આજની વાત (૪૮)


ટીંપા સામે હોજ ના ભરાય.

માનવને “મન ” આપીને પ્રભુ એ તેને સમગ્ર જીવસૃષ્ટીમાં વિશિષ્ટ બનાવી દીધો. અને મન પણ કેવું…વાળીયે તેમ વળી શકે. આ મનમાં શેતાને આવીને એક ક્ષતિ રોપી દીધી. તેને “કાયમ” કરતા “કામ ચલાઉ “માં રસ લેતો કરી દીધો. નાની વાતોમાં જીદો કરી તેનો નાનો દેખાવા માંડ્યો.

અક્બર બાદશાહે ઇરાનથી  આવેલા અત્તરીયાનાં અત્તર જોતા જોતા અત્તરીયાની ભુલથી જમીન પર પડેલું ટીંપુ નીચા વળી ને હાથથી લુંછી લીધુ. સભા તો સ્તબ્ધ થઈ ગઈ.. આખા ભારતનો ધણી આમ સાવ નાની વાત ઉપર સિંહાસને થી ઉતરી ગયો? જમીન ઉપર પડેલુ અતર લુંછી લીધું?

સમજાવવાનાં કેટલાય પ્રયત્નો છતા ગયેલી ઇજ્જત ના આવી ..તેથી  અક્બર બાદશાહે અત્તરનાં હોજ બનાવડાવ્યા…પણ બુંદસે બીગડી હોજસે નહી આતી…

ક્યારેક બાદશાહ જેવું આપણું મન કેટલીયે નાની વાતો ઉપર જીદ્દી બની જાય. ના કરવા જેવું કરે ટીંપુ પડ્યુ.. લુંછાઇ ગયું હવે તે ખોટી વાતને સાચી કરવા હોજ ભરવાની મુર્ખામી ના કરાય.

આપણે ક્યારેક ભુલ કરી હોય તો તે સ્વિકારવામાં નાનમ ના અનુભવવી જોઇએ . વિવેક શક્તિનો ઉપયોગ કરી ” હા. ભાઈ તું સાચો કહી પોતાના સ્વાભિમાન ને વટે ચઢાવ્યા વિના ભુલને સહી જવી જોઇએ

આક્બર તો બાદશાહ હતા તેથી તેમને હોજ કરવા પોષાય આપણ ને તે ના પોષાય..ટીંપા સામે હોજ ના ભરાય

Advertisements
  1. જૂન 27, 2012 પર 5:37 એ એમ (am)

    nice one..

  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: