આજની વાત (૩૭)


વિષાદ ઉદાસીનતા એ આત્મજ્ઞાન ની પહેલી જાણકારી છે

સુખ આપે છે સત્વ ગુણ, રજ કર્મ દોરે

તમ તો જ્ઞાન હરે ભરે આળસને જોરે

                               ( સરળ ગીતા )

રજોગુણ પ્રધાન કળયુગમાં મનુષ્ય લોકમાં સુખ શોધવું તે ચોક્ક્સ જ સસલાને શિંગડા ઉગાડવા જેવું છે. સત્વ ગુણ વધે તો આપો આપ સુખ થાય.
તકલીફ તે છે કે સત્વગુણ વધારવા ઈંદ્રિયોના સ્વાદ છોડવા પડે, મનને કેળવવું પડે આ બધું કોણ કરે?

રજોગુણ તો ઈંદ્રિયોના સ્વાદમાં જ રમમાણ હોય,
આ લઈ લઉ ને તે લઈ લઉ, આ માણી લઉ ને તે ભોગવી લઉ.
છેવટે સાહીઠે બુદ્ધિ નાઠે તો યે ન સમજાય કે ભાઈ / બાઈ અહીં સુખ હતુ જ નહી.

સુખ સ્વરુપ પોતાનો આતમો હતો તેનું ધ્યાન ધર્યું નહીં. જીવ અને જગતના રચયિતા જગદિશ્વરને કદી સંભાર્યો નહી ને મનખો એળે ગયો.

અતુલ જાની (આંગતુક)

પ્રજ્ઞાબેને ઉપરોક્ત ટીપ્પણી કરી મને એક વધુ વિચારવાનો વિષય આપ્યો. તેમની વાત એકદમ સાચી છે કારણ કે અર્જુન માયામાં ફસાવા લાગ્યો હતો..”અરે મારે મારા દાદા સામે લઢવાનું?  મારા ગુરુ સામે લઢવાનું?” પણ જે કૃષ્ણ  જાણતા હતા તે ની પાર્થને જાણ નહોતી..આતમ રાજા વળગણો થી છુટે તોજ ઉર્ધ્વ ગામી બને અને વિધાતાએ તેથી જ તો કઠીન મહાભારત નો તેને નાયક બનાવ્યો હતો.

વિષાદ- ઉદાસીનતા એ આત્મજ્ઞાન ની પહેલી જાણકારી છે પણ ગીતા ગાયક જેવો ગુરુ કે મિત્ર સાથે હોય તો મુક્તિ હાથવગી બની જાય..

Advertisements
  1. હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.
  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: