આજની વાત (૪૧)


સરવૈયુ કર્યુ છે કદી?

વિચારશીલ રમા બહેને કાગળ લીધો અને દિવસ દરમ્યાન વહુ વાચા અને અન્યની પાસેથી કેટલી સેવાઓ લીધી અને સેવાઓ આપીનું સરવૈયુ કાઢવા નું વિચાર્યુ

સેવાઓ લીધી

 • સવારે વાચા પાસે ચા મુકાવી
 • કામવાળી પાસે નહાવાનું ગરમ પાણી મુકાવ્યુ.
 • ડ્રાઇવર સાથે મંદીર ગયા
 • શાક્ભાજી વાળા પાસે થી ધાણા મફત કઢાવ્યા
 • બપોરે અને સાંજે વાચા પાસે ભોજન પીરસાવ્યુ અને દવાઓ લીધી
 • દીકરાને વહેલું આવવા કહ્યુ કે જેથી આરતીમાં સમય સર જવાય

સેવાઓ આપી

 • છોકરાને નવડાવ્યો વાર્તા કહી સુવડાવ્યો

આખા દિવસને અંતે સેવા લીધીનું કોલમ વધુ ભરાયેલુ લાગ્યુ. અને દીધાનું કોલમ ખાલી. સાંજે જ્યારે વાચા પગ દબાવવા આવી ત્યારે તેમનું ચિત્ત ચકરાવે ચઢ્યું હતું.. હું આટલા બધાઓની સેવા લઉં છું પણ તેની સામે કશું આપવાનું કેમ નથી સુજતું?

આ કળયુગ છે સૌને લેવાનું સુજે છે ..અપવાનું તો વિસરાવા જ લાગ્યું છે.તેમના અંતરમાં થી ચિંતન આવ્યું.. જેઓ સેવા કરેછે તેઓને પગાર ની સાથે આશિષનાં બે મીઠા બોલ તો દેવાય ને? ક્યારેક ડ્રાઇવરને બે મીઠા બોલ સાથે ચા કે જમવાનું અપાયને? અરે માણસ તરીકે સ્વિકારીને માણ સની જેમ વર્તી તો શકાયને? વાચા તો ઘરનું માણસ છે તેને રુપિયા નથી જોઇતા પણ સારા માઠા પ્રસંગે હુંફ તો અપાયને? તેની આંતરડી ઠરે તેવા આશિર્વાદ તો અપાયને? જીભે મીઠાશ..રસોડે મોકળાશ અને સાચી સમજ સાથે આશિર્વાદ. આટલુ કરો તો ઘણું છે રમા બહેન…

Advertisements
 1. pradip
  જૂન 21, 2012 પર 5:11 એ એમ (am)

  yes.we have to appreciate all persons efforts in day to day life. good lesson

 2. pinal
  જૂન 21, 2012 પર 5:17 એ એમ (am)

  excellent ….જીભે મીઠાશ..રસોડે મોકળાશ અને સાચી સમજ સાથે આશિર્વાદ….

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: