Home > આજનો વિચાર > આજની વાત (૪૬)

આજની વાત (૪૬)


પ્રભુનુ સર્જન ક્યારેય નકામુ હોતુ નથી

તે સ્ત્રીની તે ૧૭મી સુવાવડ હતી. ૩ લગ્ન અને નાની ઉંમરથી પ્રજોત્પતી શરુ થયેલી..બાળક ગર્ભાશયમાં ઉંધુ થઇ ગયું હતું અને માનું શરીર દર્દ લઇ શકતુ નહોંતુ તેથી ડોક્ટરે સીઝેરીયન કરી ને તે બાળક્નો જન્મ તો કરાવ્યો.અઓછુ પોષાયેલું બાળક અને એક પગ ટુંકો જોઇને ૩૩ વર્ષનાં ડો કેવીન બોલ્યા કે ” માર્ગારેટ આ તારુ સંતાન તારે માટે અને આ ધરતી માટે બોજ જ બનવાનું છે.

હોંશમાં આવ્યા પછી માર્ગારેટ હેતથી ભરેલા લહેકા સાથે બોલી “આર્થર જુનીયર ૩..મા ની ગોદ બહુ ગમી ગઇ હતા બેટા..તે પ્રસવ પામવો જ નહોંતો? જુનિયર આર્થર ૩ માની વાત જાણે સમજતું હોય તેમ ઝીણી ઝીણી આંખો ખોલીને હસ્યું…એ હાસ્ય ઉપર માર્ગારેટે તેના સત્તરમાં બાળક્ને પણ બહુ વહાલ થી ચુમ્યુ.. જાણે કે તે પહેલું સંતાન ન હોય…તે મા હતી અને મા બધી આવી જ ઘેલી હોય.. પણ તેને ડો કેવીન ની વાત સ્પર્ષી ગઇ હતી

સમયનું જળ ક્યાં કોઇને માટે રોકાય છે ડો કેવીન જ્યારે ૭૫ વર્ષે નિવૃત્ત થયા ત્યારે તેઓ અંતિમ તબક્કાનાં પેન્કઇયાટીક દર્દ થી પીડાતા હતા. તેમની સારવાર પતી ત્યારે ૮૫ વર્ષની એક ડોશી તેમને મળવા આવી.

ડો કેવિન તેમને ઓળખી ગયા..” માર્ગારેટ તમે?”

“ડો કેવિન આ તમારા કેન્સરમાં થી ઉભા તમને કોણે કર્યા ખબર છે?”

થોડા સમય્ની ચુપકીદી પછી માર્ગારેટ બોલી એજ આર્થર જુનિયર ૩ કે જેને તમે મારો અને ધરતીનો બોજ કહ્યો હતો.

ડો કેવીન બોલ્યા.. “હા માર્ગારેટ તમે સાચા છો અને મારું કથન ખોટું. દરેક જન્મ લેતું સંતાન એ વાતની પ્રતિતિ છે કે ભગવાને માણસ પર મુકેલો ભરોંસો ગુમાવ્યો નથી. અને તેથી જ તેનું દરેક સર્જન ક્યારેય નકામુ નથી હોતુ.

  1. No comments yet.
  1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: