મુખ્ય પૃષ્ઠ > Uncategorized > ભીંસાયેલી રહેવા દે… ગૌરાંગી પટેલ

ભીંસાયેલી રહેવા દે… ગૌરાંગી પટેલ


છેલ્લ વેલો તુ ક્યારે મારી તરફ પીગળ્યો હતો
પહેલ્વહેલ્લો તું ક્યારે મારી પ્રત્યે કઠોર થયો હતો?

ભીંસાયેલી રહેવા દે મને બસ,
એ બંને ક્ષણો વચ્ચે
બહાર નીકળીશ તો રુંધાઇ જઇશ
મારો ચહેરો કે મારી પ્રતિકૃતિની શોધમાં તુ
જો પહોંચી જઈશ ચંદ્રમાં સુધી તોય ….
હું નહીં જ મળુ…
બસ, જરા અમસ્તુજ મલકીને જો તારી પાંપણ તળે
ઝાંકતી જરાક હું તને જડી જઇશ

આમ પણ … હમણાના આપણે “ઝગ્ડ્યા નથી…”
ને એવુ બધું …રહેવા દે…
મારા વિના તને જરાય “ચાલતુ નથી…”
ને એવુ બધું …કહેવા દે….
રોજ રોજ શું મળુ તનેઃ બીજુ મને કોઇ કામ નથી?
ચાલ ખસ જોઉ,
…તને યાદ કરી લેવા દે!

આંસુઓના સાગર તળે નથી ડુબવું મારે,
હાસ્યનાં ફુવારા મહીં જ તરવા દે!

તને રીઝવવાને મથતા મારા ચાળાઃ
સહેવા દે!
ભીંસાયેલી રહેવા દે…
રીસામણા મનામણાના લેખા જાખા કરીશું કદીક
આજતો નિત્યક્રમ પ્રમાણે
તોફાનો થવાદે!

 આમ, અમસ્તીજ, લટાર મારવા નીકળી ‘તી હું
મારા હ્રદયમાં
ચોંકાવી દીધી મને, તેં મને જ મળીને!
કાંક તો ઘટી રહ્યુ છેઃ કહેવા દે,

 જિંદગી આમજ ધબકતી રહેવા દે!
આપણ ધબકારા વચ્ચે,
મુને
ભીંસાયેલી રહેવા દે…!

કાવ્ય સંગ્રહ “આચમનમ સાશ્વતમ… “માંથી

( જરાક વડોદરીયા ભાષાનાં ઉચ્ચારણોની છાંટ તે જોડણી ની ભુલો નથી.. પણ તે લહેકા સાથે વાંચશો  તો કાવ્ય સુપેરે ઉભરે છે પ્રિયતમને રીઝવવા આવા ખુલ્લા હ્રદયનાં એકરારો કદી પ્રિયતમને રીસાયેલો રહેવા ન દે. સલામ આવી શૈલીને  )

વધુ માહિતી

 www.gaurangipatel.comwww.babypearl.co.in

Advertisements
Categories: Uncategorized
  1. મે 31, 2012 પર 4:42 એ એમ (am)

    Thanks a ton, Vijaybhai…maari gamti evi kavita tame share kari, ghanoj aabhaar!!!!!! FB per, tamne shodhya, pan malya nathi…jaan karu chhu…Tya pan aaj share karyu chhe…Tamara pustak badal abhinandan, temaj, thanks!!!

  2. મે 31, 2012 પર 4:44 એ એમ (am)

    Thanks, Himanshubhai!!

  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: