મુખ્ય પૃષ્ઠ > આજનો વિચાર > આજની વાત (૬૧) પ્રવિણા કડકિયા

આજની વાત (૬૧) પ્રવિણા કડકિયા

જુલાઇ 12, 2012 Leave a comment Go to comments

ભણવાને  અને અમનને બારમો ચંદ્રમા. જો કાંઈ કારસ્તાન કરવાના હોય કે ભાંગ્યું ટૂટ્યું સમુ કરવાનું હોય તો તેમાં અવ્વલ નંબર. કોઈ દિવસ ચોપડી પકડીને વાંચતો દેખાય જ નહી. માંડ માંડ ૧૨મી પાસ થયો. તેનો નાનો ભાઈ અમોલ ભણવામાં ખૂબ જ હોંશિયાર. અમન મોટો મમ્મીના ચાર હાથ હતા. પપ્પાને નાનો અમોલ વધુ લાડકો.  ભણવામાં પહેલો નંબર લાવે.

અમનનો દોસ્ત વિમલ બે જણા ભેગા થઈને રોજ નવા નવા નુસ્ખા અજમાવે. વિમલના પપ્પાનું ગાડીનું ગેરેજ તેઓ ઓફિસે જાય પછી તેમને માટે પ્રયોગશાળા બની ગયું હતું.   પપ્પા ઓફિસે જાય એટલે બંને મિત્રો બસ જાતજાતના પ્રયોગો પાછળ મંડી પડે. એમ કરતાં ગાડીમાં વપરાતા ‘ફિલ્ટર ” બનાવ્યા. વિમલના પિતાજીએ  ધીરજથી બંને દોસ્તોએ જે નવા ફિલ્ટર  બનાવ્યા હતા તેનું નિરિક્ષણ કર્યું. તેમની ચકોર આંખોએ કશું ક  ભાળ્યું. અમનના  પિતાજી પોતે એંન્જીનિયર હતા  તેથી ભણતરની કિંમત જાણતા હતાં . વિમલના પિતાજી  બાહોશ વેપારી હતા. હીરાની પરખ ઝવેરીને હોય.

તેમણે છોકરાઓની  જાણ બહાર ગાડીના ગેરેજ વાળા પોતાના મિત્રને આ ‘  ફિલ્ટર’ બતાવ્યા.ગેરેજવાળા સુમનભાઈ તો છક્ક થઈ ગયા. વિમલના પિતાજીએ બંને છોકરાઓને જગ્યાની સગવડ   કરી આપી. જોઈતા પૈસા માટે નચિંત કર્યા. બંને જણાએ દિલ દઈને કામ કર્યું. નાના એવા’શેડથી’ચાલુ   કરેલી તેમની ફેક્ટરી  એક    વર્ષમાં તો ધમધોકાર ચાલવા લાગી. જગ્યા મોટી લીધી. તેમની ‘આઈટમ” જોઈને બેંકે પણ લોન આપી.

આજે અમન અને વિમલ માત્ર બારમી પાસ હોવા છતાં જીવનમાં ‘ કંઈક કરી’ ખુબ સુંદર જીવન જીવી રહ્યા છે. બંને જણા પોતાના બાળકોને ભણતર ઉપર ભાર આપવાનું જરૂર કહે છે. સાથે સાથે તેમની મનગમતી વસ્તુઓને સહકાર અચૂક આપે છે. અમનના પિતાજીને  પુત્ર ઉપર  નાજ    છે.

ભણે ગણ તે નામુ લખે ને ના ભણે તે દીવો ધરે.

કોઈક વાર ખોટું  પણ પડે.

 

પ્રવિણા  અવિનાશ.

Advertisements
 1. hiral
  જુલાઇ 12, 2012 પર 6:18 એ એમ (am)

  it s true dhirubhai ambani ketalu bhanya sacchin tendulkar ketalu bhanya????? but jivan ma bhantar ane gantar banne mahtavana che

 2. rakesh
  જુલાઇ 13, 2012 પર 9:54 એ એમ (am)

  real story sir tamara blog ni ja mulakat la tano divas saro thi

 3. urvi
  માર્ચ 6, 2013 પર 7:42 પી એમ(pm)

  સાચી વાત

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: