મુખ્ય પૃષ્ઠ > આજનો વિચાર > આજની વાત ( ૬૦)

આજની વાત ( ૬૦)

જુલાઇ 11, 2012 Leave a comment Go to comments

સુખને શોધવુ પડે, જાળવવુ પડે.

એક દિવસ જંગલમાં ચર્ચા ચાલી . સસલો કહે આખા જંગલમાં સુખી તો રાજા સિંહ જ કહેવાયને..રાજા છે એટલે..?

સિંહ કહે -ધુળ સુખી? આ ભુખ લાગે ત્યારે ખાવાનું શોધ્વા જવાનું..કોઇ શિકાર હાથ ના લાગે ત્યાં સુધી ગરજવાનું અને ભાગવાનું…મારા કરતા તો આ હાથી ભાઇ સુખી.. ઇચ્છા થાય એટલે ઘાંસ ખાધુ ને નદીમાં પાણી પીધુ…અને પાણી ઉડાડી નહાવું..

બધા સિંહની સાથે હાથી ને મળવા ગયા ત્યારે હાથી બોલ્યો આટલી વિશાળ કાયા એ તો સૌથી મોટુ દુઃખ છે.. આવડી મોટી કાયા એક તો છુપાય નહીં અને સ્ફુર્તિથી દોડાય નહીં એટલે શિકારી નિ શિકારા આસાનીથી બની જવાયા…

મારા કરતા તો પેલું માંકડુ સારું…નિરંતર ઝાડ ઉપર રહેવાનું અને મન ફાવે તે ઝાડ ઉપર થી તોડીને ખાવાનું..

માંકડું કહે એ બધુ તો ઠીક..સૌથી સુખી માણસ છે. કારણ કે તેની પાસે મન છે અને તે મન નો ઉપયોગ કરી તે સુખ શોધી લે છે…

માણસ કહે હા વાત તો સાચી છે પણ અજ્કાલ તો મન દુઃખ જ શોધતું હોય છે. જાણે  કસ્તુરી  મૃગ ના હોય. નાભીમાં કસ્તુરી લઇને દુનિયામાં કસ્તુરી શોધતો મૃગ.

સુખ ને માટે મન ને કેળવવુ પડતુ હોય છે જેમ ગુલાબનાં છોડ ને ખીલવવા ખાતર પાણી અને થોડીક માવજત આપવી પડે છે…બસ તેજ રીતે મન જે નથી તે શોધે ત્યારે દુઃખ પેલા વનરાજીની જેમ વધતુ હોય છે.જ્યારે સુખ જે છે તેની સામે જોવાથી મળે છે. કસ્તુરી જેમ નાભીમાં હોય તેમજ તો…સુખ ને શોધવુ પડે છે અને જાળવવુ પણ પડેછે…

Advertisements
  1. hiral
    જુલાઇ 11, 2012 પર 7:43 એ એમ (am)

    because darek ne same vala ni thali no ladvo moto lage che

  2. rakesh
    જુલાઇ 11, 2012 પર 10:50 એ એમ (am)

    excllent

  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: