આજની વાત (૫૨)

જુલાઇ 2, 2012 Leave a comment Go to comments

ભગવાનની ભેટ

હીરાકાકાએ નિવૃત્ત થયા પછી તેમને ગમતું એક કાર્ય શરુ કર્યુ…હરકીસનદાસ હોસ્પીટલનાં જનરલ વોર્ડમાં ફરવાનું અને દરદીની ભીની આંખ અને મુંઝારો શોધી લેવાની કળા હસ્ત ગત કરી. ચુપ ચાપ દરદીની સાથે વાતો કરી શોધી લેતા કે જનરલ વોર્ડનાં તે દર્દીની મુંઝવણ શાની છે? કોઇકને દવાની.. કોઇકને સહાનુભુતીની..કોઇકને કુટૂંબ ક્લેશ જેવું ઘણુ જાણવા મળતુ.. છેલ્લે ઉઠતા ઉઠતા કહે ” પ્રભુ ને પ્રાર્થના કરો સૌ સારા વાન થઇ જશે..”

સાંજ પડે એટલે પાંચ વર્ષનાં પૌત્ર વિનય ને લઈને હોસ્પીટલમાં જાય અને જેમની સાથે વાત કરેલી તેમને જરુર મુજબની દવા કે પૈસા મુકી કવર બંધ કરી ” ભગવાનની ભેંટ” લખી પહોંચાડી દે.

મેં હીરાકાકાને જ્યારે પુછ્યુ કે તમે તમારું નામ કે સરનામુ કેમ નથી લખતા કે જેથી જ્યારે તેમની પાસે પૈસા આવે ત્યારે પરત કરી શકે.. અથવા તમને આભાર તો કહે.

હીરાકાકાએ જે જવાબ આપ્યો તે સમજવા જેવો હતો. તેઓ બોલ્યા ” પ્રભુ જ્યારે આપણ ને આપે છે જે પણ આપે છે તે કદી નામ દઇને આપે છે? હુંતો એટલું સમજુ છું કે મારી પાસે જે  છે તે આપુ છુ. સુરજ આપે છે તો તે પાછુ માં ગે છે? પવન શીતળતા આપે છે તે કદી ચોપડે શીં લે છે? બસ તેમજ મને આપવામાં આનંદ થાય છે.જો હું નામ લખું તો લેનારને માથે ભાર નાખું છુને..”

મેંપ્રતિ પ્રશ્ન કરતા  કહ્યુ “પણ છતાય કોઇકને આભાર માનવો છે તો?”

” તેથી તો ભગવાન ની ભેંટ લખ્યુ છે ને. માને આભાર ભગવાન નો”

મારું મન વિચારતું જ રહ્યું.. આપનાર નો હાથ હંમેશા ઉંચો પ્રભુ ની જેમ.. અને લેનારનો હાથ સદાયે નીચો..

ભગવાન આપે તે આશિર્વાદ અને તેમનો આભાર માનવા જે ઉંચે ચઢે તે પ્રાર્થના.

Advertisements
  1. Hema
    ઓક્ટોબર 7, 2013 પર 8:53 પી એમ(pm)

    Khoobsaras. ! We need more Heerakaka,,,, In our samaz!

  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: