સંતાનને-સરયૂ પરીખ

જુલાઇ 4, 2012 Leave a comment Go to comments

ભાવભર્યા પ્રેમ મધુ  ગીતે ઉછેર્યાં,
સંસારી સુખચેન સુવિધા વર્ષાવ્યા,
હેતાળે  પ્રેમાળે કામળે  લપેટ્યા,
હૈયાની  હુંફમાં  હિલોળા, ઓ બાળ મારા!

મીઠાં અમ મમતાના  કુમળાં  આસ્વાદને,
વળતરમાં  આનંદે ભરીયા  આવાસને,
હાસ્યે અમ દિલને બહેલાવ્યા  અશેષને,
હૈયાની  હુંફમાં હિલોળા, ઓ બાળ મારા!

પણ, આવી છે આજ ઘડી શીખવાની ત્યજવાની;
આગળ એ ક્યાંય ગયા, નવજીવન નવ સાથી,
પાછળ તું વલખા કાં મારે ઓ જીવ મારા?

આપું  છું, મુક્તિ આજ તારા નવજીવનમાં,
આપું  છું, મુક્તિ મારી આશાના  બંધનમાં,

આપું છું, આંસુ સાથ ખુશી મારા નયનોમાં,
સાચા આ સ્નેહની કસોટી, ઓ બાળ મારા!

આંસુનાં તોરણ ને ઉંના નિઃશ્વાસ પછી,
મન મનન મંથન ને ઉરનાં ઉજાસ પછી,

તું જ્યારે ચાહે, છે ખુલ્લું આ દ્વાર મારું,
આવે તો વારુ,ના આવે ઓવારૂં.

આવે તો આનંદ નહીં તો મા દૂરથી ઓવારણા લેશે.    ….સરયૂ પરીખ

સરયૂ બેન ની આ કવિતા હૈયાને ખુબ જ સ્પર્શી ગઈ. આ જમાનામાં લાગણીઓને જોખતા પહેલા દરેક સંતાનો એ સમજવું જોઇએ કે માની લાગણીઓતો અમુલ્ય છે અને તેથી તેઓ સહજ રીતે કહી જાય

તું જ્યારે ચાહે, છે ખુલ્લું આ  દ્વાર   મારું,

  આવે તો આનંદ નહી તો મા દૂરથી ઓવારણા લેશે…

સુપર્બ…

Advertisements
 1. જુલાઇ 5, 2012 પર 11:35 પી એમ(pm)

  So touching………..difficult to say anything more!

 2. ashalata
  જુલાઇ 8, 2012 પર 4:37 પી એમ(pm)

  agree with Deepakbhai
  no word to say———–
  thanks

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: