મુખ્ય પૃષ્ઠ > માહિતી, સાહિત્ય જગત > ઈ બુક – હક્ક કોનો? લાભ કોને?

ઈ બુક – હક્ક કોનો? લાભ કોને?


 

 

ઈ બુક નો સાચો અર્થ તો ઇલેક્ટ્રોનીક ફોર્મેટમાં છપાયેલુ પુસ્તક એમ ઓક્ષ્ફોર્ડ ડિક્ષનરી કહે છે. બીજી ભાષામાં કહીયે તો તકનીકી સુધાર સાથે થતુ પ્રકાશન જેમાં લેખક્નું બુધ્ધીધન નવા સગવડ ભર્યા સ્વરૂપે પુનઃ પ્રકાશીત થાય છે. અને તેથી તે કોમ્પ્યુટર પર જ રહેતી નવી પેઢીને આકર્ષે છે તે બીન વિવાદે છે.પુસ્તક વાંચી જ શકાય.. જ્યારે ઇ બુક વાંચી શકાય.. લેખકને કાવ્ય પઠન કરતા જોઇ શકાય કે પુસ્તક ભજ્વાતુ નાટ્ય સ્વરુપે પણ માણી શકાય છે.

પ્રકાશકો હવે એ નવા સ્વરુપને આવકારે અને લેખકોને મળતા વળતર કે રોયલ્ટીને વધારે તે વહેવારીક વાત છે કારણ કે ઇ બુક રુપાંતરણ માં તેઓ તેમના પ્રસિધ્ધી હક્કોને દ્વીગુણીત કરેછે એટલે કે આવકો વધારે છે ( અન્ય સૌ ખર્ચ એક જ વખત કરીને) વળી એક વર્ગ એમ ભય સેવે છે કે આ પધ્ધતિ તેમના છપાયેલા પુસ્તકોનું વેચાણ ઘટાડશે…ત્યાં હું માનું છું કે તેવું થવાનું તો છે  અને નથી પણ કારણ કે નવી પધ્ધતિ આજે મોંઘી છે પણ તે સમય જતા સુલભ અને સરળ થૈ જ જવાની છે…અને વાચક કે જે પૈસા ખર્ચવાનો છે તેને જે પધ્ધતિ અનુકૂળ છે તે જ તે અપનાવશે પણ આ આવનારો સમય જ દર્શાવશે. મારા જેવો વાચ ક કે જે ચોપડી ને હાથમાં લૈ આરામ ખુરસીમાં અઢેલીને વાંચવા માંગશે તે તો પુસ્તક જ વાંચવાનો છે.

એક વિચારધારા જે લેખકોને તેમની આ નવી આવકધારાને રોકવા પોતાની સમગ્ર તાકાત લગાડી એમ કહી રહી છે કે “ આ બધી વાતો છે કશુ થવાનું નથી..લોકો પાસે ઇ બુક ખરીદવા જરુરી કોમ્પ્યુટર ક્યાં છે? પુસ્તક્ની કોપી થi જાય પાઇરેસી માં મ્યુઝીક ઇંડસ્ટ્રીનાં શું હાલ થયો? છપાયેલ પુસ્તકો સસ્તા હોય છે. વિગેરે  વિગેરે.”

તેઓ આજે સાચા છે પરંતુ સમય કે નવી પેઢી કહેશે કે સાહિત્યને સાચવવાનું અને સંરક્ષણનું કામ આ તકનીકે બહુ જ સુંદર રીતે કર્યુ છે અને પ્રચાર અને પ્રસારનું કામ વૈશ્વિક સ્તરે ખુબ જ સરળ રીતે કરેલ છે.

મારી જાણ માં ગુજરાતી ભાષામાં આ ઈ બુક પ્રકાશન કાર્ય બે વ્યક્તિઓ કરી રહી છે અને નસીબ જોગે બંને અમેરિકા સ્થિત છે એક એકત્ર.કોમ નાં અતુલ રાવળ અને બીજા બુક્ગંગા.કોમ નાં મંદાર જોગલેકર. તકનીકી ધોરણે પાઇરસી યુધ્ધ્ને જીતવામાં મંદાર જોગલેકર જુના જોગી છે અને ભારતીય સર્વ ભાષાઓમાં પોતાની સર્વોપરિતા દર્શાવી રહ્યા છે.

પ્રકાશક અને લેખકોમાં કોપી રાઇટ શબ્દ માં વિવાદ છેડાઈ શકે તેમ છે પણ ફાયદો તો હંમેશા વાચકોને જ થવાનો છે કારણ કે દુર્લભ કે અલભ્ય પુસ્તકો એક સ્થળે થી મળવાની શક્યતા અને તે પણ બજારથી ૨૦ થી ૨૫% નીચા ભાવથી વેચાણ કરવાનું ઇ બુક સ્વરુપને પરવડે તેમ છે કારણ કે તેમને પ્રીંટીંગ અને વિતરણ ખર્ચ નહીંવત છે. ઈ મેલ દ્વારા આખુ પુસ્તક ઓર્ડર મળતાની સાથે મોકલી શકાય છે.

લેખકોનાં મતે પ્રીંટ જેમ એક માધ્યમ છે તેમ જ ઇલેક્ટ્રોનીક એક જુદુ માધ્યમ છે તેને કારણે વિશ્વભરમાં તેમને પ્રસિધ્ધિ મળે તેનું તેમને ભારે આકર્ષણ છે. લેખક અને પ્રકાશક બંને એક મેકનાં પૂરક હોવાથી જે ઘનિષ્ટતા હતી ત્યાં આ નવી તકે ક્યાંક ઘર્ષણ તો ક્યાંક શોષણ અટકાવવાનાં પ્રયત્નો થતા દેખાયા છે. જુના કાનુની દસ્તાવેજોમાં ઇ બુક નો ઉલ્લેખ નથી તેથી સફળ લેખકોને સાચવવા પ્રકાશકોએ મથવુ પડશે જ્યારે છેલ્લા કેટલાંક વર્ષોમાં આવેલા પુસ્તકોમાં નવા લેખકોએ પ્રકાશકોને વધુ નાણા આપો વાળી ઝુંબેશ ઉપાડવી પડશે.

રેડિઓ અને ટીવીની સ્પર્ધા થી રેડીયો જતો રહ્યો તેવું તો નથીજ… રેડીયો પોતાનું સ્વરુપ જાળવી શક્યો છે અને ઇંટર્નેટનાં માધ્યમ થી સમગ્ર વિશ્વમાં છવાયેલો છે જ.

ઈ બુક સાહિત્ય સંરક્ષણ અને સંવર્ધન બંને રીતે ઉપયોગી છે આપણી  માતૃભાષાનાં સમૃધ્ધ વારસાને સાચી ભાષામાં અમર અને ચિરંજીવ બનાવતી આ તકનીકને આવકારતા એટલું જરુર કહીશ કે નરસિંહ મહેતા નાં સમયમાં આ શોધ જો થૈ હોત તો નરસિંહ મહેતાનાં પ્રભાતિયા એમના જ કંઠમાં આપણે સાંભળતા હોત કે કોમ્પ્યુટર ઉપર ઝવેરચંદ મેઘાણીની લોક કથાઓ સાંભળતા હોત.

ખૈર! આજે એજ કાર્ય પ્રકાશકો ગુણવંત શાહ, મોરારી બાપુ, મહંમદ માંકડ કે ડો ચીનુ મોદી કે ડો સુરેશ દલાલને ડિજીટાઇઝ સ્વરુપે ચિરંજીવ કરે તો તે માતૃભાષા સંરક્ષણ નું શ્રેષ્ઠ કાર્ય હશે

વિજય શાહ

 1. મે 7, 2012 પર 4:03 પી એમ(pm)

  ખૂબ નવું જાણવા મળ્યું

 2. મે 8, 2012 પર 3:08 એ એમ (am)

  very good thoughts.

  New English speaking generation may not buy or read these books.Most of the books may end up on-line in a e-book format.

 3. Neeta Kotecha
  મે 8, 2012 પર 7:05 એ એમ (am)

  mane to aa vat ma bahu j ras padiyo che..have ek j kam che ke e book banava mate kam shuru kari devanu ane lokone aani jan pan karta rahevani…ane me bahu loko ne aa babate jan kari che.. ek vinanti vijaybhai ke jo aa vat ne tame mane english ane hindi ma aapi shako to aa vat no prachar vadhare thashe karan maru ek jagat aakhu hinidi sahityanu pan che to ema pan hu vat kari shaku…

 4. મે 10, 2012 પર 6:19 એ એમ (am)

  સરસ વિજયભાઈ !

 1. જૂન 8, 2012 પર 7:45 એ એમ (am)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: