મુખ્ય પૃષ્ઠ > Uncategorized > નયનોનાં કોરની ભીનાશ – (૧૨) હેમાબેન પટેલ

નયનોનાં કોરની ભીનાશ – (૧૨) હેમાબેન પટેલ

નવેમ્બર 12, 2011 Leave a comment Go to comments

સમયની ગતિ તેની રફતાર પ્રમાણે ચાલતી જ રહે છે આપણે જો તેની સાથે ન ચાલીએ તો બાજુમાં ફેકાઈ જઈએ. સમય સાથે કદમ ભરીને ચાલવુ જોઈએ તો સમય આપણી પણ કદર કરે.ક્ષિતિજ અને દિશાને ભારત પાછા આવે આજે લગભગ બે મહિના થઈ ગયા છતાં પણ તેમનો હૈયા વલોપાત ચાલુ જ છે .મનમાં અજંપો છે ,શુ કરવુ સમજાતુ નથી પ્રશાંત અને પ્રિયંકાને ભુલવા બંનેને માટે આસાન નથી.પરંતુ આ પરિસ્થિતિમાંથી બહાર પણ આવવુ જ પડે.કાળજા ઉપર પત્થર મુકવો જ પડશે .દિશા હમેશાં પોતાના દિલનુ દુઃખ છુપાવીને ક્ષિતિજને સમજાવવાનો પ્રયત્ન કરતી રહેતી .ભગવાને સ્ત્રીને એક ગજબની શક્તિ આપી છે અને તે છે સહન શક્તિ ,દુખના પહાડ તુટી પડે તો પણ તે પરિવારને દુઃખમાં પણ સંભાળી શકે છે .આજે સવારે ત્રણેવ જણ જ્યારે ટેબલ પર ચ્હા-નાસ્તો કરવા માટે બેઠા ત્યારે દિશા હસતાં હસતાં બોલી ક્ષિતિજ આપણે હવે આપણી રહેવાની ઢબ બદલવાની છે .હુ આખા દિવસની દિનચર્યા ગોઠવુ છુ તે સાંભળો સવારે પાંચ વાગે ઉઠવાનુ, બ્રશ કરી ફ્રેશ થઈને પહેલાં ધ્યાનમાં બેસવાનુ ત્યાર બાદ યોગા એટલે કલાક દોઢ કલાક માનસિક અને શારિરીક કસરત થાય.ત્યાર બાદ નાહીને શ્રીનાથજીની હવેલીમાં દર્શન કરવા જવાનુ,

હવેલી આપણા ઘરની બાજુમાં જ છે.આવીને ચ્હા-નાસ્તો અને ત્યાર બાદ બધા પોતાના કામે લાગશે .દિશા, ક્ષિતિજ અને બાને પુછે છે ,મારી દિનચર્યા પસંદ આવી ? ક્ષિતિજ અને બા સાથે બોલી ઉઠ્યા હા કેમ નહી, એકદમ અતિ ઉત્તમ .આજે વાતાવરણમાં થોડી હળવાશ આવી .ક્ષિતિજે સમાચારપત્ર (છાપુ) વાંચવાનુ પુરૂ કરીને ઓફિસ જવા માટે તૈયાર થયો નીકળતાં બોલ્યો, બા – દીશા જય શ્રી ક્રિષ્ણ બંનેએ વળતાં જવાબ આપ્યો જ્ય શ્રી ક્રિષ્ણ અને દીશા બારણા સુધી ક્ષિતિજ સાથે ગઈ અને એક નજર ક્ષિતિજને જતાં જોઈ રહી અને વિચારે છે કામ પાછુ ચાલુ કર્યુ છે અને એમ કરતાં પણ જો ક્ષિતિજ પાછો તેના કામના મુડમાં પહેલાંની જેમ આવી જાય તો સારુ.દરવાજો બંધ કરીને પાછી વળી .
આજે રાત્રે પાંચ વાગ્યાનુ એલાર્મ ગોઠવ્યુ, ઘરમાં બધાની ઉઘ ઓછી થઈ ગઈ છે ક્ષિતિજ અને દિશાની આંખમાં ઉઘ ક્યાં છે છતાં પણ ઘડિયાળ ગોઠવીને પછી બંન્નેએ પોત પોતાને મન પસંદ પુસ્તક હાથમાં લીધુ અને માથા પરની નાની લાઈટ ચાલુ કરી અને રૂમની લાઈટ બંધ કરી.વાંચતા વાંચતા આંખ ઘેરાઈ એટલે લાઈટ બંધ કરીને બંને સુઈ ગયા. સવારે પાંચ વાગે ઘડિયાળની ઘંટડી વાગી એટલે દિશા ઉઠીને તે ફ્રેશ થઈ એટલે ક્ષિતિજ ઉઠ્યો અને ગઈ કાલે વાત થઈ તે પ્રમાણે તેમનો નિત્ય નિયમ આજથી શરૂ થઈ ગયો .અને ક્ષિતિજના બા પણ દરરોજ મંદિર સાથે આવતા .ધીમે ધીમે ક્ષિતિજ અને દિશા આવી પડેલ પરિસ્થિતીને લીધે જે માનસિક તાણાવાણામાં ઘેરાઈ ગયાં છે તેમાંથી બહાર નીકળવાનઓ પ્રયત્ન કરે છે. દીશા વિચારે છે, વિધાતા જ્યારે રૂઠે છે ત્યારે કેવા કેવા દિવસો બતાવે છે અને કેટલા દુઃખદ સંજોગોમાંથી પસાર થવુ પડે છે ઈશ્વર કરે કોઈને પણ આ દિવસો જોવા ન પડે, તેનુ હૈયા વલોણુ ચાલુ જ છે, શુ આ મારા કર્મના ફળ છે?

આ જન્મમાં તો મે અને ક્ષિતિજે એવા કોઈ કર્મ નથી કર્યા કે જેથી આ દિવસો જોવા પડે તો શુ આમારા પુર્વ જન્મોના કર્મો હશે? વહાલસોયા આમારા જીગરના ટુકડા અને મારા દિકરાની પ્રિયતમા સુહાગી અમને છોડીને આટલા જલ્દી કેમ ચાલ્યા ગયા? દિશા પાસે આમાંથી એક પણ સવાલનો ઉત્તર નથી. કહે છે ને કે જ્યારે આપણી પાસે કોઈ ઉત્તર ન હોય ત્યારે ઈશ્વર ઉપર છોડી દેવાનુ, તે જે કરે તે બધુ સારા માટે જ કરે. સુખ પછી દુઃખ અને દુખ પછી સુખ જીવનમાં આ સાયકલ ચાલતી જ રહે છે તો આજે દુઃખના દિવસો છે તે જતા રહેવાના છે અને સુખના દિવસો ચોક્ક્સ અમારા જીવનમાં નક્કી આવશેજ. ઈશ્વર એટલો પણ નિર્દય નથી એક દિવસ તો ખુશીઓની બહાર આવવાની જ છે. મારે જ ક્ષિતિજનુ મનોબળ વધારવાનુ છે,

હવે હુ ક્ષિતિજની સામે જરાય આંસુ નહી વહાવુ .હુ જ ક્ષિતિજની શક્તિ બનીશ,ક્ષિતિજની તાકાત બનીશ . મારા બંને છોકરાંઓ તો તેમને ભગવાને જેટલુ આયુષ્ય આપ્યુ હતુ તે બહુજ સરસ રીતે હસી ખુશી તેમનુ જીવન જીવીને સ્વર્ગે સિધાવ્યા બસ ત્યાં આગળ પણ મારા બાળકોના આત્માને શાંતિ અને સુખ મળે .દિશા મન મજબુત કરતી જાય છે .આજે ક્ષિતિજ અને દિશા પાસે ધન દોલત વૈભવ બધુ જ છે છતાં પણ તેમના હ્રદયનો એક ખુણો ખાલી છે. સુખી દેખાતા ધનાઢ્ય માતા પિતાના મનમાં અજંપો છે મન અશાંત છે , તો દિલ રડે છે, આંખો રડે ત્યારે આખુ જગત જાણે પરંતુ જ્યારે દિલ રડેને ત્યારે હૈયુ વલોવાય જાય ,એકલતા અંદરથી તેમને ખાઈ જાય છે . મનની શાંતિ શોધી રહ્યા છે.

આજે પૂનમ તિથિ છે અને બા ક્ષિતિજ અને દિશા હવેલીમાં દર્શન કરવા માટે ગયાં ,ત્યાં આગળ દર્શન કરીને દિશા અને ક્ષિતિજ બહાર નીકળી રહ્યાં હતા, બા બંનેની પાછળ આવી રહ્યા હતા, સામે એક ફુલ સમાન કોમળ આઠેક વર્ષની બાળાનો અવાજ આવ્યો નમસ્તે આન્ટી ,નમસ્તે અંકલ, ક્ષિતિજ અને દિશાની નજર તેની સામે પડી તો આ છોકરી વ્હિલચેર પર બેસીને આવી હતી .પગે ચાલી શકતી ન હતી.ક્ષિતિજ અને દિશા તરત જ નીચા નમીને તેને રમાડવા લાગ્યા ,અને પુછ્યુ બેટા તમારુ નામ શુ છે ?

તો પોપટ જેવી બોલક્ણી છોકરી તરત જ બોલી ઉઠી મારુ નામ ઉર્જા છે. વાહ બેટા બહુ સરસ નામ છે.દિશા વિચારવા લાગી આટલી સુન્દર પરી જેવી છેકરી અને એની આ ઉમ્મરમાં આ હાલત છે .દિશાને લાગ્યુ તેની સાથે તેની મમ્મી હશે એટલે તેની સાથે જે બેન આવ્યા હતા તેમની સાથે વાત કરી અને કહ્યુ તમારી દિકરી બહુજ સુંદર ગુડિયા જેવી દેખાય છે તેમણે કહ્યુ થેન્કયુ. મારી દિકરી છે પરંતુ મે તેને જન્મ નથી આપ્યો છતાં પણ તે મને મારા જાનથી પણ પ્યારી છે.

દિશાએ સવાલ કર્યો કેમ આમ બોલો છો,તો તેમણે કહ્યુ મે તેને અનાથ આશ્રમમાંથી ગોદ લીધી છે .દિશા તો સાંભળીને દંગ રહી ગઈ. કોઈની છોકરી ગોદ લીધી અને તે પણ વિક્લાંગ? ક્ષિતિજ દિશા અને બાને તો નવાઈ લાગી. ત્રણેવ જણ વિચારમાં પડી ગયા. આખે રસ્તે ઉર્જાની વાણી અને સુન્દર ચહેરો આંખો આગળથી ખસતો ન હતો. વારંવાર તેના અને તેની મમ્મીના શબ્દો કાનમાં ગુંજતા હતા. ઘરે આવ્યા પછીથી આજે ક્ષિતિજને ઓફિસ જવાનુ હતુ નહી આજે રવિવાર હતો.

બધા સાથે ચ્હા-નાસ્તા માટે ટેબલ પર ગોઠવાયા .અને ચ્હા પીતા પીતા દિશાએ વાત ચલાવી ક્ષિતિજ મારે તને એક વાત કરવી છે જો તુ માને તો સારુ ,ક્ષિતિજ કહે હા બોલ હવે તો તારી બધી વાતો મને સત્ય લાગે છે ,હમેશાં તારી વાતમાં કંઈક દમ હોય છે, હુ હમેશા તારી વાત હસી મજાક્માં જ લેતો હતો, અને તારી વાત માનતો ન હતો એટલે હવેથી તુ જેમ કહેશે તેમ મારે કરવાનુ છે, તુ મારી સલાહકાર, મારી ગુરુ.તો કોઈ પણ ચિન્તા વિના મને વાત કરી શકે છે .ક્ષિતિજમાં હવે બહુજ બદલાવ આવી ગયો છે,જીવન મસ્ત બની જીવવામાં માનતો હતો. હાલાત અને સંજોગોએ તેને એકદમ ગંભિર બનાવી દીધો છે.
દિશાએ વાતનો દોર પકડ્યો, આપણને ભગવાને પૈસો બહુ આપ્યો છે ભારતના રુપિયા છે અને ક્ષિતિજ તે કામ પણ શરૂ કર્યુ છે , અને ઉપરથી અમેરિકાના ડોલરની કમાણી, જે ડોલરમાંથી રૂપિયા થવાના છે. ત્યાંની ક્માણી પણ સારી છે અને અમેરિકામાં સ્વયં અને અંબર તેમજ પલક ધંધાનુ બરાબર બહુજ સરસ કુશળતા પૂર્વક ધ્યાન રાખી રહ્યો છે અને તારો મિત્ર સ્વંય એકદમ ભરોસામંદ છે, અને બિઝનેસ પણ બહુજ સરસ ચાલે છે.એટલે મને લાગે છે હવે આપણે પૈસા યોગ્ય જ્ગ્યાએ વાપરીને સેવા કરવાનો સમય આવી ગયો છે .

દિશા હુ જે વિચારી રહ્યો છુ તે તો તુ કહેવા નથી માગતીને? ક્ષિતિજ દિશાની વાત પામી ગયો છે .હા ક્ષિતિજ તુ બરાબર સમજી ગયો આજે સવારે જે પ્રસંગ બન્યો તે દ્રશ્યએ આપણા બંનેને વિચારતા કરી મુક્યા છે અને શ્રીજીબાવાએજ એ છોકરીને આપણી સમક્ષ મોકલી અને આપણને જે ભવરમાં ફસાઈ ગયા છીએ તેમાંથી બહાર નીકળવાનો માર્ગ બતાવ્યો. અને પ્રભુએ આપણને સારૂ કામ કરવા માટે પ્રેરણા આપી છે તો આપણે પણ આ તક ઝડપી લેવાની છે .એટલે તારી સંમતિ હોય તો હુ આવતી કાલથી આ કાર્ય માટે કામે લાગી જાઉ .

ક્ષિતિજ બોલ્યો “નેકી અને પુછ પુછ, તુ તારે તને જેમ યોગ્ય લાગે તેમ કરી શકે છે મારો તને પુરેપુરો સાથ છે.પૈસાથી અને શારિરીક પણ, કેમકે હવે મારી તબીયત એકદમ સારી થઈ ગઈ છે. તુ જ્યાં કહેશે ત્યાં હુ તારી સાથે આવવા તૈયાર છુ .અને માનવ સેવા એજ પ્રભુ સેવા છે, અને આતો પુણ્યનુ કામ છે”. બા પણ બંને સાથે સહમત થયા. બેટા તમારા બંનેના બહુજ ઉમદા વિચાર છે અને ધરમના કામમાં ઢીલ નહી કાલથી જ કામે લાગી જાઓ, ઘરની જરાય ચિંતા ન કરશો હુ ઘર સંભાળી લઈશ. તમે તમારે બંને જણ બેફિકર થઈ સારુ કાર્ય કરવાનુ ચાલુ કરી દો .ક્ષિતિજને ઓફિસમાં સ્ટાફ સારો છે એટલે આખો વખત ઓફિસમાં ન બેસી રહે તો પણ ચાલી શકે. તે રાત્રે દિશાની ઉઘ સાવ ઉડી ગઈ અને કેવી રીતે બધુ ગોઠવવુ વિચારતી રહી,
આવી જીવનની આ પાનખર ઋતુ
પતઝડમાં જોયુ એક લીલુ પાન
જાણ્યુ જીન્દગી નથી થઈ વેરાન
રાહ જોઈને ઉભુ કોઈ લઈ હાથમાં દીપ
આશાનુ એક તેજ કિરણ ઉગ્યુ
મુઠ્ઠીમાં સમાવ્યુ, કરી મુઠ્ઠી બંધ
ખોલી મુઠ્ઠી, પથરાયા અજવાળા.
ક્ષિતિજ અને દિશા ભેગા થઈને પ્રોજેક્ટ માટે વિચારવા લાગ્યા અને દિશાએ બધા પોઈન્ટ ડાયરીમાં લખવાની શરૂઆત કરી .પહેલાં તો શુ કરવા માગીએ છીએ અને તેને માટે જગ્યા .ક્ષિતિજે કહ્યુ જગ્યાનો કોઈ વાંધો નહી આવે આપણી પાસે બે બહુજ મોટા ગોડાઉન ખાલીજ પડ્યા છે ,અને તેની ઉપર બીજો માળ બાંધી શકાય, એટલે દીશા જ્ગ્યાની અને પૈસાની ચિન્તા તુ જરાય ન કરીશ .દિશાએ કહ્યુ મારો વિચાર છે વિક્લાંગ અને અનાથ બાળકો માટે આપણે એક આશ્રય સ્થાન બનાવીએ જેથી બાળકોની પુરે પુરી કાળજી રાખી શકાય. અને સાથે એક આધુનિક પુસ્તકાલય બહુજ સરસ વિચારો, હુ તારી સાથે સંમત છુ ,દિશા કાલે ઓફિસમાં હુ એક આર્કીટેક્ને બોલાવી લઉ છુ ,તેને જગ્યા બતાવીને પ્લાન તૈયાર કરાવુ છુ ,જેથી બંને ગોડાઉનનો એક એક ખુણો આપણે ઉપયોગમાં લઈ શકીએ અને બધુ વ્યવસ્થીત બાંધકામ થાય . બીજે દિવસે ક્ષિતિજે આર્કીટેકને બોલાવ્યો અને જગ્યા પણ બતાવી દીધી અને કહ્યુ મને બધુ કામ જલ્દી જોઈએ .

બે દિવસમાં તો આર્કીટેક નક્શો લઈને આવી ગયો અને ક્ષિતિજ આજે દિશાને પણ સાથે લઈ ગયો એટલે દિશા પણ બધુ બરાબર તેને જોઈએ તે પ્રમાણે સલાહ સુચન પણ આપી શકે.દિશા અને ક્ષિતિજે આર્કીટેકને જગ્યા કેવી રીતે બાંધવી છે બધુ સમજાવ્યુ.અને સંસ્થાનુ નામ ક્ષિતિજ દિશા અને બા ,મળીને વિચારવા લાગ્યા ,પ્રશાંત અને પ્રિયંકાના નામે જ સંસ્થા ચાલુ કરવાની છે એટલે “સંક્લ્પ” નામ આપવામાં આવ્યુ .અને આર્કીટેકે અઠવાડિયામાં કામ ચાલુ કરી દીધુ અને આર્કીટેકનુ બાંધકામનુ કામ પતે ત્યાં સુધી ક્ષિતિજ અને દિશાએ મળીને જે વસ્તુની જરૂરિયાત છે તે વસ્તુની તૈયારી કરવા લાગ્યા.
દિશા તેના માટે દરરોજ ક્ષિતિજ સાથે ઓફિસ જતી કેમકે ત્યાંથી કામ સારી રીતે થઈ શકે. ક્ષિતિજે ક્મ્પ્યુટરોનો પણ ઓર્ડર આપી દીધો અને ફર્નીચરનો પણ ઓર્ડર આપી દીધો. કામ પુર જોરમાં ચાલુ થઈ ગયુ અને ક્ષિતિજ અને દિશાને પણ આ પ્રોજેક્ટને લીધે કામનુ જોમ આવી ગયુ અને બસ આખો દિવસ આ વસ્તુ માટેજ વિચારતા અને તેમાં વ્યસ્ત રહેતાં,આર્કીટેકે રાત દિવસ કામ કરવાનુ ચાલુ કર્યુ અને માણસો પણ વધારે કામે લગાવ્યા અને ચાર મહિનામાં જગ્યા તૈયાર કરીને આપી દીધી.

પુસ્તકાલયમાં કમ્પુટર અને ફરનીચર પણ ગોઠવાઈ ગયા અને સ્કુલ અને કોલેજને લગતા બધાજ વિષયોના પુસ્તકો મુકાઈ ગયા. બાળકોને સ્કુલમાં આવવા જવા માટે બસ માટે પણ કોન્ટ્રાક કરી લીધો ટુકમાં બધીજ વ્યવસ્થા થઈ ગઈ.  પેપરમાં એક એડ આપી એટલે બીજા અનાથ આશ્રમોમાંથી ફોન આવવા લાગ્યા અને બાળકોનુ રજીસ્ટ્રેશન પણ થવા લાગ્યુ. રસોઈઘરમાં દિશાએ એવી બેનોને રસોઈ બનાવવા માટે રાખી કે જેમની આર્થિક સ્થિતિ સારી નથી અને પૈસા માટે કોઈની પાસે હાથ પણ લાંબો ન કરી શકે. અને સાથે સાથે બાળકોને પૌસ્ટિક અને સાત્વિક ભોજન મળી રહે.દરેક જગ્યા માટે જેને પૈસાની બહુજ જરૂરિયાત છે એવા માણસોને તેમની સંસ્થા માટે નક્કી કરવામાં આવ્યા.
સારો શુભ દિવસ જોઈને ક્ષિતિજના હાથે “સંક્લ્પ”નુ શાસ્ત્રોક્ત વિધિ સાથે ઉધઘાટન કરવામાં આવ્યુ. અને આજે ક્ષિતિજ, દિશા અને બાના આખમાં ખુશીના આંસુ છલકાયા .ક્ષિતિજ અને દિશાએ ઘણ લાંબા સમય પછી દિલમાં આનંદ અને મનમાં એક સંતોષ અનુભવ્યો.દુ; ખના ઘાવ બહુ ઉંડા હતા પરંતુ ઈશ્વરે હવે ઘાવ પર મલમ પટ્ટી બાંધી દીધી એટલે ચોક્ક્સ ઘાવ ભરાઈ જવાના જ છે.

 સુખના જલે સુખડ રે મનવા, દુઃખના બળે રે બાવળ.

 “સંક્લ્પ” માં પહેલા સો બાળકો લેવાના નક્કી કરાયુ અને દિશા કહે પછી આપણે સંખ્યા વધારી શકીએ.અને આમેય સ્ટાફ સાથે ઘણી સંખ્યા થઈ ગઈ છે. ક્ષિતિજ અને દિશા તેમનો સવારનો જે નિત્ય ક્ર્મ હતો તે પતાવીને “સંક્લ્પ” પર આવી જતા ક્ષિતિજ બે ત્રણ કલાક બેસીને “સંક્લ્પ” ઓફિસનુ બધુ કામ જોઈ લેતો અને બધાજ હિસાબ કિતાબ જાતે ચેક કરતો .ઓફિસમાં એકાઉન્ટ માટે માણસ હતો જે બધા હિસાબ રાખતો અને ફાયનલી ચેક કરવાનુ કામ ક્ષિતિજનુ .કામ પતાવીને ક્ષિતિજ પોતાની ધંધાની ઓફિસ પર જતો .

દરેક જગ્યાએ માણસો રાખેલા છે, છતાં દિશા ચારેવ બાજુ બધુ જ જાતે પરિક્ષણ અને નિરિક્ષણ કરે છે કે જેથી કામ કાજમાં ક્યાંય ઉચ નીચ ન આવે .આમ હવે ક્ષિતિજ અને દિશા આ સંસ્થા લઈને બેઠા અને તેમની મહેનત અને બંનેની સુજ બુજ અને કામ કરવાની કુશળતાને લીધે , “સંક્લ્પ” હવે આખા મુંબઈમાં જાણીતુ થયુ .
એક માળ પર આખો ફ્લોર બાળકોના મનોરંજન માટે રાખ્યો છે જ્યાં ટી.વી. અને સંગીતના સાધનો ગોઠવવામાં આવ્યા છે. દિશા સિસ્થ માટે એકદમ સ્ટ્રીક છે એટલે તેણે બાળકો માટે પણ નિત્ય નિયમ ગોઠવ્યા છે, અને સિસ્થ અને નિયમથીજ બાળકોની કાળજી લેવાય છે. શનિવાર અને રવિવારે મનોરંજન. એટલે એ બે દિવસોમાં બાળકોને લગતા કે જેનાથી બાળકોની સામાન્ય બુધ્ધિનો વિકાસ થાય એવાજ શો મુકવામાં આવે દેખાડવામાં આવે છે.અને હળવુ સંગીત સાંભળવા મળે છે .દર મહિને એક પિકનિક કે જ્યાં બાળકો ખુલ્લા આસમાન નીચે રમી શકે અને મઝા કરી શકે.

જ્યારે પ્રશાંત અને પ્રિયંકાની બર્થડે હોય યાતો પ્રશાંત અને પ્રિયંકાની ડેથ એનિવર્સરી આવે ત્યારે ક્ષિતિજ અને દિશા મોટો પ્રોગ્રામ ગોઠવીને કોઈ સંગીતની દુનિયામાંથી કોઈ કલાકાર અથવા સિનેમાનો કલાકાર બોલાવીને પાર્ટી ગોઠવે અને તે દિવસે બધા બાળકોને ભેટ અને ચોકલેટ વહેચે .બધાજ બાળકો ઘણા જ ખુશ થાય અને ત્યારે ક્ષિતિજ અને દિશાને જે ખુશી મળતી હતી તેનુ કોઈ વર્ણન ન થઈ શકે બંનેને બાળકોને ખુશ અને મઝા કરતા જોઈને આત્મ સંતોષ મળતો ,બંને વિચારતા ઈશ્વરે આમારી પાસેથી બે બાળકો લઈ લીધા તેના બદલામાં અમને ઘણા બધા બાળકો આપ્યા અને તે પણ ખાસ બાળકો !!! આમાંથી કોઈ બાળક માનસિક રીતે તો કોઈ બાળક શારિરિક રીતે ખાસ છે.
”સંક્લ્પ” માંથી ક્ષિતિજ અને દિશા ઘરે પહેચ્યા, આજે થાકેલા હતા એટલે સોફા પર બેસીને ટી.વી. ચાલ્યુ કર્યુ અને ઝી ટી.વી. ચેનલ મુકી,ત્યાંજ બા આવ્યા અને બંનેના ખબર પુછ્યા, આજે બંને બહુ થાકેલા લાગો છો હમણાં જ હુ આદુ , ફુદીનો અને લીલી ચા નાખીને ગરમા ગરમ ચ્હા બનાવીને લઈ આવુ છુ .ચ્હા પીધા પછીથી બંને તાજા માજા થઈ જ્શો , અને બધો થાક ઉતરી જશે. બા રસોડામાં ચ્હા બનાવવા માટે ગયા અને ઝી ન્યુઝ ચાલુ થયા તેમાં મેડીકલ કોલેજનુ કૌભાંડ આવ્યુ , મેડીકલ કોલેજમાં પૈસાવાળાના નબીરા ભણ્યા વગર પરિક્ષા આપ્યા વિના પૈસા ખવડાવીને ડોક્ટરની ડીગ્રી મેળવે કરે છે .બા ચ્હા અને બિસ્કિટ લઈને આવ્યા એટલે ચ્હાને ન્યાય આપ્યો .ચ્હા પીધી એટલે બંને જરા ફ્રેશ થયા. સમાચાર સાભળીને ક્ષિતિજને વિચાર આવ્યો અને દિશાને કહેવા લાગ્યો દિશા મને એક વિચાર આવે છે આપણે આપણી સંસ્થાના નામે દર વર્ષે બે સ્કોલરશીપ આપીએ અને મેડિકલ કોલેજમાં બે સીટ દર વર્ષે અપાવીએ કે જેથી જે સાચેજ ભણી શકે એવા છે, અને જેમની પાસે પૈસા નથી તેમને કામ લાગે. દિશા તો સાંભળીને એકદમ ખુશ થઈ હા ક્ષિતિજ બહુજ સરસ, તારૂ સ્વપ્ન હતુ પ્રશાંત અને પ્રિયંકા ડોક્ટર બને .બીજાને મદદ કરીને જો તે ડોક્ટર બનશે તો આપણને ઘણી ખુશી થશે. બીજે દિવસે ઓફિસમાં જઈને સ્કોલરશીપ માટેની બધી તૈયારી કરી દીધી અને મેડિકલ કોલેજના ટ્રસ્ટી ને મળીને સીટના પૈસા પણ ભરી દીધા અને બે સીટો સંસ્થાના નામે લઈ લીધી. અને ત્યાર બાદ ન્યુઝપેપરમાં એડ આપી દીધી.
એક મહિના પછી બીજા અનાથ આશ્રમમાંથી પુનિત અને પૂનમ ક્ષિતિજની ઓફિસમાં આવ્યા .ક્ષિતિજ ઓફિસમાં હતો નહી એટલે બંને ક્ષિતિજના ઘરે ગયા .બાએ બંનેને બેસાડ્યા અને પાણી આપ્યુ ,અને દિશા અને ક્ષિતિજને બોલાવ્યા ,બંને આવ્યા એટલે પુનિત અને પૂનમ બંને ક્ષિતિજ અને દિશાને પગે લાગા અને કહ્યુ અંકલ અમે તમારી એડ વાંચી એટલે આવ્યા છીએ .અમારે તમારી મદદ જોઈએ છે .અમે બંને ભાઈ બેન છીએ અને બારમાની બોર્ડની પરિક્ષામાં અમે પહેલા અને બીજા નંબરે આવ્યા છીએ અમારી વચ્ચે ખાલી અડધા માર્ક્સનો ફરક છે ,પુનિતને અડધો માર્ક્સ ઓછો આવ્યો છે .દિશાએ પુછ્યુ બેટા તમે ક્યાથી આવો છો ? પૂનમ બોલી આન્ટી અમે અનાથ આશ્રમમાં રહીએ છીએ અને પુનિતને હુ દર વર્ષે રાખડી બાંધુ છુ ,અમારા માતા-પિતાની અમને ખબર નથી પરંતુ અમે એક બીજાને સગા ભાઈ બેન કરતાં પણ વધારે પ્રેમ કરીએ છીએ .દુનિયામાં અમારુ કોઈ નથી અમે બે ભાઈ બેન છીએ .સાંભળીને બા ક્ષિતિજ અને દિશાની આંખ ભરાઈ આવી ,અને કેમ જાણે કેમ બંને માટે કુણી લાગણી દિલમાં જાગી .અને બાએ ભાઈ બેનને ચ્હા નાસ્તો કરાવ્યો અને ક્ષિતિજે ખાત્રી આપી તમારા બંનેનુ કામ થઈ જશે. કાલે ઓફિસમાં આવી મને મળો હુ બધુ ગોઠવી આપુ, આ સાંભળી પુનિત અને પૂનમ છુટ્ટે માંઢે રડી પડ્યા અને બોલ્યા અંકલ આન્ટી તમે આજે અમારી જીન્દગીમાં ભગવાન બનીને આવ્યા છો.દિશાએ બંનેને શાંત કર્યા .બીજે દિવસે ક્ષિતિજે પુનિત અને પૂનમનુ મેડિકલ કોલેજમાં એડમીશન કરાવી આપ્યુ .અને બે જ્ણા બહુજ ધ્યાન દઈને ભણતા હતા અને વાંચવા માટે અને કંઈ રિસર્ચ કરવુ હોય એટલે “સંક્લ્પ” માંજ દરરોજ આવતા કારણ આ પુસ્તકાલય દરેક જરૂરિયાત વાળા માટે હમેશાં ખુલ્લુ હતુ.
દરરોજ આવતા એટલે વારંવાર ક્ષિતિજ અને દિશાની મુલાકાત થતી અને ક્ષિતિજ અને દિશા પણ આ બે યુવાન બાળકોને જોઈને ખુશ થતાં. દિવસો પસાર થવા લાગ્યા અને “સંક્લ્પ” એક્દમ સરસ રીતે ચાલતુ હતુ કોઈ મુશ્કેલી હતી નહી .પુનિત અને પૂનમને ડોક્ટરની પદવી મળી એટલે સૌથી પહેલાં મિઠાઈ લઈને ક્ષિતિજને ઘરે આવ્યા અને ખુશ ખબર આપ્યા અને ક્ષિતિજ અને દિશાને પગે લાગ્યા ત્યારે ક્ષિતિજ અને દિશા એકદમ ભાવુક થી ગયા , પુનિત અને પુનમને ગલે લગાવ્યા અને અનાયાસે જ બંનેના મોઢામાંથી શબ્દ નિકળ્યા મારા પ્રશાંત અને પ્રિયંકા મમ્મી -પાપાને તમારા પર ગર્વ છે આજે આમારી ઈચ્છા તમે પુરી કરી અને ક્ષિતિજ અને દિશા ચોધાર આંસુએ રડ્યા. જ્યારે આલિગનમાંથી છુટા પડ્યા ત્યારે ખબર પડી આતો પુનિત અને પૂનમ છે. કંઈ નહી ભગવાને જ આ શબ્દો બોલાવ્યા છે તો કોઈ સંકેત હશે. ક્ષિતિજ અને દિશાએ નક્કી કર્યુ પુનિત અને પૂનમને દિકરો અને દિકરી ના રૂપમાં ગોદ લઈ લેવા .પુનિત અને પૂનમ તો ખુશ થયા તેમને માતા-પિતા મળી રહ્યા છે બા એ પણ સંમતિ આપી દીધી .અને ક્ષિતિજે ગોદ લેવાની બધીજ કાનુની વિધિ પતાવી અને તેના માનમાં એક મોટી પાર્ટીનુ આયોજન કર્યુ અને જાહેરાત કરી પુનિત અને પૂનમ હવે અમારા સંતાન છે .પુનિત અને પૂનમ મમ્મી-પાપાને ગળે વળગી પડ્યા. દુરથી રેડિયો પર ગીતના શબ્દો સંભળાયા

दु; ख भरे दिन बीतो रे भैया अब सुख आयो रे,
आज जिवन मही नया रंग आयो रे
ક્ષિતિજ અને દિશાના નયનોના કોરની ભીનાશ હર્ષના આંસુના ઝરણા બનીને મંદ મંદ વહેવા લાગી.

સંપૂર્ણ

Advertisements
Categories: Uncategorized
  1. નવેમ્બર 12, 2011 પર 9:09 પી એમ(pm)

    સરસ સુખેન સમાપયન્….liked it a lot….

  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: