આજની વાત (૫૮)

જુલાઇ 8, 2012 Leave a comment Go to comments

દેર આયે દુરસ્ત આયે

નક્ષ  ૩ વર્ષનો હતો અને તેની મમ્મી મરી ગઈ. જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ તેની મોટીબેનોજ તેની મા.. સહેલી અને માર્ગદર્શક બનતી ગઇ. નક્ષની બહેન ઝંખના જેમ કહે તેમ તે કરે..પપ્પનું કહું ના માને કે ના માને બીજી બે બહેનોનું. ઉંમર થતી ચાલી અને નક્ષ ને ચાર્મિ ગમી..ચાર્મિને ભોળો નક્ષ ગમ્યો.  પપ્પા કહે છોકરીનાં નસીબે કદાચ તેનું જીવન બદલાય…પણ ઝખના બેન કહે ભૈલા પહેલા ભણ .. “આ શું દસ ચોપડી ભણી ને બેસી રહ્યો છે. અને પાછો ચાર્મિને ઘરમાં લાવીને તેની સાથે જિંદગી કેવી રીતે જશે?”

” પણ હવે તો મારી નોકરી લાગી છેને? મહીને ૧૫૦૦ મળે છેને?”

“પપ્પાનો પગ ભાંગ્યા પછી તેઓનો પગાર પણ અડધો થયોને?

“ઘર નાં બે છેડા માંડ ભેગાથાય છે ત્યાં નસીબનાં નામે નવું ગતકડું ના થાય મારા ભૈ..”

” ઝંખના જો મેં ચાર્મીનાં પાપા મમ્મીને આપણા ઘરની વાત કરી છે.. તેમને વાંધો ન હોય તો?”

“પપ્પા તમને તો ખબર છેને કે મમ્મી અહીં આવી તોય તમારું નસીબ ના બદલાયુ અને જંજાળ મોટી વધારી. એવું જ નક્ષ્નું થયું તો..? નારે ના મારે ઝેરનાં પારખા નથી કરવા… તેના ભાગ્યનાં શુન્ય આગળ ભણતરનોજ એકડો મુકાય કન્યાનો ભાર નહીં” બીજા ચાર પાંચ વર્ષ વીતી ગયા..નક્ષ ભણ્યો તો નહીં પણ ચાર્મી પછી મીનાક્ષી અને મીનાક્ષી પછી પૂજા..દિવસો જતા ગયા..૧૫૦૦નો પગાર વધતો ગયો ૩૦૦૦ થયો…ઝંખના હવે પપ્પા અને મમ્મી બની ને થાકી.. ” જા ત્યારે તારું તકદીર!” અને પૂજાની બેન આસુ સાથે લગ્ન કરીને રહ્યો.

સમય કહેશે તેના ભાગ્યનાં શુન્ય આગળ શું છે? શુન્ય કે એક? આસુ ઝંખના કરતા સખત હતી..જીગર ભણ્યો.. ના વાંચે તે દિવસે રસોડે હડતાળ. પપ્પાને પણ સજા..બેનોને પણ સખત મનાઇ જે દિવસે ના ભણે તે દિવસે પડે ફુટ પટ્ટી અને જડ નક્ષ..બીજા વર્ષે અગીયાર પાસ કરી..પછી ૧૨.. પછી ટેકનીકલ ડીપ્લોમા કર્યો..દિવસો સુધર્યા નર્મદા કેનાલ ઉપર જ્યારે પહેલી નોકરી મળી ત્યારે પગાર હતો ૧૦૦૦૦ રુપિયા અને ગવર્ન્મેંટ ક્વાર્ટર મળ્યુ. નક્ષ, આસુ અને પપ્પા હવે તેમનો દિ’ ફર્યો..શુન્યનાં ભાગ્ય સામે આસુએ ભણતરનો એકડો મુક્યો હતો….તે દિવસે પપ્પા કહે “જો હું કહેતો હતો ને કે કન્યા તેનું ભાગ્ય લઇને આવે છે”.ઝંખના કહે કે “૨૪મે વર્ષે ભણી લીધુ હોત તો આટલા વર્ષો ના બગડત ને?”

જીગર કહે છે કે આ તો આસુનાં ફટકા છે તે જો બહેન પહેલા માર્યા હોત તો…ખૈર દેર આયે દુરસ્ત આયે

Advertisements
  1. હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.
  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: