મુખ્ય પૃષ્ઠ > માહિતી, સહિયારી નવલકથા > ગુજરાતી સાહિત્ય સરિતાએ શરુ કરી એક નવી કાર્ય પ્રણાલી – સહિયારું સર્જન

ગુજરાતી સાહિત્ય સરિતાએ શરુ કરી એક નવી કાર્ય પ્રણાલી – સહિયારું સર્જન

ડિસેમ્બર 7, 2011 Leave a comment Go to comments

સામાન્ય રીતે એક વાર્તાને એક થી વધુ લેખકો લખે તો વાર્તાની લેખની બદલાઈ જાય કારણ કે “એક કરતા વધુ રસોઇઆ રસોઇ બગાડે” જેવી જડ માન્યતા ને બદલવા હ્યુસ્ટન ની ગુજરાતી સાહિત્ય સરિતાએ એક પ્રયોગ કર્યો ૨૦૦૬માં. તે સમયે ગુજરાતી સાહિત્ય સરિતામાં કવિતા અને તેનાં સર્જનને પ્રાધાન્ય મળતું હતું અને કેટલાક સર્જકો જે છંદ બંધન અને તે કવાયતોને ગણકારતા નહોંતા તેવા લોકો ટુંકી વાર્તાથી આગળ વધતા નહોંતા ત્યારે પ્રો. સુમન અજમેરીએ મને અને વિશ્વદીપભાઇને સુચન કર્યું કે તમારા બંનેનું ગદ્ય સચોટ હોય છે. ગદ્યનાં પ્રયોગો વિસ્તરે તેવું કંઇક કરો..ત્યારે સાંઇ પરાંજપેનું ચલચિત્ર યાદ આવ્યું જેમા વિજય તેંડુલકર જેવા સમર્થ લેખક સાથે ૪૨ જેટલા લેખકોની કલમ ચાલી હોવાનું યાદ હતું. વળી આ જ સમયમાં “ઊર્મિસાગર” સર્જન સહિયારું માં પદ્ય દ્વારા આવા પ્રયોગો કરતાં હતાં.

મારામાં નો લેખક જાગ્યો અને પ્રવિણાબહેન કડકિયાને ત્યાં “નિવૃત્તિ નિવાસ” ની વાર્તા અને તેના પ્રકરણ અને મધ્યવર્તી પાત્ર સરગમબહેનને હકારત્મક અભિગમો સાથે ગુજરાતી સાહિત્ય સરિતાનાં સૌ સર્જકોને. અત્રે એક પાત્ર વિકસાવવા આમંત્રણ આપ્યું. સાથે તકેદારી પણ રાખવા કહ્યું હતું કે પાત્ર ૧૫ પાના માં વિકસાવવાનું હતું

એક મહિનાને અંતે જ્યારે બેઠક ફરી મળી ત્યારે વાર્તાઓતો તૈયાર હતી પણ એક બેઠકે વાંચવાની  વાત આવી ત્યારે સૌને એક નવલકથા કરતા નવલીકા વધુ લાગતી હતી. બીજી અગત્યની વાત એ પણ હતીકે દરેક પ્રકરણે સાત આઠ પાત્રો ઉમેરાતા તેથી બે મુદ્દા ઉભરાયા કે દરેક પાત્રો વાર્તામાં સળંગ નહોંતાં રહેતાં. અને સરગમ બહેન ને પ્રાધાન્ય વધતું ઓછું મળતું હતું. સુમનભાઇ અને વિશ્વદીપભાઇ સાથે ચર્ચા થતી હતી ત્યારે વળી એક વધું નબળાઈ દેખાઇ અને તેમાંનાં કેટલાંક પાત્રો અમેરિકન શૈલીમાં જીવતા હતા પણ નિવૃત્તિ નિવાસ તો ભારતમાં હતું. આ કસરતોમાં બીજા બે મહિના જતા રહ્યાં અને ધીમે ધીમે આ પ્રયોગ પ્રત્યેનું આકર્ષણ લગભગ ઘટી ગયું

આ પ્રસંગે કીરિટ ભક્તા અને પ્રવિણા બહેને કથાનું કદ ઘટાડી અને વાર્તાને જાળવનારા મુખ્ય લેખકની જરુરિયાત ઉપર ભાર મુકીને બીજો પ્રયોગ શરુ કરવા સક્રિય થયા. ”બીના ચીડીયા કા બસેરા” ની મારી વાર્તા મુકાઇ અને બાંધણી ૬ પ્રકરણ સુધી કરી અને બ્લોગર મિત્રોને અનુકુળ થવા નવો બ્લોગ ગદ્ય સર્જન (www.gadyasarjan.wordpress.com) મુકાયો. નાના પ્રકરણો અને દરેક લેખકો સંપૂર્ણ રીતે સંકળીયા રહીને લખવાનું સુચવાયું એટલેકે પ્રકરણ પ્રસિધ્ધ થાય પછી જ બીજા લેખકે લખવાનું કે જેથી “નિવૃત્તિ નિવાસ”માં થયેલી ક્ષતિઓ નિવારી શકાય. બ્લોગ ઉપર મુકેલા આમંત્રણ ને કારણે આ વાર્તામાં ગુજરાતી સાહિત્ય સરિતાનાં સર્જક મિત્રો ઉપરાંત બ્લોગર મિત્ર રમેશ શાહ ( વાપી)) નો સહકાર મળ્યો.

આ પ્રયોગથી એક માન્યતા કે બ્લોગ ઉપર કવિતા અથવા ટુંકા લેખો જ વંચાય વાળી માન્યતા ખોટી પડી અને વાચક મિત્રોએ લઘુ નવલકથાનો આ પ્રયોગને વધાવી લીધો. ટુંકમાં સહિયારા સર્જનના આ પ્રયોગે બે વાત સિધ્ધ કરી કે બ્લોગ ઉપર ગદ્ય પણ વાંચકોને વાંચવું ગમે છે. અને ભલે ને તે સહિયારું સર્જન હોય..પણ મુખ્ય લેખક કથાને અનુરુપ જરુરી સુધારા કરીને વાંચનમાં રસ ક્ષતિ ન થાય તે પ્રમાણે કથા જાળવી શકે.

બ્લોગ ઉપર વાચકો સાથે લેખકોનો ઉમળકો પણ જણાયો.. મારી “ગુજરાત ટાઈમ્સ” માં પ્રસિધ્ધ થયેલ વાર્તા “ફીક્કું હાસ્ય”ને વિકસાવવા એટલાંટાનાં મારા સ્કુલ મિત્ર અનીલ શાહે ફોન ઉપર તેમના આ વાર્તા માટે આગળનાં મુદ્દા આપ્યા. આ તો બહુજ રસમય વાર્તા હતી અને ગુજરાતી સાહિત્ય સરિતાનાં મિત્રો સાથે બ્લોગરો પણ ઉમેરાયા અને “સ્નેહ ઉજાસ “ સર્જાઇ જેમાં ઊર્મિ સાગરે પહેલી વખત પોતાનો ગદ્ય કસબ અજ્માવ્યો અનીલ શાહની સાથે સાથે નીલમબેન દોશી પણ અમારો ઉત્સાહ વધારવા સક્રિય થયાં..અને વાર્તાનો અંત સુચારુ રુપે લખ્યો.

આ વિચાર હવે બીજમાં થી છોડ થઈ ગયો હતો અને સૌને લખવાનું ગમતું હતુ તેથી પ્રવિણાબેન કડકિયા તેમની વાર્તા “મીઠા જળનું મીન ઉદધીમાં” લઇને આવ્યા આ વખતે આ લઘુ નવલકથામાં ડો નીલેશ રાણા નીલમ બેન દોશી અને ઊર્મિ સાગર નવું કથાનક આપવામાં મદદ કરી એટલે કે પ્રવિણાબેન કડકિયા કીરિટભક્તા અને હું એમ સાહિત્ય સરિતામાંથી અને ન્યુ જર્સી થી ડો નીલેશ રાણા અને ઊર્મી સાગર હતા જ્યારે નીલમબેન તે વખતે ભરુચ હતા.

“ લીમડે મોહાયું મારું મન” શરુ કરી ત્યારે શીકાગો થી સપનાબેન વિજાપુરા આ લેખકોની ટોળીમાં ઉમેરાયા.. પ્રભુલાલભાઇ ધુફારી પૂણેથી પણ આ કથામાં સક્રિય થયા બ્લોગ ઉપર હવે ગદ્ય સર્જન લોક્પ્રિય થઇ ચુક્યુ હતું અને હવે આગલા લેખમાં શું આવે છે તે ઈંતજારી પણ પ્રગટ થવા માંડી.

હવે બહુલેખકોની મંડળીમાં એક નવતર પ્રયોગ થયો. રાજુલબેન શાહ અને હું અમદાવાદમાં થી અમારા કોમન મિત્રની કહાણી લખવાની વાત લઈ “એષા-ખુલ્લી કિતાબ” લખવાની શરુ કરી..મારેભાગે સૌથી ઓછી વાતો સાથે ડો રોહિતનૂં પાત્ર સર્જ્વાનું આવ્યું જ્યારે રાજુલબેને એષાને જીવંત કરી.. કોઇ મુખ્ય લેખક નહોંતું પરંતુ કહાણી સરસ રીતે લખાઇ અને લોકો એ માણી પણ..

સરયૂબેન ની “નિવૃત્તિ નિવાસ” વાળી અવંતીકા બેન દોશીની કથા અખંડ આનંદમાં આવી ત્યારે સરયૂ બહેને અભરાઈ ઉપર ચઢેલી નિવૃતિ નિવાસ અંગે સક્રિય થવા કહ્યું પ્રવિણાબેન ટાઈપ કરીને કથાઓ આપતા ગયા અને મુખ્ય લેખક તરીકે હું અને વિશ્વદીપ ભાઇ તેને એકરુપતા આપતા રહ્યા અને ગદ્યસર્જન ઉપર નિવૃત્તિ નિવાસ મુકાતું ગયું. હા આ પહેલી સહિયારી નવલકથા હતી ૧૫ પ્રકરણ અને ૧૩ લેખકો એ લખેલી આ કથામાં મનોજ મહેતા,હિંમત શાહ, અંબુભાઇ દેસાઈ,પ્રદીપ બ્રહ્મભટ્ટ વંદનાબેન એંજીનીયર, સરયૂ પરીખ, શૈલાબેન મુન્શા,ફતેહઅલી ચતુર તથા પ્રભુલાલભાઇ ટાટારીયા પણ હતા…. લઘુ નવલકથાનું સ્વરૂપ સ્વિકારાતું ગયું અને પ્રાયોગીક ધોરણે પહેલી નવલકથા  “જીવન સંધ્યાએ” ( જે નિવૃતિ નિવાસ્નું સુધારાયેલ આવૃત્તિ હતી.) લખાઇ ચુકી..જેમાં પ્રો સુમનભાઇ અજમેરી સુચવેલા મહ્દ સુધારા સ્વિકારાયા.. અને વાચકોને તે હવે નવલીકા લાગતી નહોંતી. “જીવન સંધ્યાએ” અને “સહિયારું સર્જન્ ” ( લઘુ નવલક્થા સંગ્રહ) નું વિમોચન ડો અશરફ ડબાવાલાને હસ્તે ૧૨ માર્ચ ૨૦૧૧માં થયું

કીરિટ ભક્તા “ મારી બકુનું શું” ની કથા લાવ્યા પણ તે કથાને પણ નિવૃત્તિ નિવાસ જેવું ગ્રહણ લાગ્યું અભરાઇ ઉપર ઘણો લાંબો સમય રહી. અને તેજ રીતે “બચીબેન અને બાબુભાઇ અમેરિકામાં” હાસ્ય નવલકથા લખાઇ. મુખ્ય લેખક કીરીટભાઇ વ્યસ્ત હતા તેથી તેને પણ વિલંબ નડ્યો.. જો કે તે બંને કથાઓ પુરી થઇ. હરનીશભાઇ જાનીની વાર્તા નાગલેંડ અને નીલમબેન નાં બંને પાત્રોને અમેરિકામાં લાવી હસ્યથી ભરપુર કથા થોડોક સમય અભરાઇ પર રહી

“જીવન ફૂગ્ગા મહીની ફુંક શરુ થઇ અને તેમાં દેવિકબેન ધ્રુવ, કાંતીભાઇ શાહ, ઇંદુબેન શાહ વિગેરે ઘણા લેખકો તેમનો કલમ કસબ દાખવ્યો. “શૈલજા આચાર્ય”માં આ લેખકોની સાથે અમદાવાદનાં સ્નેહાબેન પટેલ ઉમેરાયા

પુસ્તકાલય . કોમ નાં સર્જક જયંતીભાઇ પટેલ તેમની બે નવલકથાને સહિયારા લેખન માટે લાવ્યા “હરિયાળી માનવી નાં મનેખ” અને” છૂટા છેડા ઓપન સીક્રેટ” ૩ મહીના નાં ટુંકા ગાળામાં બંને નવલકથાઓ લખાઈ અને પ્રસિધ્ધ પણ થઇ.

“નયનોનાં કોરની ભીનાશ” મુખ્ય લેખક તરીકે મેં મુકી અને આ વાર્તામાં હેમા બેન પટેલ અને લંડન નાં નયનાબેન પટેલ નો સાથ મળ્યો.

પ્રભુલાલભાઇ ટાટારિયાની મુખ્ય લેખક તરીકે “ તારામતી પાઠક” અને હેમાબેન પટેલની મુખ્ય લેખક તરીકે “વીરાંગના સરોજ શ્રોફ ” હાલ લખાય છે.

લેખનું સમાપન કરતા એટલું કહીશ કે બ્લોગ ટેકનોલોજીએ દુનિયા ઘણી નાની કરી દીધી છે તેથી ગુજરાતી સાહિત્ય સરિતામાં થી શરું થયેલ આ ગદ્ય- સહિયારું સર્જન પ્રયોગ સફળ પ્રયોગ છે અને સર્જક્ને પોતાની વાત કહેવામાં હવે સમય અને સ્થળનાં બંધનો નડતા નથી. અને લેખકોનાં સહિયારા સર્જનમાં લઘુ નવલકથા સંગ્રહ અને નવલકથા માં “ બહુ રસોઇઆ રસોઇ બગાડે તેવું થતું નથી” મુખ્ય લેખક પ્રકરણ માળખુ આપે અને તેના ઉપરથી લેખક મિત્રો રચના કરી શકે છે.

આવા પ્રયોગો દરમ્યાન મળેલા લેખકોનાં પ્રતિભાવો જાણવા જેવા છે.

પ્રવિણા અવિનાશ કડકિયા લખે છે

‘ગુજરાતી સાહિત્ય સરિતા’ દ્વારા જ્યારે ‘સહિયારા સર્જન’ અસ્તિત્વમાં આવ્યું ત્યારે એ નવલા પ્રયોગને પ્રેમે આવકારવામાં આવ્યો. શરૂમાં લાગ્યું કે આ પ્રયોગ સફળ થશે કે નહી? આજની તારિખમાં આ પ્રશ્ન અસ્થાને છે. સફળતા તેના ‘કદમો ચૂમી’ રહી છે. દરેક લેખકોએ ઉમળકાભેર ભાગ ભજવી પોતાનો ફાળો નોંધાવ્યો છે.

ફરી ફરી ને કહીશ “ એક વ્યક્તિનું આ નથી કામ, સમુહનું જુઓ શુભ પરિણામ.

સ્નેહા પટેલ ” શૈલજા આચાર્ય”નાં સર્જન દરમ્યાન લખે છે

“સહિયારું સર્જન એક ખૂબ જ સુંદર અનુભવ હતો. એમાં કોણે કેટલું લખ્યું અને કેવું લખ્યું એના કરતાં પણ એક લેખક બીજા લેખકની કલમ જોડે પોતાની કલમનો તાલ મિલાવવા તૈયાર થયો, પોત પોતાના ભાગે આવતી જે તે પ્રકરણની જવાબદારી પૂર્ણ સભાનતાથી અને ચીવટ-ખંતપૂર્વક પૂરી કરીને સમયસર આગળ લખનારાને કોઇ તકલીફ ના પડે એમ લખાણ આપી પણ દેતો હતો. બસ..એ નિષ્ઠા, એ લખવા માટેની ધગશ અને સહિયારા સર્જનનો એ નિર્દોષ આનંદ એ મારા માટે બહુ જ મોટો શિરપાવ છે. આવા આનંદદાયી કાર્યમાં મને સહભાગી કરવા બદલ આપનો અને મને એમની જોડે લખવા માટે યોગ્ય ગણીને મારી સાથે લખવા તૈયાર થનારા સર્વે મિત્રોનો હ્ર્દયપૂર્વક આભાર.”

હેમા બહેન પટેલ લખે છે

( મારા માટે સહિયારુ સર્જન એ એક ટ્રેનીગ સ્કુલ સમાન છે જ્યાં મને ઘણુ જાણવાનુ અને શીખવાનુ મળ્યુ છે, જે મને લેખન કાર્યમાં મદદ રૂપ થાય છે ).

સહિયારુ સર્જનમાં કોઈ પણ વાર્તા લખતાં તેમાં એક પ્રક્રરણ લખ્યુ હોય અથવાતો એકથી વધારે લખ્યાં હોય એકજ વિચાર મનમાં હોય,વાર્તાને બને તેટલી વાસ્તવિકતા આપવી,બને તેટલો ગુજરાતી શબ્દોનો ઉપયોગ થાય એનુ ધ્યાન, અને વાર્તાને મજેદાર રસપ્રદ બનાવવાની કોશીશ કરવી જેથી વાંચનારને ગમે. વાર્તા લખાય ત્યારે આ કોણે શરૂ કરી છે તેનુ મહત્વ મનમાં નથી હોતુ પરંતુ લખવામાં કથા વસ્તુને પુરે પુરો ન્યાય આપવનો પ્રયત્ન થાય છે.અને જ્યારે વાર્તાના પાત્રોમાં અને પ્રસંગોમાં ઓત પ્રોત થઈને લખવામાં એકાગ્રતા આવે છે ત્યારે એમ જ લાગે આ વાર્તાની શરુઆત મે જ કરી છે,અને આ મારી જ વાર્તા છે.અને જ્યારે સહિયારા સર્જનની આખી નવલકથા પુરી થાય અને વાર્તાને સફળતા મળે ત્યારે ભલેને એક અથવા બે પ્રક્રરણ લખ્યા હોય, આખી વાર્તા લખ્યાનો અનેરો આનંદ દિલમાં થાય છે.બધા લેખકોની મહેનત રંગ લાવે છે.અને વાર્તા એકની નહી પરંતુ બધા લેખકોની બની જાય છે, અને વ્યક્તિગત આનંદ પણ સહિયારો આનંદ બની જાય છે

 અને ત્યારે ખરેખર “ સહિયારુ સર્જન”  શબ્દ અને સર્જન બંને શોભી ઉઠે છે.

છેલ્લ ચાર વર્ષ દરમ્યાન આ પ્રયોગે ઘણા જાણીતા અને ઓછા જાણીતાની કલમોને પુસ્તક દેહ અને ઈ બૂક સ્વરૂપ આપ્યું છે જે બુક ગંગા ઉપર લેખક્નું નામ મુકીને શોધી શકાય છે.

 

Advertisements
 1. ડિસેમ્બર 7, 2011 પર 6:14 પી એમ(pm)

  વિજયભાઈ,
  “સહિયારુ સર્જન” આપે શરુ કરેલ નવી કાર્ય પ્રણાલી જે દરેક નવલકથા,અને નવલિકા સફળ થઈ છે.
  અને આ કાર્ય પ્રણાલી સફળતાની રાહ પર આગળ વધી રહી છે, અને એક દિવસ ઉચાઈના શીખરો
  આંબી જશે. અને આ પ્રયોગ માટે આપ સૌ જે સહિયારા સર્જન સાથે સક્રીય છે, તે સર્વેને
  ખૂબ ખૂબ અભિનંદન અને હાર્દિકશુભકામના.

 2. sneha
  ડિસેમ્બર 25, 2011 પર 8:29 પી એમ(pm)

  “ બહુ રસોઇઆ રસોઇ બગાડે તેવું થતું નથી” અમુક સમયે કહેવતો પણ ખોટી પડે છે..:-)

  એ અંતિમ સત્ય નથી જ !!!

 3. NIMISHA
  ડિસેમ્બર 28, 2011 પર 5:45 એ એમ (am)

  સ્નેહાબેન સાથે હું સહમત છું. અને આ રસોએયાઓ માંની એક રસોઈયણ એટલે કે નવલિકાના લખાણ માં હું પણ ભાગ લેવા માગું છું. આ માટે શું કરવું એનું માર્ગદર્શન આપવા વિનંતિ…..

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: