Home > અન્ય બ્લોગ ઉપરથી ગમે, પ્રકીર્ણ, માહિતી > ઇ-બુક બનાવવી સરળ છે- માર્કેટીગ સમય માંગી લે છે

ઇ-બુક બનાવવી સરળ છે- માર્કેટીગ સમય માંગી લે છે


છેલ્લા કેટલાક મહીનાથી આ વિષય ઉપર સંશોધન કરતો હતો ત્યાં ૨૦૧૦ નો આ લેખો http://reviews.cnet.com/self-publishing/ અને http://reviews.cnet.com/how-to-self-publish-an-e-book?tag=mncol;txt જડી ગયો. ડેવીડ કર્નોય્નો આ લેખ આમતો ઘણી બધી માહિતી થી ભરપુર છે અને તે ૨૦૧૦માં લખાયેલો છે એટલે તે પ્રસિધ્ધ થયા પછી ઘણા પાણી ગંગામાં વહી ગયા છે .લેખકો અને પ્રકાશકોનાં આ વિષય ઉપર બહુજ બહોળા પ્રતિભાવોછે તેથી તે ચર્ચાને બાજુમાં મુકીને લખું તો

  1. તમારી મેન્યુસ્ક્રીપ્ટ ને વર્ડ ૭ પ્રોગ્રામ મા લઇ જે સાઈઝ મા પુસ્તક બનાવવાનુ છે તે સાઇઝમાં આખી મેન્યુસ્ક્રીપ્ટનુ પેજ માં રુપાંતરણ કરો.
  2. પ્રકરણ પ્રમાણે તેમને છુટા પાડો
  3. ટાઈટલ શક્ય હોય તો સારા પ્રોફેશનલ પાસે બનાવડાવો. આ ખુબ જ આવશ્યક કામ છે અને તમે નિશ્ચિંત કરેલ સાઈઝ્નું ટાઇટલ બનાવો.
  4. સિગ્નેચર પેજ માં ટાઇટલ પુસ્તક પ્રાપ્તિ સ્થાન કિંમત અને કોપી રાઇટ નો ઉલ્લેખ કરો.
  5. કિંમત સામાન્ય રીતે એક પેજ બરાબર એક રુપિયો રખાતી હોય છે..પરંતુ ઇ બુકમાં ઘણી વાર તેને લોક્પ્રિય બનાવવા સીંધીઓની જેમ કોથળે વેપાર થાય છે જેમા લેખક અને ઇ બૂક માર્કેટ કરતી સંસ્થા જ પૈસા ગુમાવે છે.
  6. પુસ્તક્નો આઇ  એસ બી એન(International Standard Book Number) નંબર લેવો જોઇએ અને તે કિંમત સાથે બેક ટાઈટલ ઉપર છપાતો હોય છે.
  7. આ આખી ફાઇલ પી ડી એફ કરીને માર્કેટીંગ સંસ્થાઓ જેવી કે એમેઝોન અને Lulu, BookSurge, CreateSpace, iUniverse, Xlibris, Author House, Outskirts, Bookganga, ekatrabooks ને માર્કેટીગ માટે આપી શકાય. આ પબ્લીશરો પાસેથી મળતી માર્કેટીંગ સેવાઓ મહદ અંશે નાણાકીય લાભ લાંબા ગાળે આપતી હોય છે તેથી ધીરજ અગત્યનો ગુણ છે.
  8. તમારા પુસ્તક્ને સંપૂર્ણ બનાવવા માંગતા હો તો સારો પ્રૂફ રીડર અને સારુ ટાઈટલ સોનામાં સુગંધ પુરશે.
  9. જાતે પ્રસિધ્ધ થયેલ ઇ બુકનાં રીવ્યુ આવતા હોતા નથી તેથી તેનો પ્રચાર મહદ અંશે ઇ મેલ અને મિત્રો દ્વારા કે ગ્રુપ દ્વારા વધુ થતા હોય છે
  10. લેખક અને પ્રકાશકોનો સહિયારો પ્રયત્ન આવા પુસ્તકોમાં પરિણામ લક્ષી હોય છે.. પરંતુ ઇ બુક ભારતમાં હજી અમેરિકા જેટલી બહુ પ્રચલીત નથી

ઈ બુક ઉપર મારા અન્ય લેખો

https://vijayshah.wordpress.com/2012/05/07/e-book-hakka-kono-laabh-kone/

https://vijayshah.wordpress.com/2012/02/16/pustakono-ebbok/

  1. June 8, 2012 at 5:21 pm

    આપનાં લેખો વાંચીને મેં બુકગંગામાં મારી બે ઇ બુક માટે મટીરીયલ મોકલી આપ્યું છે. હજુ પબ્લીશ થઈ નથી. કોમ્પ્યુટરની બાબતમાં ‘ઢ’ છીએ એટલે તકલીફ પડતી હોય છે. પણ આવા લેખો વાંચી શીખવાનું મળે જ છે. ખૂબ ખૂબ ધન્યવાદ.

  2. June 9, 2012 at 6:52 am

    મજાની માહિતી…

  3. August 10, 2012 at 10:42 am

    બુક ગંગામાં મારી એક ઇ-બુક પબ્લીશ થઇ છે. આપનો ખૂબ ખૂબ આભાર..

  1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: