ફોર્થ ઓફ જુલાઈ-હરનિશ જાની
વતનની ધૂળ ખંખેરો હવે તો અમેરિકામાં.
વતનના વન ઉગ્યા હવે તો અમેરિકામાં.
તમારા બાળકોનું વતન છે આ તો .
ક્યાં સુધી પરદેશી રહેશો,અમેરિકામાં.
લોકશાહીના આ મંદિરનો ઉપકાર માનો.
બાંધો છો રોજ નવા મંદિરો અમેરિકામાં.
અન્ન આ ધરતીનું શ્વાસ આ આકાશનો .
સુજલામ્ સુફલામ્ બનાવો,અમેરિકામાં.
જન્મદાત્રી ભાગ્યમાં મળી તમને આનંદો.
જીવનદાત્રી તમારી પસંદની, અમેરિકામાં.
વરસાદના છાંટા પડે જો અમદાવાદમાં.
કયાં સુધી છતરીઓ ખોલશો ,અમેરિકામાં
આજે જાશું, કાલે જાશું , રટ હવે તો છોડો
કબર ખોદાઇ ગઇ છે તમારી, અમેરિકામાં.
હરનિશ જાની-યુ.એસ.એ.
(રદિફ–કાફિયાની ચિંતા કર્યા સિવાય સદેશ વાંચો–તે સ્પષ્ટ છે.)
અમેરિકામાં રહેતા ગુજરાતીયોની લાગણીઓનો દુરુપયોગ રોકવા ઔષધ સમું વ્યવહારીક કથન આ કાવ્યમાં છે. એવું ઘણા લોકોએ અનુભવ્યું છે કે અમેરિકાની જીવન પધ્ધતિ જીવવી ગમે છે પણ હ્રદય્માં ગાન એજ વર્ષોજુના ધુળીયા ગામની ગલીઓ અને પાણી ભરીને આવતી પનીહારીઓની વાતો કરી લેખકો,કવિઓ, સંગીતકારો, રાજ કરણીઓ અને સાધુસંતો તેમને મા ગુર્જરી તરફ આકર્ષતા હોય છે. પરંતુ તે આકર્ષણ ગુજરાતમાં રહેવા ગયેલા ગુજરાતીઓનું પહેલા મહીને જ ખતમ થઇ જતું હોય છે કારણ કે મોટાભાગે તેમની લાગણીઓ અને પૈસા કેમ શોષવા તેવા જ લગભગ અનુભવો તેમને સમાજ્માં થતા હોય છે. અને આવા શોષાયેલા ગુજરાતીઓને હાસ્ય લેખક હરનિશ જાની માર્મિક સંદેશો આપે છે કે તમે જ્યારે જે ગુર્જરી જેવી છોડી હતી તેવી તે આજે નથી. તમારી આજ જે છે તે સ્વિકારો. મહદ અંશે આ સંદેશો પહેલી પેઢીનાં દરેક જણનો હશે.. દ્વિતીય અને ત્તૃતીય પેઢી તો તેને ઓલ્ડ મેન’સ લેંડ કહી ભુલવા માંડી હોય છે.થવા તેઓ તો તેમને અમેરિકન જ માને છે ત્યાં આ માતૃભાષા થી દુર રહ્યા હોવાનો રોગ નથી. હરનિશભાઇ તમને સલામ!..જરૂરી સત્ય હળવી રીતે રજુ કર્યુ
હરનીશભાઈ,
છંદ, નિયમો માં રહીને સામાન્ય ગઝલ લખવા
નિયમોને નહિ વિચારોને, પ્રાધાન્ય આપતી તમારી
આ ગઝલ બહુજ ગમી. અમેરિકામાં રહીને સ્વદેશની દરેક વાત
ઉત્તમ અને અહીની દરેક વાત નક્કામી કહેનારા અહી “મીની મેન્શન”
માં રહેનારા એવા ઢોંગી ભારતીયોને ચેતવણી આપવા બદ્દલ ખુબ આભાર.
Dear Vijaybhai,
I had to put this in Hasyadarbar.
Hope you have a great start of 2012 .
Happy New Year to all Gujarati Samaj.
Harnishbhai is leaving in this month for India and will be back in March.
Let us plan our bloggers meeting like we discussed in past yet to see that happen….
Regards
Rajendra Trivedi, M.D.
http://www.bpaindia.org
jay somanath ati sunder
janamabhumi swarga karta pan mahan che
mate gopi pan krishna ne kahati vraj vahalu vaikunth nathi aavhu
mahesh jani