Home > અંતરનાં ઓજસ, વાર્તા > માંડવાળ ખાતું.-પલ્લવી મિસ્ત્રિ

માંડવાળ ખાતું.-પલ્લવી મિસ્ત્રિ


નીલીમાએ પોતાની ખાસમ ખાસ ફ્રેંડ મીનળ પાસે ઊધાર લીધેલા એક હજાર રુપિયા, એક દિવસમા, એક અઠવાડિયામા, પંદર દિવસમા અને એક મહિનામા પાછા આપવાના કરેલા વાયદાઓ પાળી ના શકાતા, એની માફી માંગતા કહ્યું,

‘આઇ એમ વેરી સોરી, મીનૂ, વારંવારના વાયદા છતાં તારા એક હજાર રુપિયા હું આજે પણ પાછા વાળી શકું એમ નથી.’

‘અરે! એમા આમ સોરી કહેવાની કોઇ જરૂર નથી, નીલૂ.’

‘પણ તને એ રુપિયાની જરૂર તો હશે જ ને?’

‘હા, જરૂર તો છે, પણ મારી પાસે હમણા બીજા રુપિયા છે, તું ચિંતા ના કર, તારી સગવડ થાય ત્યારે આપજે.’

‘અને ધાર કે સગવડ ના થઇ તો?’

‘તો કંઇ વાંધો નહી. તું મારી ખાસ ફ્રેંડ છે.’

‘પણ તો ય………..’

‘ચાલ, અત્યારે જ  એ રુપિયા ‘માંડવાળ ખાતે’ લઉં છું. માનીશ કે મેં તને એ ગીફ્ટ કર્યા, બસ?’

‘ધેટ્સ ગ્રેટ, મીનૂ. આવું જો તું તારી જીંદગીમા બીજા ખાતા માટે પણ કરતી હોય તો?’

‘હું સમજી નહી, નીલૂ.’

‘જો સાંભળ મીનૂ. આસ્ટ્રેલિયા ગયેલો તારો દિકરો સુનીલ ભણીગણીને જોબ લઇને, ઓસ્ટ્રેલિયન છોકરીને પરણીને ત્યાં જ સેટલ થઇ ગયો, ખરું?

“…”

એ તને પૈસા મોકલવાનુ તો ઠીક, ઇંડીયા અવવાની ય ઠીક, પણ તારી સાથે વાતચીત નો વ્યવહાર રાખતાં ય કતરાય છે, ખરું?

“…”

તેં એને અનેક્વાર ફોન કર્યા, અનેક્વાર ઇમેલ કર્યા, પત્રો પણ લખ્યા, પણ સરવાળે…?

“”…”

’નો રીપ્લાય’. આ બાબતે તું પરેશાન છે, ટેંશનમા છે, સતત દુ:ખી રહે છે. મને આપેલા રુપિયા  તું ગીફ્ટ સમજી ભૂલી જવા તૈયાર છે. તેમ તારી પૂત્રવધૂએ છીનવી લીધેલા તારા દિકરા ને પણ ગીફ્ટ આપ્યો સમજી ભૂલી જા. મને આપેલા રુપિયા સિવાયના  રુપિયાથી તારું કામ ચાલી જાય છે, તેમ જ તારા દિકરા સિવાયના તારા અન્ય સગાઓ, દા.ત. તારા પ્રેમાળ પતિ, તારા કાળજી કરનારા દિકરી જમાઇથી તારું કામ ચલાવી લે.’

‘અને હા, મારી પાસે તારા જેવું સાચું કહેનારી આત્મીય ફ્રેંડ પણ તો છે.’

‘બસ, તો પછી જે ‘નથી’ એના પર ધ્યાન કેંદ્રિત કરવાને બદલે જે ‘છે’ એના પર તારું ધ્યાન કેંદ્રિત કર તો તારું જીવન સુખી અને ઊત્સાહમય બનશે.’

‘સમજદાર કો ઇશારા કાફી હૈ.’ એમ મીનળ માટે નિલીમાની આટલી સલાહ બસ હતી.

તે જ દિવસથી અને તે જ ઘડીથી મીનળે પોતાના દિકરા સુનીલનુ નામ ‘માંડવાળ  ખાતું’ મા મૂકી દઇને પોતાના આળા થયેલા મનને સમજાવી  લીધું. પોતાનું ધ્યાન અન્ય સગાવહાલાઓ અને અન્ય સદ્પ્રવ્રુતિઓ મા જોડીનેજીવન સહજ, સરળ અને સુખમય બનાવી  લીધું.

  1. રજનીકાન્‍ત વિભાણી
    February 26, 2012 at 2:31 pm

    શક્ય તમામ પ્રયત્‍નો પછી પણ સફળતા ના મળે તો માંડવાળ ખાતે મુકવામાંજ શ્રેય છે.વેપારીઓ પણ દર દિવાળીએ કેટલાક કિસ્‍સામાં આવુંજ કરી બાકીના વેપારમાં ધ્‍યાન આપે છે.

  2. pinki
    મે 25, 2012 at 6:39 pm

    Nice Vijaybhai…

  1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: