા. તારો હૈયાનો હાર મેં ક્યાં લીધોછે…’ ક્ષણ માટે તો રોકકળ શમી ગઈ અને સોંપો પડી ગયો..

રમણ બા તેજ કડક અવાજમાં વાત આગળ વધારતા બોલ્યા ” જો તેજસ મારો હૈયાનો હાર..મેં તને ભગવાન પાસેથી લાવીને દીધો..તેં ૨૧ વરસ સુધી તારી પાસે રાખ્યો એટલે એ કંઈ તારો નથી થઇ જતો. હવે ભગવાન તેને પાછો માંગે તો મારો તેજસ મારો તેજસ કરીને રડાય ના. તેમણે તને ઉછેરવા આપેલો.. અને લઈ લીધો..હવે તેની પાછળ કલ્પાંત ન કરાય…

માની વાતનો મર્મ સમજતી તેજસની મા અને રમણ બાની પુત્રી થોડૂં ક હીબકી શમી ગયા..

ઘટના ઘટી ગઈ..જનાર જતો રહ્યો.. હવે તો તેના ગમન ને હરિ ઈચ્છા કહી સ્વિકારવી જ રહી

Advertisements
  1. rakesh
    જુલાઇ 14, 2012 પર 7:16 એ એમ (am)

    sir nice problam ma tanu solution ho

  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: