Home > કાવ્ય રસાસ્વાદ > સત્તર અક્ષર..“અત્તર અક્ષર” પન્ના નાયક્નાં -બસ્સો હાઇકુ

સત્તર અક્ષર..“અત્તર અક્ષર” પન્ના નાયક્નાં -બસ્સો હાઇકુ


        

જાન્યુઆરી ૨૦૧૧માં ઈમેજ પ્રકાશન દ્વારા પ્રકાશીત હાઇકુ સંગ્રહનાં ૨૦૬ હાઇકુમાંથી કેટલાંક હાઇકુનો રસાસ્વાદ અને તે અંગેનો લેખ લખવાનો વિચાર જ્યારે એકી બેઠકે તે પુસ્તક પુરુ કર્યુ ત્યારે આવ્યો.. હાઇકુ એ જાપાની (૫,૭ અને ૫) અક્ષરનો કાવ્ય પ્રકાર છે. અને આ શબ્દોની વચ્ચે કોઇ એક પ્રસંગ, વિચાર કે ઘટના વ્યક્ત થતી હોય છે અને તેનું આ ટચુકડું સ્વરૂપ ઘણા ને શબ્દ રમત લાગે છે પણ પન્નાબેન જ્યારે તેના ઉપર તેમની કલમનો જાદુ અજમાવે છે ત્યારે સમજાય છે કે આ સ્વરૂપ લોભામણું અને લપસણૂં છે. તેમાં ઊંડાણ અને ચિત્રાત્મક્તા અને લાઘવ લાવી શકાય છે

પરદેશમાં રહેનારો મોટો વાચક વર્ગ તેમના આ હાઇકુ થી પરિચિત છે. જુની પેઢી અને નવી પેઢી નો તફાવત અહીં સુપેરે દેખાય છે.

અમેરિકામાં

બા નથી. ક્યાંથી હોય

તુલસી ક્યારો (૧)

ચાલો એમનું એક બીજું કલ્પના ચિત્ર

ના જાણૂં કેમ_

બૂટ પહેરુંને કૂણું

ઘાસ કંપતુ. (૨)

આ હાઇકુ પુરું થાય અને કંપતું કૂંણુ ઘાસ જો નજરે ના દેખાય તો તમારી કલ્પના શક્તિની સંવેદનાઓ ઉપર જરૂર  કોઇક ક્ષતિ હોવાની ધારણા કરી શકાય.

એકલતાની

અસહ્ય ગિરદીમાં

રૂંધાતો શ્વાસ(૩)

એકલતામાં ગિરદી? જબરો વિરોધાભાસ. છતા રૂંધાતો શ્વાસ જે કડવી હકીકત.. કારણ મનુષ્ય માત્ર ઝંખે સહવાસ.. અને તેનો અભાવ તેજ પ્રતિક બને છે રૂંધાતો શ્વાસ.

રેતી ગણે છે

બે મોજાઓ વચ્ચેનો

સુનો સમય (૪)   

બીચ ઉપર ઢળતી સાંજે દેખાતો આ સાવ સહજ પ્રસંગ કવિયત્રીને તે એકાકી હોવાનો આભાસ કેવી સુંદર રીતે પ્રગટાવે છે..જિંદગીમાં ક્યારેય જોયો છે સુનો સમાય આ રીતે?

બોરસલીની

ડાળીએથી, સુગંધી

તડકો ખરે (૫)

બોરસલીની ડાળે થી સુગંધી પવન વહી શકે પણ તડકો? ખરે ખરો? હા કવિયત્રીની નજર અને પ્રતિકોનું વૈપુલ્ય અહીં દેખાય છે અને તેના ટચુકડા સ્વરુપો મોં માં એલચી ચગળતા હો તેવી લાગણીઓ પણ અનુભવાવી શકે….

કલરવતું

ઝરણું,ગીચ વૃક્ષો

ખાલી બાંકડો(૬).

ખાલી બાંકડો અને તેના ઉપર ભૂતકાળની ઘણી વાતોનાં કલરવ અને પ્રસંગોનાં ગીચ વૃક્ષો ચતા એકાકી પણાનાં પ્રતિક જેવી ઢળતી ઉંમરની વાતો કરતું આ પ્રતિકાત્મક હાઇકુ તેના પ્રકારોમાં મને ઘણૂં જ ગમ્યુ.

સૂકે લાકડે

સૂતી કાયા ઝંખતી

લીલેરા વૃક્ષ (૭)

મૃત્યુ શૈયા ( સુકા લાકડાની ચીતા) પર સૂતેલી કાયાને કામના લીલેરા વૃક્ષ થવાની… પન્ન્ન બેન નાં હાઇકુમાં આવું વિરોધાભાસી કથન ઘણે ઠેકાણે દેખાશે.. જે ગમે તે ઉંમર વાચની હોય છતા વિચારતા કરી મુકે તેવું ગહન હોય છે.

ઉડાઉ આભે

ખરચીનાખીઃ બધી

જળકમાણી (૮)

જટીલ બાષ્પીભવન ની વૈજ્ઞાનીક પ્રક્રિયાને સહજ રીતે સત્તર અક્ષરમાં વર્ણવવી કેટલી કઠીન છે તે તો એજ તમને કહી શકે જે વનસ્પતિ વિજ્ઞાન ( બોટની) ભણ્યો હોય

ડોકાય પત્ર

મેઇલબોક્ષમાંથી

આંખોમાં સ્મિત (૯)

ઇ મેલનાં જગતમાં કદાચ આ ઘટના ના સમજાય પણ પરદેશમાં વતનથી આવેલી ટપાલ આંખોમાં કેટલીય સ્મૃતિઓનાં ટોળા સ્મિત લાવે  તે ઘટના તો જે એકાંત વાસ ભોગવી ચુકેલું હોય તેજ જાણે.

થયો સમય_

કપડે ચોંટ્યું ઘાસ

ખંખેરવાનો (૧૦)

દરેક મિલન નો જેમ અંત આવે તેમ આ લેખ અંતમાં તેમનું આ હાઇકુ ટાંકી મારી તેમના હાઇકુની મારી ભાવયાત્રાને અટકાવુ.

Advertisements
  1. December 28, 2011 at 4:53 pm

    તમારા વાંભનથી મને પણ લાભ મળ્‍યો.

  1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: