આજની વાત (૫૪)

જુલાઇ 4, 2012 Leave a comment Go to comments

સરખામણી

શીલાબેન હસતા હસતા કહે “ બધી બહેનોનાં ઘર કેવા સરસ? મારું ઘર તો તેમના ઘર કરતા અડધું જ..અને.” તેમને રોકતા ઘરનાં કામ વાળા શાંતુ બેન બોલ્યા “શીલાબેન મારું ગામડાનું ઘર જો તમે જુઓનેત તો તમારું ઘર તમને ઘણું સરસ અને સુવિધા ભરેલું લાગે.”

શીલાબેન શાંતુબેન ની વાતનો ઇશારો સમજી ગયા અને બોલ્યા “પેલી બીરબલની વાર્તા?

શાંતુબેનને વાર્તામાં રસ પડ્યો તેથી પુછ્યું “ કઇ વાર્તા?”

“અક્બરનાં દરબારમાં આવીને કોઇક ચતુર માણસે બ્લેક બોર્ડ ઉપર એક લીટી દોરીને એક પ્રશ્ન કર્યો   આ લીટી ને અડ્યા કે ભુંસ્યા વિના નાની કરી આપો”

બીરબલે તે લીંટીની બાજુમાં એક મોટી લીટી દોરી દીધી.. અને તે લીટી નાની થઇ ગઇ.

શાંતુબેન મલક્યા, પણ મારું મન ચાલવા માંડ્યું.. માણસે સુખી થવું હોયતો સરખામણી નીચેનાં માણસ સાથે કરવી જોઇએ. શીલાબેન મહેલ સાથે પોતાનું ઘર સરખાવી દુઃખી થતા હતા જ્યારે શાંતુબેને તેમના ગામડાનાં ઘર સાથે સરખામણી કરી વાતને અટકાવી દીધી.

સુખી થવું હોય તો એક આંખ વાળાએ અંધને જોવો અને દુઃખી થવુ હોયતો બે આંખો વાળને જોવો. પરંતુ સાચો રસ્તો તો એજ છે કે કદી સરખામણી કરવી જ નહીં.એના કર્મ પ્રમાણે પ્રભુ એ એને આપ્યુ અને મારા કર્મ પ્રમાણે મને…

Advertisements
  1. હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.
  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: