Home > આજનો વિચાર > આજની વાત (૨૯)-નીલમ દોશી

આજની વાત (૨૯)-નીલમ દોશી


લગામ

મન સબ પર અસવાર હૈ , પીડા કરે અનંત,

મન હી પર અસવાર રહે, કોઇક વિરલા સંત

અર્થાત્ માણસનું મન જયારે તેના ઉપર હાવી થઇ જાય છે.. ત્યારે તેને પીડા સિવાય બીજું કશું મળતું નથી. પરંતુ જે માનવી પોતે મન પર સવાર થઇ શકે, મનનો ગુલામ નહીં..મનનો માલિક બની શકે એવા સંત તો કોઇ વિરલ જ હોય છે. બહુ કઠિન કામ હોય છે મન પર કાબૂ પામવાનું.

બહુ ઓછા શબ્દોમાં કેવી મોટી વાત સાવ સહજતાથી કબીરે કહી દીધી છે. માનવીનું મન બહુ અવળચંડું છે. એનો પાર જલદીથી પામી શકાતો નથી. માણસની ઇચ્છાઓ..અપેક્ષાઓ પર મન સતત સવાર હોય છે. મનના ઘોડાઓ માણસને આમથી તેમ દોડાવ્યા કરે છે.. જરીયે જંપ્યા સિવાય. જીવનમાં બધાનો પાર પામી શકાય પણ માનવીના મનનો પાર પામવો..બહુ અઘરી વાત હોય છે એનો અનુભવ આપણને સૌને થતો જ રહેતો હોય છે. જેણે મન જીત્યું એણે જગ જીત્યું.. માનવીના મનનો ભરોસો કરવા જેવો નથી. જે વ્યક્તિ મન પર કાબૂ રાખી શકે.. તે સંસારને જીતી શકે.. મનની ઇચ્છાઓ અપાર હોય છે અને બધી જ ઇચ્છાઓ કંઇ પૂરી થતી નથી કે પૂરી થવા જેવી પણ હોતી નથી. નાની નાની વાતે મન રિસાયા કરે છે. એ કદી ધરાતું નથી.. સંતોષાતું નથી. ભલભલા સંતો મન ઉપર કાબૂ રાખી શકતા નથી. તો સામાન્ય માનવીનું શું ગજું? મનકે હારે હાર હૈ.. મન કે જીતે જીત..મન ઉપર કાબૂ મેળવવાની એક સુંદર વાત શ્રી ફાધર વાલેસે તેમના પુસ્તક વ્યક્તિ ઘડતરમાં એક ઉદાહરણ દ્વારા બહુ સરસ રીતે કરી છે.

મનના ઘોડા તેજ હોય એ બહુ સારી વાત છે.. પણ એની લગામ તો આપણા પોતાના હાથમાં જ હોવી જોઇએ..

આપણા જાણીતા કવિ શ્રી ભગવતીકુમાર શર્માની એક સુંદર પંક્તિ સાથે જ વિરમીશું.

આમ તો સત્ય, ત્રેતા ને દ્વાપર ને જાણું,

બહું મુશ્કેલ છે મનનો પાર પામવાનું..“

નીલમ દોશી

http://www.globalgujaratnews.com/column/saint-kabir/

  1. No comments yet.
  1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: