મુખ્ય પૃષ્ઠ > આજનો વિચાર > આજની વાત(૩૮) ડો પ્રતિભા શાહ

આજની વાત(૩૮) ડો પ્રતિભા શાહ


આપણો ચિંતવ્યો અર્થ કંઈ નવ સરે

 

Que Sera, Sera,
Whatever will be, will be
The future’s not ours, to see
Que Sera, Sera
What will be, will be.

Doris Day lyrics

ઉપર્યુક્ત પંક્તિઓ એક અંગ્રેજી ફિલ્મના ગીતની છે જેમાં કહેવાયું છે કે સેરા સેરા એટલે કે જે થવાનું હશે તે થશે. ભવિષ્ય આપણા હાથમાં નથી …જે થશે તે થશે .’જે થવાનું હશે તે થશે ‘ એ શબ્દોમાં સમયની રહસ્યમયતાના સ્વીકારની સાથે અણધાર્યું પરિણામ સ્વીકારી લેવાનું અદભુત આશ્વાશન માણસે મેળવ્યું છે .કાળના ગર્ભમાં શું છુપાયેલું છે તે કોઈ જાણતું નથી .જીવનમાં અનિશ્ચિતતા જેવી નિશ્ચિતતા કોઈ નથી .જીવન એટલે જ અનિશ્ચિતતા .માણસ ધારે છે કંઈક અને થાય છે બીજું કંઈક ! જીવન જાણે કે ખાતરી વિનાનું ખતપત્ર છે પરંતુ તેથી કંઈ હાથ વાળીને બેસી રહેવાનું પણ નથી .પુરુષાર્થ કરવાનો છે .બુલંદ આત્મવિશ્વાસ સાથે ઝઝૂમવાનું છે . કર્મ કરતાં રહેવાનો માણસનો મર્મ અને ધર્મ છે

તુલસી ભરોસે રામકે નિશ્ચિત હોકે સોય

અનહોની હોની નહીં ,હોની હોયે સો હોય

 

આપણી સંતવાણીમાં ‘હોની હોયે સો હોય ‘ના અકાટ્ય વિશ્વાસનું હમેશા ગાન થયું છે .નરસિહ મહેતા પણ કહી ગયા છે ‘આપણો ચિંતવ્યો અર્થ કંઈ નવ સરે ‘અને માટે જ કે સેરા સેરા ..

ડો. પ્રતિભા શાહ

Advertisements
 1. જૂન 18, 2012 પર 3:13 એ એમ (am)

  ાદભૂત સામ્ય

 2. VINOD DHANAK AHMEDABAD
  જૂન 23, 2012 પર 1:57 એ એમ (am)

  જો રહિમન ભાવી કહું
  હોતા અપને હાથ
  રામ ના જાતે હિરણ સંગ
  સિયા ના રાવણ સાથ

  વિનોદ ધાનક

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: