મુખ્ય પૃષ્ઠ > પ્રકીર્ણ, માહિતી > માતૃદિને વહાલી માને વંદન કરીએ-જય ગજજર, C.M., M.A.

માતૃદિને વહાલી માને વંદન કરીએ-જય ગજજર, C.M., M.A.


‘માતૃદેવો ભવ’ એ શબ્દો’ અંતરના ઊંડાણમાંથી ઉચ્ચારી બે હાથ જોડી વંદન કરી આપણને આ ધરતી પર એક માનવ તરીકે જન્મ આપનાર એ માને યાદ કરીએ. એના સદા સુખ માટે એક સાચા સંતાન બની રહેવાનો સંકલ્પ કરીએ. મા તે મા બીજા બધા વગડાના વા. મીઠા મધુ ને મીઠા મેહૂલા રે, લોલ, એથી મીઠી મોરી માત રે, જનનીની જોડ જગે નહિ જડે રે લોલ. આવા તો કેટલાય શબ્દોમાં કવિઓએ માનું મહત્ત્વ સમજાવ્યંુ છે. મા નિર્મળ વહેતી સરિતાને શોભાવે એવા પ્રેમનું અખૂટ ઝરણું છે જે સદા પળે પળે પ્રેમની ગંગા વહાવે છે. માની સરખામણી કોઈ સાથે કદી ન થઈ શકે. માનવ હોય કે પશુ હોય કે પંખી હોય મા એના સંતાન માટે જીવન ખર્ચી નાખે છે. મા એના સંતાનને સ્તનપાન કરાવે છે, ઉછેરે છે, પળે પળે કાળજી લે છે, સંસ્કારોનું સિંચન કરે છે, પોતે ભૂખી રહી દીકરા કે દીકરીને ખવડાવે છે. ‘ઓ મા, તારું ૠણ અમે કેવી રીતે અદા કરી શકીએ?’

હે મા! પુરાણ કાળથી તારા મહત્ત્વને સમજાવતાં ‘માતૃ દેવો ભવ’ કહી તને દેવ સાથે સરખાવી છે. ‘માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ’ કહેનાર ઋષિમુનિઓએ માને દેવ ગણવા, દેવ જેવો આદર આપવા જણાવ્યું છે. જેણે નવ નવ મહિના દુઃખ વેઠી સંતાનને જન્મ આપી,દિવસ કે રાત જોયા વિના જાતને નિસ્વાર્થ પણે ઘસી નાખી સંતાનોના જીવનને ઘડયાં છે એ સંતાનો માબાપને ધુત્કારે કે હડસેલી મૂકે એવા દાખલા સમાજમાં જોઈએ છીએ ત્યારે એવા લોકો પ્રત્યે સ્વાભાવિક જ તિરસ્કાર જાગે છે. એક સંસ્કારી અને સુધરેલી માતા સો શિક્ષકોની ગરજ સારે છે એ સત્ય કદી ન ભૂલીએ. માને કોઈ વૃધ્ધાશ્રમમાં ભૂખી, તરસી મોતના દિવસો ગણતી વિલાપ કરતી હતપ્રાય દશામાં દિવસો ગુજારતી હોય ત્યારે એના મુખમાંથી શબ્દો સરી પડે, ‘જનની જણે તો જણજે કાં દાતા કાં સૂર નહિતો રહેજે વાંઝણી મત ગુમાવીશ નૂર.’ ત્યારે એ માને દોષ ન દેવાય, બલ્કે દય ખવાય. એવાં સંતાનો માટે ધિકકારની લાગણી સર્જાય તો સમાજ ખળભળી ઉઠે કે ધરતીકંપના આંચકાઓથી ધરતી ધ્રૂજે નહિ તો બીજું થાય પણ શું? આખરે આપણા પુરાણોમાં ધરતીને એક માતા કહી છે. એક મા બીજી માનું દુઃખ જોઈ શકતી નથી.

આ મા એટલે શું? સંતાન માટે જીવનનું બલિદાન આપે તે મા. બાળકને જન્મ આપી મા એનું જીવન ઘડે છે. સમાજ સામે ઝઝૂમવા તૈયાર કરે છે. સમાજ સામે રક્ષણ કરે છે. સ્વરક્ષણ માટે તૈયાર કરે છે. ધર્મના અને આદર્શના મહામૂલા પાઠ ભણાવે છે. સુંદર હોય કે કદરૂપો હોય, ડાહ્યો હોય કે ગાંડો હોય, શિક્ષિત હોય કે અભણ હોય, ગરીબ હોય કે તવંગર હોય- માના ઉછેરમાં કે દષ્ટિમાં કોઇજ ફેર નથી પડતો. એક સંતાન હોય કે સાત સંતાન હોય, માને મન બધાજ સરખા.

ભગવાને માનું દિલ ઘડી એક મહાન સર્જન કર્યું છે.સર્જનહારે પ્રેમનો મહાસાગર સજર્યો છે. એટલે જ યુગોથી માનું મહત્ત્વ એક દેવ સમાન ગણાયું છે. આવી માને યાદ કરી જાહેરમાં આદર કરવાનું મહત્ત્વ છેલ્લાં કેટલાંક વર્ષોથી પશ્ચિમના દેશોના પ્રભાવ અને અનુકરણને પરિણામે આપણે ત્યાં અસ્તિત્વમાં આવ્યું છે. વર્ષો પહેલાં ગ્રીસમાં અને પછી ઈંગ્લેન્ડમાં ‘મધર્સ ડે’ એટલે કે માતૃદિનની ઉજવણીની શરૂઆત થઈ હતી. નોર્થ અમેરિકામાં જાહેરમાં સન્માનનો પ્રારંભ આજથી લગભગ સો વર્ષ પહેલાં થયો હતો. ધીરે ધીરે માના સન્માન અને આદરની વાતો બહુ પ્રચલિત થઈ એટલે જ મધર્સ ડે જેવા દિવસે માને પૂજનીય ગણી સન્માનવાની પ્રથા અમલમાં આવી. આ વર્ષે ‘મધર્સ ડે’ રવિવાર તારીખ ૧૩મેએ આવે છે. ઉત્તર અમેરિકામાં ‘મધર્સ ડે’નો આરંભ ૧૯૦૮માં થયેલ એટલે આ વર્ષે એને ૧૦૪ વર્ષ પૂરાં થાય છે.અન્ના રેવિસ જાર્વીસના અવસાન પછી એની દીકરી અન્ના રેવિસે એની માની સ્મૃતિમાં માતૃદિન ઉજવવાની ઝુંબેશ શરૂ કરી. જેણે ચર્ચની સન્ડે સ્કુલમાં વીશ વર્ષ શિક્ષણ આપવા માટે ગાળ્યાં હતાં તેના પાદરીએ એના આવા સરસ વિચારને આવકાર્યો. અને પ્રથમ માતૃદિનની ઉજવણી વેસ્ટ વર્જિનિયાના ગ્રેફટોનના એન્ડૃ મેથડિસ્ટ ચર્ચમાં અને પેન્સિલવાનિયાના ફિલાડેલ્ફિયાના ચર્ચમાં ઉજવવામાં આવેલ. એ વખતે વેસ્ટ વર્જિનિયાના મહોત્સવમાં ચારસોને સાત લોકોએ ભાગ લીધો હતો અને તે દરેકને અન્નાની માને ગમતા સફેદ પુષ્પની લહાણ કરવામાં આવી હતી. આજે ‘મધર્સ ડે’ના દિવસે સફેદ પુષ્પ મૃત માના સન્માર્થે અપાય છે અને જીવંત માનું સન્માન ગુલાબી અથવા લાલ પુષ્પથી કરાય છે. આ મેથડિસ્ટ ચર્ચ આજે પણ અસ્તિત્વમાં છે પણ ૧૯૬૨થી એ આંતરરાષ્ટ્રિય માતૃદિન મંદિર તરીકે ઓળખાય છે.

૧૯૦૮માં અમેરિકાની સેનેટે માતૃદિનને રાષ્ટ્રિય રજાના દિવસ તરીકે ઉજવવા અને ચર્ચમાં માતાઓને સન્માન આપતાં ભજનો કરવા ઠરાવ કરેલ પણ એ દરખાસ્ત પસાર ન થઈ. જો કે ૧૯૦૯મા અમેરિકાના ૪૮ રાજયો, કેનેડાના કેટલાક રાજયો અને મેકિસકોએ આ દિન ઉજવવામાં ભાગ લીધો. આમ વેસ્ટ વર્જિનિયાને આ દિનના પ્રારંભ માટે યશ જાય છે. ૧૯૧૪થી નોર્થ અમેરિકામાં મે મહિનાના બીજા રવિવારે માતૃદિન ‘મધર્સ ડે’ તરીકે ઉજવવાનો પ્રારંભ થયો. જે માને કુખેથી આપણે જન્મ લીધો છે તે મા પરમ વંદનીય છે. આપણી સંસ્કૃતિમાં ધરતીને પણ માતા કહેવાય છે. ધરતીમાતાના આપણે સંતાન છીએ. આજના માતૃદિને આપણી માતાને વંદન કરી હરખભેર ગાઈએ, ‘પૃથ્વી ઉછંગે ઉછરેલ માનવી, હું માનવી માનવ થાઉં તો ઘણું.’ અને આપણી માને સદા સન્માનીએ. કદી એની આંખોમાં આંસું ન આવે તે જોવા એક સાચા સંતાન બની રહીએ અને ઉદાત્ત જીવન જીવવાનો ગર્વ થાય એવા સંતાન બની રહીએ. એ સાથે માતૃદેવો કહી એ વહાલી માને હૃદયપૂર્વક વંદન કરી સદા સન્માનીએ અને પૂજીએ. અમારાં બા ડાહીબેનને આજે યાદ કરી અમે ગર્વ અનુભવીએ છીએ. ખૂબ પરિશ્રમ વેઠી અમારામાં સંસ્કાર રેડી આ ધરતી પર લાવનાર હે મા તારું ઋણ કેવી રીતે અદા કરી શકીએ? આજ તું સામે નથી પણ અમારા અંતરમાં તો છે અને સદા રહેશે એક દેવની

જેમ. માતૃદેવો ભવઃ

41 Palomino Drive, Mississauga, Ontario, Canada L4Z 3H6 Tel 905-568-8025 Email : jaygajjar26@gmail.com

“Neil”, Plot # 207, Sector 29, Gandhinagar, 382 029 Tel 23234273

Advertisements
 1. ashalata
  મે 14, 2012 પર 10:24 એ એમ (am)

  maari vahali maane tem j duniyani sarve maane hradaypuravak VANDAN

 2. મે 21, 2012 પર 8:46 પી એમ(pm)

  ‘મા’ બોલતા મ્હોં ભરાય
  ‘મા’ સુણતા કાને ટાઢક થાય
  ‘મા’ના દર્શને આંખડી ઠરે
  ‘મા’ના સ્પર્શે સ્વર્ગનું સુખ તુચ્છ લાગે

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: