મુખ્ય પૃષ્ઠ > અન્ય બ્લોગ ઉપરથી ગમે > જેવીતેવી ઘટના છે?!– અશોક જાની ‘આનંદ’

જેવીતેવી ઘટના છે?!– અશોક જાની ‘આનંદ’


આખેઆખો માણસ જયારે કોઈ વાતે,આંસુ થઇ રેલાય  એ કોઈ જેવી તેવી ઘટના  છે ?!

છાતી પરનો ભાર અચાનક સૌની સામેડૂસકાં થઇ પડઘાય  એ કોઈ જેવી તેવી ઘટના છે ?!

 

આંખ વચાળે ચાસ બનાવી, જતન કરીને,સોના જેવાં શમણાં રોપ્યાં, ને ઉછેર્યાં, મ્હોરતાં પહેલાં- –

એ શમણાઓ  તૂટે તડાક  દઈને ત્યારે કાચ થઇ ભોંકાય  એ કોઈ જેવી તેવી ઘટના છે ?!

 

વરસો પહેલાં છુટો પડેલો એક ગોઠિયો થઇ આગંતુકસાવ અચાનક એક સવારે આંગણ આવે

ઓળખી એને આંખ તમારી, હૈયું એનું ઝળઝળીયે ભીંજાય  એ કોઈ જેવી તેવી ઘટના છે ?!

 

ઉનાળાની ભર બપ્પોરે ધૂળની ડમરી, વાતી લૂ માં ગુલમહોર મહોરે ને ગરમાળો લૂમે લટકે,

એ જોઇને ‘બ્રેડ પરેડી’ કોઈ માણસ ભીનો થઇ હરખાય  એ કોઈ જેવી તેવી ઘટના છે ?!

 

ભરચક્ક  બસમાં  કોઈ વૃદ્ધા ઉભા ઉભા જાત સંભાળી કરે મુસાફરી, જુવાનિયાં  સૌ બેઠાં રહેતાં,

દિલમાં રામ વસે કોઈ જુવાન ઉભો થાય ને પેલી વૃદ્ધ પોરો ખાય એ કોઈ જેવી તેવી ઘટના છે ?!

 

કોડ ભરેલી કોઈ કન્યા પરણ્યાના થોડા દહાડામાં સાસરિયાના જુલમ-સિતમથી ઘર છોડીને,

બાપને ઉંબર આવી પહોંચે તે ઘડીઓમાં બાપનું દિલ કોરાય  એ કોઈ જેવી તેવી ઘટના છે ?!

 

એક ગલુડિયું કઉં.. કઉં.. કરતુ માને શોધે ગલી ગલીમાં ત્યાં એક ભુલકું તેના ભાગનુંદૂધ પીવડાવે,

ભુલકાનું  મન નાચી ઉઠે ને મન મનમાં ‘આનંદ’ ઉત્સવ થાય  એ કોઈ જેવી તેવી ઘટના છે ?!

– અશોક જાની ‘આનંદ’

વડોદરાની બુધ સભામાંથી માણેલું કવન

Advertisements
  1. મે 11, 2012 પર 5:37 પી એમ(pm)

    સ રસ
    આ પણ માણો
    માણસ જેવો માણસ ક્ષણમાં ધુમાડો થઈ જાય એ કંઈ જેવી તેવી વાત નથી
    ઘરઘર રમતાં પળમાં કોઈ પૂર્વજ થઈ પૂજાય એ કંઈ જેવી તેવી વાત નથી
    વીતી પળના પડછાયાને પકડી રાખે ફ્રેમ કાચ નદીને પેલે કાંઠે કંકુ, કંકણ,
    પ્રેમ તારીખિયાને કોઈ પાને સૂરજ અટકી જાય એ કંઈ જેવી તેવી વાત નથી
    આંગળીઓની વચ્ચે એના ગુંજ્યા કરશે પડઘા હૂંફાળા એ સ્પર્શ ત્વચાથી સાવ થાય છે
    અળગા ઘડી પહેલાં જે ઘર કહેવાતું દીવાલો કહેવાય એ કંઈ જેવી તેવી વાત નથી
    સૂરજનો અજવાશ ગોખમાં દીવો થઈને થરકે સ્તબ્ધ ઊભેલી રેતશીશીમાં રેત હવે નહિ
    સરકે પાંપણ ઉપર દર્પણ જેમ જ ઘટનાઓ તરડાય એ કંઈ જેવી તેવી વાત નથી

    તમે પણ લખો જેમ કે
    એક ચર્મકારની દીકરી દેશના સૌથી મોટા રાજ્યની ત્રણ ત્રણ વાર મુખ્યમંત્રી બને
    લોકશાહીનો જ આ એક વિશિષ્ટતા એ કોઈ જેવી તેવી કે નાની- સૂની ઘટના નથી

    રચનાઃ સંદીપ ભાટિયા સ્વરઃ આશિત દેસાઈ ક્લીક કરો અને સાંભળોઃ Jevi_Tevi_Vaat_Nathi
    -Sandeep_Bhatia-Ashit_Desai.mp3

  2. સુરેશ જાની
    મે 12, 2012 પર 3:11 પી એમ(pm)

    એક ગલુડિયું કઉં.. કઉં.. કરતુ માને શોધે ગલી ગલીમાં ત્યાં એક ભુલકું તેના ભાગનુંદૂધ પીવડાવે,

    ભુલકાનું મન નાચી ઉઠે ને મન મનમાં ‘આનંદ’ ઉત્સવ થાય એ કોઈ જેવી તેવી ઘટના છે ?!
    ———-
    અદ્‍ભૂત . આવી જ પ્રેમની બીજી વ્યાખ્યા વાંચવા મળી હતી.
    ‘નાનો ભાઈ દફ્તરમાંથી ચોકલેટ ચોરીને ખાઈ જાય છે.’ – એ જાણવા છતાં બહેન રોજ દફ્તરમાં, એ જ જગ્યાએ ચોકલેટ રાખે – એ પ્રેમ છે.
    ————
    આવી જ લાંબા કાફિયા વાળી રચના ..

    તોફાનને દઈને અણછાજતી મહત્તા, તું વાતનું વતેસર ના કર; ક્ષમા કરી દે.

  3. મે 13, 2012 પર 9:58 એ એમ (am)

    લાંબી બહેરમાં આવી સુંદર રચના ! જેવી તેવી ઘટના છે ?!

    અભિનંદન !

  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: