Home > આજનો વિચાર > આજની વાત (૨૭) ડો. પી.કે.દાવડા

આજની વાત (૨૭) ડો. પી.કે.દાવડા


દૂરબીનના બે છેડા

આપણામાની પ્રત્યેક વ્યક્તિએ ક્યારેક ને ક્યારેક દૂરબીનનો ઉપયોગ જરૂર કર્યો હશે. સામાન્ય રીતે દૂરની વસ્તુ જ્યારે આપણને સ્પષ્ટ ન દેખાય, અને આપણા માટે એ જોવું જરૂરી હોય ત્યારે આપણે દૂરબીનની મદદ લઈએ છીએ. ઘોડદોડ જોવાવાળી પ્રત્યેક વ્યક્તિના હાથમા તમને મોંઘામાયલું દૂરબીન જોવા મળશે. હું નાનો હતો ત્યારે ટી.વી. ન હતાં. સ્ટેડીયમમા ટેસ્ટમેચ જોવા જતો ત્યારે પડોશીનું દૂરબીન માગીને લઈ જતો.

નાનપણમા કૂતુહલતાને લઈને કોઈવાર દૂરબીનને ઊલટાવીને જોતા. ખૂબ નજીકની વસ્તુ દૂર થઈ જતી અને એ જોવાની મજા પડતી.

આપણે જાણે અજાણે આપણા મનની અંદર છૂપાયલા દૂરબીનનો ઉપયોગ કરીએ છીએ. ક્યારેક તદ્દન સહેલું કામ ખૂબ અઘરું લાગે છે તો ક્યારેક મુશ્કેલ કામ આપણે હસતાં હસતાં કરી લઈએ છીએ. મિત્રની કોઈ નજીવી વાતથી નારાજ થઈ, આપણે એનાથી દૂર થઈ જઈએ છીએ તો કોઈક્વાર આપણે અપમાન ગળી જઈ, મોટું મન રાખી, સંબંધને બચાવી લઈએ છીએ. વાત દૂરબીનના કયા છેડેથી જોઈએ  છીએ તેની જ છે.

આપણે “કમળો હોય એને પીળું જ દેખાય” કહેવત સાંભળી છે. સીધીસાદી વાતમાંથી પણ આપણે જ્યારે બીજો અર્થ શોધવાનો પ્રયત્ન કરીએ છીએ, ત્યારે આપણને અરૂચિકારક અર્થ જ મળે છે. કોઈ આપણને સામાન્ય વાતચીત પછી, છૂટા પડતી વખતે કહે કે “મારા જેવું કંઈ કામકાજ હોય તો જરૂર કહેજો”, એનો અર્થ એ આપણને ગરીબ સમજે છે એમ લઈએ તો સમજવું કે આપણા મનનું દૂરબીન ઊંધું થઈ ગયું છે.

સામાન્ય જીંદગીમાં આપણે ગમતી વ્યક્તિને સીધા દૂરબીનથી જોઈએ છીએ અને ન ગમતી વ્યક્તિને ઊંધા દૂરબીનથી જોઈએ છીએ. સાચી વાત તો એ છે કે વસ્તુસ્થિતિને ખરા અર્થમા સમજવા દૂરબીન કરતાં આંખની ઉપર વધારે ભરોસો કરવો જોઈએ.

-પી. કે. દાવડા

  1. No comments yet.
  1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: