મુખ્ય પૃષ્ઠ
> અન્ય બ્લોગ ઉપરથી ગમે > એકાંતે આવી તારી યાદ (3) –નિખિલ જોશી
એકાંતે આવી તારી યાદ (3) –નિખિલ જોશી
જુના જર્જરિત પુસ્તકમાં
બે પાનાં વચ્ચે ધરબેલી
એક ફૂલ પાંખડી ની જેમ
મારી અવાવરું છાતીએથી
ઉગી નીકળ્યો તારો હુંફાળો સ્પર્શ
જેને છાતીનાં પોલાણમાં સદીઓથી
જતન કરીને જાળવ્યો છે
મારા શરીર પર નાં રૂંવાડા જાણે
તારા એ સ્પર્શ નાં મહાકાવ્ય પર
આંદોલિત થવા સતત થનગનતા
ઘર ની દીવાલો પર મેં રંગી ને રાખી છે
મારી અબોલ એકલતા
બારી બારણાં નાં કિચૂડ કિચૂડ અવાજ માંથી
ફુટી નીકળતો ધ્વની
મારી એકલતાના અબોલપણા ને
મ્હેણાં મારતો આખાય ઘર માં ઘૂમરાયા કરે છે
શાંત નિરવ રાત્રિનાં પ્રહરમાં
અંધારા ઉલેચી પથારીમાં પડ્યા પડ્યા
હૃદય માં તે રોપેલી કેટલીક ક્ષણો ને
વિસ્મયપૂર્વક પંપાળતા રહેવું
અને બસ એ સમયે
તારી યાદ મને
એકમાંથી અનંત સુધી તાણીને લઇ જતી
અને જન્મ થતો મારા એકાંતનો
મારા ‘હું’ પણાં નાં અંત નો .
–નિખિલ જોશી
Advertisements
Categories: અન્ય બ્લોગ ઉપરથી ગમે
અતિ સુન્દર શબ્દોની સજાવટથી સુશોભિત કાવ્ય.
એક એક શબ્દ હ્રદયને સ્પર્શી જાય છે,