મુખ્ય પૃષ્ઠ > આજનો વિચાર > આજની વાત ( ૫૬)

આજની વાત ( ૫૬)

જુલાઇ 6, 2012 Leave a comment Go to comments

ઘસાઇને ઉજળા થઇએ

જેંતીભાઇને જતીન બહુ વહાલો…તેથી તે  માંગે  પાણી  અને પામે દુધ. દીકરો આગળ વધે તે માટે જમાનાની બધી જ તકનીકો હાજર.. વીડીયો ગેમ.. કોમ્પ્યુટર .. લીગો ગેમ.. તાકાત હોય કે ના હોય પણ સારુ ભણો.. ઉંચુ ભણો.. ના મનમાં ગાણા ગવાય અને તે માટે ભારતમાં બેઠા બેઠા અમેરિકન યુનીવર્સીટી માં ભણાવવાનાં સપના બતાડાય.. સરસ મઝાનો સ્થપાયેલ ધંધો છોડી જેંતીભાઇ જતીન ને ભણાવવા અમેરિકાની મજૂરીએ લાગી ગયા..

કહેછેને કે બાપ કરતા બેટા સવાયા તેથી બાપાનું બધું રોકાણ ઉગ્યુ.. જતીન ડોક્ટર થયો..જિંદગીની સફળતા નો નશો જેંતીભાઇને ને થવાને બદલે જતીન ને થયો.. લગ્ન કર્યા. છોકરાને ત્યાં છોકરા થયા..જેંતીભાઇનો જ દિકરા મોહનો વારસો જતીન ને મળેલોને? તેથી મારો જૈમીન મારો જૈમીન કરતા મોં ના સુકાય..ને જેંતીભાઇ જોઇ ને ખુશ થાય..

દીકરી તે દિવસે બોલી..”બાપા! હવે થોડુંક તમારા ઘડપણ માટે  રાખો આ અમેરિકા છે….”

” મારું ઘડપણ તો જતીન છે ને? મારે શું કામ ડરવાનું?”

દીકરી બોલી ” બાપા આ અમેરિકા છે જતીન તેના જૈમિન ને જોશે તમને નહીં તેથીજ કહું છું હવે થોડુ તમારા ઘડપણ માટે બચાવો…”

” જક્ષા! હું માનુ છું કે જે ઘસાય તે જ ઉજળા થાય..પ્રભુ કરશે તો મારે માટે એ દિવસ જ નહીં આવે જ્યારે મારે જતીન પાસે હાથ લાંબો કરવો પડે…મારા બાપાની જેમ હું મોટે ગામતરે  પહોંચી જઇશ.”

Advertisements
  1. હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.
  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: