મુખ્ય પૃષ્ઠ > આજનો વિચાર > આજની વાત -૪૫-હેમાબહેન પટેલ

આજની વાત -૪૫-હેમાબહેન પટેલ


કટુ વાણી

નામ શંકર પટેલ અને તેમને ગુસ્સો ખુબ જ આવે. કોઇ પણ તેમની ધારણા કરતા અલગ બોલે કે વર્તે એટલે તેમને ગુસ્સો જ આવે..સૌ તેમનું કહ્યું માને તો જ તેઓ પ્રસન્ન અને ભાષા એટલે કુહાડો જ મારે. અને તેમને એ વાતનું ગુમાન પણ ભારે કે  તેઓ બધુ જ જાણે. અને કોઇ તેમનાથી આગળ નીકળી જાય એટલે બોલે જ બોલે કે એ ખોટો જશ ખાય છે..હું એની જગ્યાએ હોઉ તો આના કરતા ઘણું જ સારુ કરુ.

તેમના ગુસ્સાનો ભોગ તેમના પત્ની અને બાળકો કાયમ બને..જોકે હવે તેઓ નિવૃત્ત છે તેથી તેમનો ગુસ્સો હવે ઇકોનોમી, દેશ અને વિદેશનાં  ક્રૌભાંડો અને સહ્સાથીઓ ઉપર પણ ઉતરે…અને તેને કારણે હવે મિત્રો ઓછા અને દુશ્મનો વધુ છે

તેમને કોણ સમજાવે કે  જે રીતે બોલીએ તેજ સામેની વ્યક્તિ ઉપર પ્રભાવ પડે છે. વાણીથીજ મનુષ્યનુ વ્યક્તિત્વ,તેનો સ્વભાવ સામે બીજી વ્યક્તિ સમજી શકે છે.વાણી મધુર હશે તો બધાને સાંભળવી ગમે. અને કટુ વાણી કોઈને ન ગમે. કોઈને આપણે ગમે તેવા શબ્દોમાં વાત કરીએ, કટુ વાણી બોલીએ તો કોઈ પણ વ્યક્તિને દુખ થાય. અને કોઈના દિલને દુખી કરવું મોટુ પાપ છે. એટલે વાણીમાં બહુજ સંયમ અને વિવેકની જરુર છે. એક વખત મોઢામાંથી બોલ નીકળે પછી તેને પાછા નથી લઈ શકાતા એટલે બોલતા પહેલાં દશ વખત વિચારીને બોલવું જોઈએ.

કોઈ વખત ગુસ્સામાં આપણે કોઈને ન બોલવાના ગમે તેવા શબ્દો બોલી જઈએ તેનુ ભાન ન હોય પરંતુ જ્યારે ગુસ્સો ઓછો થાય, મગજ શાંત પડે ત્યારે આપણને અફસોસ થાય પસ્તાવો થાય, મારે આવુ ના બોલવુ જોઈએ.

કોઈની મધુર વાણી સાંભળીને  દિલને શીતળતા મળે છે, અને બોલનાર વ્યક્તિને પણ આત્મ સંતોષ થાય છે અને તેના દિલને પણ ઠંડક પહોચે છે. નાનુ બાળક જ્યારે બોલે ત્યારે આપણને સાંભળવું બહુ ગમે છે. અને ખુશી પણ થાય છે કેમકે બાળકની વાણીમાં કોઈ છળ-કપટ નથી. બાળક જેટલું નિર્દોષ છે તેટલીજ તેની વાણી પણ નિર્દોષ અને મધુર છે.

ऐसी वाणी बोलिए, मनका आपा खोय

औरनको शीतल करें,आपहुं शीतल होय.

Advertisements
  1. હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.
  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: