Home > આજનો વિચાર > આજની વાત (૩૦)

આજની વાત (૩૦)


ક્યારેક ભૂલ પણ આશિર્વાદ બને..

પ્રકાશ એક ગેર સમજૂતિનો શિકાર બની આખી જિંદગીની કમાણી રોકી બેઠો મકાનમાં અને છ જ મહિનામાં અમેરિકાના પેપરો આવી ગયા. સુંદર રહેવા માટે સર્જેલું “ઘર” માં તે રહેવા ના પામ્યો.. ન ઘર ભાડે આપ્યુ અને લાઇટ બીલ, ગટર વેરો અને મકાન વેરો જેવું ઘણું ભરતો રહ્યો. વરસો વીતી ગયા.

અમેરિકામાં બેંકમાંથી લોન લઇ ઘર કર્યુ ત્યારે કૃધ્ધ મૈત્રી બબડે પણ ખરી કે “ ગામમાં ભીંતડા કરી કરીને મુકી દીધા…એ પૈસા અહીં હોત તો આટલુ બધુ વ્યાજ ના ભરવુ પડતે..આ તો ચોખ્ખા ઘડાનાં કળશ્યા કર્યા..”

પંદર વર્ષે જ્યારે મૈત્રી ભારત પહોંચી ત્યારે ઘરનાં ભાવો વધીને આકાશે પહોંચ્યા હતા…બધી રીતે ચોખ્ખા મકાન નાં દસ ગણા ભાવો તો એમજ મળતા હતા. પ્રકાશે મૈત્રીને કહ્યું “ક્યારેક ભૂલ પણ આશિર્વાદ બને છે ખરુંને મૈત્રી?”

બનવાકાળ દરેક ઘટનાને આપણી આંખનાં ચશ્મે નહીં જોવાની. કદીક સુખ આવે અને કદીક દુઃખ પણ આવે. વિધાતા જ્યારે જે કરતી હોય તે કરીને જ રહે છે. આપણી સામાન્ય બુધ્ધી બહારનું હોય છે ચાહે ગમે તેટલી ફરિયાદ કરો કે આમ કર્યુ હોત તો? પણ વિધાતા એ આપ્વા ધર્યુ હોય તેજ રીતે અને તે જ સમયે આપે છે…ઘડપણની ચિંતા કરતી માત્રા ને છપ્પર ફાડીને દઇ દીધુ. પ્રકાશ ત્યારે ગણગણતો હતો

જિંદગી જ્યારે જે આપે, જેવી રીતે આપે

માની પ્રસાદી પ્રભુ તારી, કર્યો સ્વિકાર મેં

  1. No comments yet.
  1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: