જીવીકાકી

ફેબ્રુવારી 5, 2012 Leave a comment Go to comments

સસરા ભુધર બાપા એકલા હતા અને તેઓ ખેતરે જતા રોડ ઉપર અડબડીયું ખાઇ જતા પગમાં સોજો આવ્યો હતો. નવીનને તરત રજા ના મળી પણ તાબડતોબ ઉર્મીલાને મોકલી.
ઉર્મિલા અને નાનો હાર્દિક જેને વેકેશન હતુ તેઓ સાથે ગામ પહોંચ્યા.
તરખડી ગામ નાનુ પણ પટેલ વગામાં ભુધર બાપાનું માન બહુ… વિકસતા બધાજ પર્યાયોમાં તેઓ આગળ પડતા..ગામમાં પોષ્ટ ઓફીસ આવી..કબુતરને ચણ માટે પરબડી બંધાવી નાનક્ડુ શીવ મંદીર વિકસાવ્યુ અને એસ.ટી. બસ પણ ચાર વખત જુદા જુદા રૂટ થી આવે તેમ કરવા ખાસી દોટો કાઢી..પંચાયતમાં ભુધર બાપા જે કહે તેનું વજન પડે.૬૫ વર્ષે જીવી કાકી ગયા ત્યારે આખુ ગામ તેમના બેસણામાં આવ્યું હતુ..સીત્તેર થયા એટલે તેઓ ભુલકણા થતા થયા અને બધે જ હવે નવું લોહી.. નવી કોમ્પ્યુટર ની વાતો અને ધીમે ધીમે તે ભક્તિ ભાવે ચઢ્યા હતા.
” હવે કેટલા વર્ષો જીવવાનું?”
ઉર્મિલા અને હાર્દિક આવ્યા એટલે એમને ઘણી બધી રાહતો થઇ.પગે તેલ ચોળવાનું અને ગરમ પાણીમાં તેમના પગે હલેસા મરાવવાનું કામ તો ૧૨ વર્ષનો હાર્દિક કરતો હતો.
દિવસો જતા હતા અને એક દિવસ ભુધર બાપા સુતા હતા ત્યારે તેમના પગ પાસે એક લીલા રંગની સાત ફૂટ લાંબી નાગણ જોઇ..
પહેલા તો હાર્દિક એકદમ સ્તબ્ધ થઈ ગયો અને ધીમે રહીને તેના સેલ ફોન ઉપર તેણે પીક્ચર લીધુ. અને આવ્યો હતો તેમ બીલ્લી પગે ચાલ્યો ગયો.
નવિન અને ઉર્મિલાને તે ફોટો બતાવી તેણે પોતાનો ડર જાહેર કર્યો કે ” જે ઘરમાં સાપનો વાસ તે ઘરમાં જીવનો ભય…
ઉર્મિલા બોલી.. હા બે એક દિવસ પર પાણીયારામાં મેં સળ વળાટ અનુભવ્યો હતો..
આ ગુસપુસ સાંભળીને ભુધરબાપા બોલ્યા એ રૂડી છે અને મારા એકાંતોમાં મને કંપની આપે છે…
નવીન નાં મોંમાં થી રાડ નીકળી ગઇ..
ઉર્મિલા પણ ધ્રુજતી હતી
બાપા! એ ગમે તે હોય પણ સાપને ઘરમાં ના રખાય .. ક્યાંક પગ નીચે તે દબાય તો ડંખે અને માણસ મરી જાય.
ભુધર બાપા બોલ્યા અરે મને તો પેલું ગલુડીયું હોય તેમ મારી સાથે રમે છે અને મેં પરિક્ષણ કરાવ્યૂ છે તે બીન ઝેરી છે …તેના સી સી સીસ્કારા સાંભળી ને મને તો ખુબ જ આનંદ થાય છે.
“બાપા… મને તો બીક લાગે છે.” નવિને બાપાનાં વિધાન ઉપર પ્રતિવાદ કર્યો..
“આ તમે બહુ ભણેલા બહુ બીકણ હો છો”

*-*

ડોક્ટર વ્યાસે – સુજી ગયેલા પગને તપાસતા કહ્યું-નવિન! બાપા માને  યા ના માને તેમને રૂડી અહીં કરડી છે આ મચકોડનાં ભાગમાં લીલુ ચકામુ થયુ છે

બાપાને એમ્બ્યુલન્સમાં બેસાડી હાર્દિક ઉર્મિલા અને નવિને તરખડા છોડી દીધુ.
ભુધર બાપા ને પગનો મચકોડ પહેલી વખત ત્રાસદાયક લાગ્યો..તેમના સીસકારા પેલી રુડીના સીસકારા જેવા લાગતા હતા

મલાડ પહોંચતા સુધીમાં તો આખો પગ લીલો થઇ ગયો હતો. તાબડ તોબ હોસ્પીટલમાં દાખલ કર્યા ત્યારે ડોક્ટર કહે સર્પદંશનું ઝેર આખા પગમાં ચઢી ગયું છે..હવે તો ચમત્કાર થાય તો જ  બાપા બચે.

ભુધર બાપા રડતા રડતા બોલ્યા..રૂડી..રૂડી

નવીને તરખડા ફોન કર્યો અને ઘરનાં ચોકીદારને કહ્યું કે રૂડી ને અહી લઇને આવો..

ચોકીદારે કહ્યું કે રૂડી તો મથા પછાડી પછાડીને તમારા ગયા પછી કલાકમાં  મરી ગઈ..

ઊર્મિલા કહે માનો યા ના માનો રૂડી જ જીવીકાકી  હતા. અને કાકાને સાથે લઇ જવા જ ડંખ માર્યો હશે.

Advertisements
Categories: વાર્તા
  1. ફેબ્રુવારી 13, 2012 પર 3:13 એ એમ (am)

    nice story.

  1. ફેબ્રુવારી 5, 2012 પર 8:00 પી એમ(pm)

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: