મુખ્ય પૃષ્ઠ > અન્ય બ્લોગ ઉપરથી ગમે, પ્રકીર્ણ, માહિતી, સાહિત્ય જગત > પુસ્તકોનો એક્વીસમી સદીમાં ઇ. બુક સ્વરુપે પ્રવેશ _વિજય શાહ

પુસ્તકોનો એક્વીસમી સદીમાં ઇ. બુક સ્વરુપે પ્રવેશ _વિજય શાહ

ફેબ્રુવારી 16, 2012 Leave a comment Go to comments

  

 

 

 

 

 

 

૮માં ધોરણમાં ભણતો એક નાનક્ડો કિશોર વેકેશનમાં જુનાગઢની લાઇબ્રેરીનાં સમગ્ર પુસ્તકો વાંચી લીધા પછી પુસ્તકાલયનાં અધિકારી  સાથે વાત કરતો હતો.. “આ કિશોર વિભાગમાં નવા પુસ્તકો ક્યારે લાવો છો? આ બધા તો બે બે વખત વંચાઇ ગયા…”

સામાન્યતઃ ૧૯૬૨-૬૩માં જવાબ એજ મળતો “કોઇક અનુદાન મળશે તો નવા પુસ્તક આવશે”

બરોબર ૫૦ વર્ષે જો એનીજ ઉમરનો કોઇ બાળક જો આ પ્રશ્ન પુછે તો જવાબ મળે કોમ્પ્યુટર ખોલ..નવી ઇ બુક્સ રોજની હજાર નાં પ્રમાણે આવે છે

હા. પહેલા આ ઇ બુક પી ડી એફ સ્વરૂપે મળતી હવે તેને કીંડલ કે આઇ પેડ ના સ્વરુપે રુપાંતરીત કરી કેટલીયે નવી સવલતો સાથે મળે છે. અને યુવા વર્ગ કે જે ગુજરાતી લખતો કે વાંચતો નથી કહેતા કેટલાય ટીકાકારોને જડબે સલાક રીતે હજાર જેટલા બ્લોગો રચીને યુવાનોએ મંતવ્ય સુધાર્યુ છે કે… તેઓ ગુજરાતી રચે છે ..વાંચે છે અને વહેંચે પણ છે..હા. પણ અમે પુસ્તક સ્વરુપે નહી પણ તકનીકી સ્વરુપે અમે વાંચીયે છે. જેમકે રીડ ગુજરાતી કે લય સ્તરો અને પરમ ઉજાસ જેવી વેબ પેજ પર દિવસ્ની ૫૦૦થી ૬૦૦ મુલાકાતો એટલું તો સુચવે જ છે કે સુઘડ અને સારુ સાહિત્ય તો દરેક સ્થળે વંચાય છે જ.

એમેઝોન અને બાર્ન્સ નોબેલ જેવા સ્ટોરોની વેબ સાઇટો જોશો તો અંગ્રેજીમાં ઘણા પુસ્તકો ઇ બુકમાં મળે છે..

 આ ઇ બુક છે શું? અને તે પધ્ધતિ આવનારા વર્ષોમાં શું ચમત્કાર કરી શકશે તે વાત આજે મારે આપને કહેવી છે.

પુસ્તક યુગનાં રસિકોને આજે પણ વરંડાની આરામ ખુરશીમાં કે હીંચ્કે ઝુલતા ઝુલતા પુસ્તક વાંચવું ગમે છે.૨૦૦થી કોમ્પ્યુટર જગતે દુનિયાને સાવ નાની કરી નાખી..ગુજરાતી સહિત ભારતની દરેક ભાષાઓ માટે “ટ્રાન્સલીટેરેશન” દ્વારા કી બોર્ડ શોધાયા.. અને સોનલબેન વૈદ્ય ,મૃગેશ શાહ નીલેશ વ્યાસ, વિશાલ મોણ્પરા જેવા ઉત્સાહી અને માતૃભાષા માટે અનહદ પ્રેમ ધરાવતા કોમ્પ્યુટર જ્ઞાતાઓ એ વિશ્વભરમાં ફેલાયેલી ગુજરાતી પ્રજાને ગુજરાતી ભાષાનો અમુલ્ય વારસો વેબ પર ઢગલે બંધ પીરસવા માંડ્યો

૨૦૦૯નાં તબક્કામાં એડોબી એ નવી પધ્ધતિ વિકસાવી કે જેમાં કોમ્પ્યુટર પર પુસ્તક વાંચતો વાચક પાનુ ફેરવી શકે. ફોંટ નાનામોટા કરી શકે રંગીન ચિત્રો જોઇ શકે અને ઑડીયોમાં લેખકને પણ સાંભળી શકે.. અથવા નવલકથાઓ લાબી મુસાફરીમાં એમ પી ૩ પર સાંભળી શકે. આ સંશોધન મૂળભૂત રુપે વૃક્ષોનાં થતા કચ્ચર ઘાણોને રોકવા અને વાતાવરણનાં વધતા તાપમાન ને રોકવાનાં પ્રયત્ન તરીકે થયું.

નવ યુવાનો માટે આ  આઈ-પેડ નાનું અને હલકું લેપટોપ જ છે જે  કોલેજ્માં નોટ્સ લેવામાં કામ લાગે..સમાચાર પત્રો વાંચવામાં કામ લાગે..ફોટા પાડવામાં કામ લાગે અને ચેટીંગમાં પણ કામ લાગે. ઇમેલ ની લેવડ દેવડમાં પણ કામ લાગે

પેન્સીલ્વીયાનો મરાઠી બંધુ મંદાર જોગલેકર એક ધૂણી ધખાવીને બેઠો છે કે પુસ્તકોની દુનિયામાં ભારતિય ભાષામાં પુસ્તકો વિશ્વમાં સમગ્ર ઉપલ્બ્ધ કરવા પોતાની સબળ ટેકનોલોજી વિકસાવી અને ૩૫૦૦૦ કરતા વધુ પુસ્તકો તેમની વેબ સાઈટ http://www.bookganga.com/eBooks/ ઉપર મુકે છે.  http://www.ekatrabooks.com/ ના અતુલભાઇ રાવળ પણ આ ગુજરાતી પુસ્તકોને વેબ ઉપર મુકવા કટી બધ્ધ થયા છે.

“ગુજરાત ટાઇમ્સ”નાં સીનીયર એડીટર રમેશ તન્ના જણાવે છે કે મનુભાઇ પંચોલી ‘દર્શક’ દાદાએ વર્ષો પહેલાં રાધનપુરમાં યોજાયેલા ગુજરાતી સાહિત્ય પરિષદના જ્ઞાનસત્રમાં એવું કહ્યાનું યાદ છે કે સાહિત્યકારોએ સામાન્ય વાચક સુધી પહોંચવા માટે અદ્યતન ઉપકરણોનો પણ ઉપયોગ કરવો જોઇએ. તેમનો ઇશારો ટેલિવિઝન, ફિલ્મો વગેરે તરફ હતો. વર્ષો પહેલાં મનુદાદા જે જોઇ શક્યા હતા તે ટૅક્નોલૉજીથી તરબતર સમયકાળ હોવા છતાં ગુજરાતી પ્રકાશકો હજી કેમ જોઇ શકતા નથી તેની નવાઇ લાગે છે.

ટૅક્નોલૉજીને કારણે સમગ્ર વિશ્વમાં, લગભગ તમામ ક્ષેત્રોમાં પરિવર્તનો આવ્યાં છે. એમાંથી વાચન અને લેખનનું ક્ષેત્ર પણ સહેજે બાકાત નથી. સમગ્ર વિશ્વમાં અત્યારે ડિજિટલ પુસ્તકો અથવા ઇ-બુક્સની બોલબાલા વધી રહી છે. એ કબૂલ છે કે હજી આવનારાં ઘણાં વર્ષોમાં માણસજાત છપાયેલાં પુસ્તકોનો ઉપયોગ કરશે, પરંતુ ઇ-બુક્સનું પ્રભુત્વ પણ ઘણું વધવાનું છે. અત્યારના ડિજિટલના યુગમાં કાગળનાં પુસ્તકોનું સ્થાન ઇ-બુક લઇ રહી છે.

વધુમાં તેમણે જણાવ્યું હતું કે ઇ-બુક્સના ઘણા ફાયદા છે. સૌથી મોટો ફાયદો પર્યાવરણની બચતનો છે. છપાયેલાં પુસ્તકો માટે હજારો લાખો વૃક્ષોનું નિકંદન નીકળી જાય છે.ઇ-બુક્સમાં કાગળની જરૂર જ નથી. બીજી વાત છે કિંમતની. છપાયેલાં પુસ્તકોની સરખામણીમાં ઇ-બુક્સની કિંમત ઘણી નીચી હોય છે. વળી, પુસ્તકો રાખવા માટે હવે લોકો પાસે જગ્યા નથી ત્યારે ઇ-બુક્સ તેમાં ખૂબ ઉપયોગી છે. સૌથી મોટી વાત છે નવી પેઢીની આદતની. હવે નવી પેઢી પેઢી અત્યંત કમ્પ્યૂટર અને ટૅક્નોલૉજી ફ્રૅંડલી છે. તેની પાસે જો છપાયેલાં પુસ્તક અને ઇ-બુક્સ એમ બે વિકલ્પો હોય તો તે ઇ-બુક્સનો વિકલ્પ પસંદ કરશે.

ગુજરાતીઓ સમગ્ર વિશ્વના 100થી વધુ દેશોમાં પથરાયેલા છે. તેઓ પોતાની માતૃભાષા ગુજરાતીને ખૂબ ચાહે છે. ગુજરાતીમાં પુસ્તકો વાંચવા સતત આતુર રહે છે. આ સ્થિતિમાં ગુજરાતી ભાષામાં ઇ-બુક્સની પ્રવૃત્તિ ખૂબ ઝડપથી વેગ પકડશે તેમાં કોઇ શંકા નથી. સવાલ ફક્ત એટલો જ છે કે આ પ્રવાહમાં આપણે કેટલી ઝડપથી ઝંપલાવીએ છીએ અને વિશ્વના તાલ સાથે તાલ મિલાવીએ છીએ.

ગુજરાતી ભાષામાં વેબ ઉપર લખનારા લેખક મિત્રો માટે તથા નિયમિત રીતે મેગેઝીનો બહાર પાડનારા મિત્રોને વિશ્વનો સમગ્ર વાચક વર્ગ મળી રહે અને લેખકોને તેમના પુસ્તકોની લાંબી આયુ ( shelf life) મળે તે ભાષાનાં સંરક્ષણ અને સંવર્ધન નો શ્રેષ્ઠ રસ્તો મને તો દેખાય છે. અને કદાચ ” ગુજરાતી ભાષા તેની અસ્મિતા ગુમાવી રહી છે” તેવો કાગારૉળ કરી રહેલા મિત્રોને ગુર્જર ભાષા નવ સ્વરુપે ખીલી રહી હોવાનાં એંધાણ મળી રહ્યા છે.

 1. ફેબ્રુવારી 16, 2012 પર 2:28 પી એમ(pm)

  ૨૧મી સદીમાં ગુજરાતી ભાષાની હરણફાળ. ખુબ સુંદર માહિતી તથા તમારા યોગ્ય પ્રદાન ઉપર ગર્વ.

  સમાજ માટે જ્વલંત ઉદાહરણ પુરુ પાડી રહ્યા છો. .

 2. ફેબ્રુવારી 17, 2012 પર 4:05 એ એમ (am)

  Very good article.

  ગુજરાતી ભાષાનું અસ્થિત્વ તેની સરળ લિપિ જાળવી રાખવામાં,તેનો અન્ય રાજ્યોમાં ફેલાવો કરવામાં, હિન્દી મીડિયા સામે સચોટ પડકાર આપવામાં અને બીજી ભાષાઓ સાથે કમ્પ્યુટરમાં સરળ અનુવાદરૂપી બનાવવામાં છે.

 3. ફેબ્રુવારી 17, 2012 પર 9:05 એ એમ (am)

  Vijaybhai, Khub sunder mahiti aapi..aa pan bhaashakiy kaary j chhe Ebook..

 4. Neetin Vyas
  ફેબ્રુવારી 24, 2012 પર 10:58 એ એમ (am)

  This is very well studied and written article.
  Vijaybhai, please permit me to share it with others.

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google photo

You are commenting using your Google account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

Connecting to %s

%d bloggers like this: