મુખ્ય પૃષ્ઠ > આજનો વિચાર > આજની વાત ( ૨૩)

આજની વાત ( ૨૩)


જીવનસાથી

કેતના એક્દમ સુમ સામ બેઠી હતી અને અચાનક મમ્મી ને કહે “ મમ્મી મારે તો મરી જવું છે.”

“ પણ કહે તો ખરી તને શું દુઃખ છે “

“મમ્મી કેતન મારું કહ્યું માનતો જ નથી” “આત્મ હત્યા માટે આ કારણ ખોટુ છે”

“હા પણ હું તેની ઘરવાળી… મારું કહ્યું તો માનવું જ પડેને?”

“બેટા આ જીદ ખોટી. તુ સાસરવાસી.. તેજ તારું ઘર અને કેતન એ ઘરમાં તારા કરતા વધુ રહેલો તેથી તેને તે ઘરમાં સ્થિર કરવા એ પ્રયત્ન કરે તે સ્વાભાવિક છે. તેથી ખરેખર તો પહેલા વર્ષે તો તે જે કહે તે તારે માનવાનું હોય”

“મમ્મી તુ તો કેતન ની જ સાઈડમાં છે. તારે તો કેતનને કહેવું જોઇએ કે મારું કહ્યુ માને”

“ જો બેટા હું કોઇની સાઈડમાં નથી. વહેવારીક વાત કરું છું.”

“ મમ્મી! હું કેતન ઉપર હક્ક કરું તો એમાં ખોટું શું છે?”

અત્યાર સુધી મા દીકરીની વાતો સાંભળતા પપ્પા બોલ્યા “ બેટા હક્ક અને ફરજોની બાબતે એવું છે કે ઇંડુ પહેલું કે મરઘી પહેલી . હું તો એવું માનું કે પહેલા આપ્ણે વેંત નમીયે તો સામેનું પ્રિય પાત્ર ફુટ નમે.. અને નમે તે સૌને ગમે…”

“ પપ્પા તમે પણ?”

“તારી મમ્મીએ તો મારા ઘરમાં આવતાની સાથે જ ઘરને નંદનવન કર્યુ હતું અને પતિ અને પત્નિ..બંને માટે એક મેકનાં સ્પર્ધક થવાને બદલે પૂરક થાવ તો જ તે બને..”

“ હું એજ કહું છું ને કે મારી પણ વાત એણે માનવી જોઇએને?”

“હા હું તારી વાત ત્યારે માનુ જ્યારે તુ પ્રેમથી કહે..હું જીવનસાથી છું નોકર નહીં.. હક્ક મેળવવા કેટલીક ફરજો પણ બજાવવી પડે. હથોડા મારીને ઝાડ ના ઉછરે. તેને પ્રેમથી સીંચવુ પડે” કેતને પાછળથી ટહૂકો કર્યો

Advertisements
  1. હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.
  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: