Home > વા ઘંટડીઓ > અંગત છતા જાહેર હકીકત

અંગત છતા જાહેર હકીકત


૩૫મી લગ્નતીથિ ઉપર જ્યારે યાદ કરું કે વિવાહ થયા તે દિવસે ઘણી વાતો કરી..પણ સામાન્યતઃ બને છે તેમ હું બોલતો હતો અને તું સાંભળતી હતી…તને તો ફક્ત એકજ વાત ગમતી અને તે હું સાથે હોઉં. તેનું મનતો પેલા પાકીસ્તાની ગીત ( જે તે વખતે મોડી રાતે હીચકા ઉપર ઝુલતી ઝુલતી સાંભળતી હોય) ગાતુ હોય..

शोर मचाउंगी..लोगोको सुनाउंगी

तुने मेरा दिल चुराया है..

हो मुझे प्यारका रोग लगाया है

આ નિર્દોષ પારેવડા સમી પ્રેમાળ બકુડી સાથે રોમાંસ દસ મહિના રહ્યો.. લગ્ન થયા અને તે તો સદાય મારા સંગની પ્યાસી પણ હું બહું વહેવારીયો .. ફલાણાને ત્યાં જવાનું અને ઘરનાં બધા કહે તે માનવાનું એમ અજાણે મારા ભોગે જમાનાને હવાલે કરતો રહ્યો..તું રુંધાતી રહી વિંધાતી રહી અને જેમ વધું ભીંસાતી તેમ મારાથી દૂર થતી રહી..  હું તારા સૌ સંઘર્ષોથી તારા તરફ વધુ અને વધુ ભીંજાતો ગયો.સંયુક્ત કુટુંબ અને ફરજોની બેડી ઉપર દિવસભર રહેંસાયેલી નાજુક કળી ને રાત્રે રાતરાણીની જેમ મહેંકાવવા મથતો… મને ત્યારે પણ ખબર હતી કે  આ દિવસો પણ જતા રહેશે અને ૩૪ વર્ષોમાં મેં ઉધામા જ કર્યા અને તે ઘડીક આ આધી કે ઘડીક પેલી ઉપાધી તો ડાયાબીટીશની વ્યાધીમાં મારી સાથે ઝઝુમતી રહી. હજી પણ ઝઝુમે છે.અને સાથે રહે છે અને તેથી જ તો અમારુ દસત્વ અક્બંધ છે.

મારે આજે મારી એક અંગત છતા જાહેર હકીકત કહેવી છે. અને તે એ છે કે રેણું હું  તારા પ્રેમમાં રોજ પડું છું.. અને રોજ તને જોઉં છું  કદીક પ્રેયસી તરીકે, પત્ની તરીકે,મિત્ર તરીકે, સંતાનોની મા તરીકે અને પૌત્રો ની દાદી તરીકે. તું તો યાર એવી દોસ્ત છે કે જેને વહાલ જ કરાય અને બસ એકલું વહાલ જ કરાય.. ભલે ને તું હસતી હોય કે રડતી. તું ભલે માને કે ન માને પણ હું તો ખુબ જ સુખી છું કારણ કે મને તું ગમે છે અને તું ધારે કે ના ધારે મારા પ્રેમને તારો પ્રેમ બનાવી તુ પણ સુખી છે

તારું લાખેણું સ્મિત પામી ન શક્યો જુગો જુગો સુધી

મળ્યું તે સ્મિત, ને મલકી રહી ખુશીઓ ફાગણ સમી

ફરી કહીશ રહેવા ચહું ભવોભવ તારી સાથે…

ભલેને તું કહે મુજથી તોબા તોબા

 વેરીશ પ્રેમ હું તો  ખોબા ખોબા

આજે

 વા ઘંટડીઓ ૧

સ્વરૂપે આખો કાવ્ય સંગ્રહ રેણું તને અર્પણ

 

Advertisements
 1. December 12, 2011 at 2:35 pm

  ૩૫મી લગ્નતીથિ ઉપર આપને અભિનંદન અને દીર્ઘ સર્વાગ સુખી જીવન ની શુભેચ્છાઓ
  લી ચાર દિન પહેલા ૫૪મી લગ્નગાંઠ ઊજવનાર

 2. December 12, 2011 at 4:07 pm

  આપની ૩૫મી લગ્ન તિથીના શુભ દિવસે આપ બંનેને ખુબ ખુબ અભિનંદન.
  અને આપનુ લગ્નજીવન સુખી રહે તેના માટે હાર્દિક શુભેચ્છાઓ.

 3. December 12, 2011 at 7:37 pm

  ૩૫મી લગ્ન તિથીના હાર્દિક અભિનંદન.
  આપ બંને તો પ્રેમ દિવસે ગુલાબની જેમ અને રાતે રાતરાણીની જેમ હંમેશા મહેકતો રહે.

 4. December 13, 2011 at 12:59 am

  મનઃપૂર્વક અનેક અભિનંદન
  લગ્ન એક પુસ્તક છે અને લગ્નતિથિ એનું પ્રકરણ છે.
  લગ્ન એક રાજમાર્ગ છે અને લગ્નતિથિ એના વિરામ સ્થાનો છે.
  લગ્ન એક ચંદ્ર છે અને લગ્નતિથિ એના તારલાઓ છે.
  લગ્ન એક વૃક્ષ છે અને લગ્નતિથિ એની ડાળીઓ છે.
  લગ્ન એક નિવેદન છે અને લગ્નતિથિ એનું દ્દઢીકરણ છે.

 5. rajesh gajjar
  December 13, 2011 at 2:07 am

  સુખી જીવન ની શુભેચ્છાઓ….

 6. himanshupatel555
  December 13, 2011 at 5:43 am

  લગ્ન જીવન મુબારક અને જીવન સુખમય રહે તે પ્રાર્થના.

 7. December 13, 2011 at 8:14 am

  નમસ્કારસહઃ અભિનંદન અને હાર્દિક શુભકામનાઓ.

 8. ગોવીંદ મારુ
  December 13, 2011 at 12:25 pm

  ૩૫મી લગ્ન તીથીના હાર્દીક અભીનન્દન….તેમજ બન્નેના તન–મનનું સાચું સ્વાસ્થ્યની શુભેચ્છાઓ…

 9. SARYU PARIKH
  December 17, 2011 at 10:11 pm

  શ્રી વિજયભાઈ,
  તમારા ભલા દિલનો સ્વભાવ છે. સ્નેહ આપવો અને સ્વીકારવો એ સહજ સ્વભાવને આધિન રહો અને આવતા ઘણા વર્ષો તમારો અને રેણુબહેનનો સાથ આનંદમય રહે તેવી શુભેચ્છા.
  સસ્નેહ,
  સરયૂ દિલીપ પરીખ

 10. December 20, 2011 at 3:08 pm

  દાંપત્ય જીવનની દોરી ઉપર તમે બેઉએ બાંધી પાંત્રીસ ગાંઠ
  દે પ્રભુ તમને અવસર એવો બંધવા વધુ બીજી ગાંઠો સાઠ

  પાંત્રીસમી લગ્ન ગાંઠ પ્રસંગે
  અમારા હાર્દીક અભિનંદન

  ગિરીશ, મ્રુદુલા

 11. January 3, 2012 at 3:18 pm

  શ્રી વિજયભાઈ,,

  ૩૫મી લગ્ન તિથીના હાર્દિક અભિનંદન.

  Trivedi Parivar
  http://www.bpaindia.org

 12. January 4, 2012 at 3:27 am

  દેર સે હી..સહી… ખોબલે ખોબલે અભિનંદન… આપ બંનેને… શુભેચ્છા મોડી હોય તે ચાલે.. પણ મોળી ન હોવી જોઇએ.. ( એમ કવિ વિવેકભાઇએ કહ્યું છે. ) અને શુભેચ્છા માટે કદી મોડૂં હોતું નથી..બરાબરા ને ?

  મારા આળસુપણાનું બચાવનામુ કહી શકો આને તમે..
  પણ એક મોટાભાઇનો સ્નેહ આપના તરફથી મળ્યો છે..અને મળતો રહેશે..એ વિશ્વાસ છે જ .
  રેણુભાભીને પણ ખૂબ ખૂબ અભિનંદન..
  સહજીવન આજીવન સખ્યજીવન બની રહે એવી અંતરની શુભ કામના…

 13. February 18, 2012 at 9:18 pm

  Congratulations Vijaybhai,Renukabahen on your 35th wedding anniversary and wish you all the best.

 1. December 14, 2011 at 8:00 am

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: