આજની વાત (૫૯)

જુલાઇ 8, 2012 Leave a comment Go to comments

ચમકતું રેપર

નાનકડો યુયુત્સુ દાદાની આંગળી છોડી તે ચમકતી ચીજ લેવા દોડ્યો. દાદા બોલતા રહ્યા..” આંગળી ન છોડ યુયુત્સુ.”. પણ યુયુત્સુને પેલી ચમકતી ચીજ વધારે આકર્ષ્તી હતી.. તેને મનમાં હતું કે તે ચમકતી ચીજ કેડબરી એક્લેર હતી.. અને દાદાજી એને પકડવા પાછળ આવતા હતા તે જોઇ તેણે ઝડપ વધારી..દાદા પકડી લે તે પહેલા તેને ચોકલેટ લેવી જ હતી..ઝડપથી તે પણ દોડવા ગયો..પણ તેનું શરીર ની ઝડપ મન ની ઝડપ કરતા ઓછી હતી તેથી તે ગબડ્યો…ચમકતી વસ્તુ મળે તે પહેલા ઘુંટણ છોલાયો અને તેથી આંખોમાં આંસુ પણ આવ્યા. દાદાજી એ તેને છાનો રાખતા કહ્યુ ” ના રડ બેટા..ભમ્મ થૈ ગયો.. ચાલ ઉભો થૈ જા તો” તેના પગની  ધુળ ખંખેરતા તેને તે ચમકતી વસ્તુ પાસે લઇ ગયા અને યુયુત્સુને તે ચમકતી વસ્તુ ઉપાડવામાં મદદ કરી..તે કેડબરી ચોકલેટનું ખાલી રેપર હતું. ચોકલેટ તો હતી જ નહીં.

નાનકડો યુયુત્સુ વિચારતો હતો કે દાદા કેટલા સાચા હતા..તે રેપર હતુ તે દાદાજીને ખબર પડી..જ્યારે હું તે ના સમજ્યો અને ભમ્મ થૈ ગયો.

પ્રભુ સાથે પણ આપણો સંબંધ આ યુયુત્સુ અને દાદાજી જેવોજ છેને? અંદરનો માહ્યલો ના પાડે છતાય ચમકતી ચીજ ને ચોકલેટ સમજીને આપણે દોડતા હોઈએ છે. માંહ્યલો આતમ રાજા દાદાજી ની જેમ આપણ ને નિશ્ચિંત પણે રોકતો હોય જ છે. જે પડ્યા પછી આપણ ને કહેતોજ  હોય છે કે ” મેં તને ના કહી હતીને?તું ના માન્યો અને પડ્યો…ચાલ હવે ઉભો થઇ જા..રડના અને સમજ કે દરેક ચમકતું રેપર ચોક્લેટ ના હોય.. સમજ્યો?

” પણ દાદાજી તમને કેવી રીતે ખબર પડી?”

“બેટા તારી જેમજ એક સમયે હું પડ્યો હતોને તેથી મને સમજાયું કે તે ખાલી રેપર હતું…”

નાનકડો યુયુત્સુ તો સમજી ગયો..પણ તમે સમજ્યા?

Advertisements
  1. હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.
  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: