મુખ્ય પૃષ્ઠ > આજનો વિચાર > આજની વાત ( ૪૭)

આજની વાત ( ૪૭)


સ્થિત પ્રજ્ઞતા

તથાગત ( ભગવાન બુધ્ધ) ધ્યાનસ્થ હતા ત્યારે એક ભક્તે આવીને તેમના ચરણે ફુલ ચઢાવ્યા..શિરે શ્રધ્ધાથી અહોભાવ ભર્યો ચાંદલો કર્યો…ભોગ પેટે પકવાન નો થાળ ધર્યો. તથાગત તો ધ્યાન્સ્થ હતા તેથી ન ચળ્યા કે ન ભાવન્વીત થયા…કે ન ખુશી બતાવી. પણ તેમનો શિષ્ય તથાગતનું બહુમાન થતુ જોઇ ખુબ પ્રસન્ન થયો. તથાગતે શિષ્યનાં આનંદ સામે ફક્ત કરુણા ભાવથી જોયુ.

સાંજે કોઇક બીજુ નિમિત્ત બન્યુ અને ભક્તે આવીને તથાગતને અપશબ્દોથી ભાંડવા જ માંડ્યુ..સવારે ફુલોથી પુજાયેલા ભગવાન બુધ્ધ ઉપર તીખા અને અભદ્ર શબ્દોનાં બાણોની વર્ષા છુટી…શિષ્ય તો દુઃખી દુઃખી થઇ ગયો. તે સમયે પણ તથાગતની આંખમાં એકલી કરુણા હતી જે કરુણા સવારે તેમનું બહુમાન થતુ હતુ ત્યારે હતી

શિષ્ય વ્યથીત થઇને તથાગતને પુછે છે ” ગુરુદેવ! તમને દુઃખ ના થયુ..આ માણસ તમને જેમ ફાવે તેમ બોલતો હતો.. અને મારુ મસ્તક શરમથી ઝુકી ગયું”

તથાગતે પહેલિવાર તેમનું મૌન છોડ્ડીને જવાબ આપ્યો..” આ બધા માન અને અપમાનનાં બંધનો છોડવા તો સંન્યાસ લીધો છે. સવારે જે બહુમાન કરતો હતો તે અને સાંજે મારું અપમાન કરતો હતો તે બંને પ્રક્રિયા મારા શરીર સાથે થતી હતી મારો આત્મા તો બંને થી ભીન્ન હતો અને ઘટતી બંને ઘટનાઓને હું તો સાક્ષી ભાવથી જોતો હતો.

આ આત્મા અને દેહની ભીન્નતાનું જ્ઞાન એટલે જ સ્થિત પ્રજ્ઞતા

Advertisements
  1. હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.
  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: