મુખ્ય પૃષ્ઠ > કાવ્ય રસાસ્વાદ > મેં તો ઉંબર પર દીવડો મેલ્યો–દલપત પઢીયાર

મેં તો ઉંબર પર દીવડો મેલ્યો–દલપત પઢીયાર

ઓક્ટોબર 25, 2011 Leave a comment Go to comments

સકલ  મારું  ઝળહળ
મેં  તો  ઉંબર  પર  દીવડો  મેલ્યો
કે  ઘર  મારું  ઝળહળતું
પછી  અંધારો  ઓરડો  ઠેલ્યો
ભીતર મારું ઝળહળતું ….મેં તો

મેં  તો  મેડી  પર  દીવડો  મેલ્યો
કે મન  મારું  ઝળહળતું
પછી ડમરો રેલમછેલ    રેલ્યો
કે  વન  મારું  ઝળહળતું    મેં તો

મેં  તો કૂવા  પર   દીવડો  મેલ્યો
કે  જળ  મારું   ઝળહળતું
પછી  છાયામાં  છાયો  સંકેલ્યો
કે  સકલ  મારું  ઝળહળતું ….મેં  તો

મેં  તો  ખેતર  પર  દીવડો   મેલ્યો
કે  પાદર  મારું  ઝળહળતું
પછી  અવસર  અજવાળાનો  ખેલ્યો
કે અંતર મારું ઝળહળતું …..મેં તો

મેં  તો  ડુંગર  પર  દીવડો   મેલ્યો
કે  ગગન  મારું   ઝળહળતું
પછી  અણદીઠો   અક્ષર ઉકેલ્યો
કે  ભવન  મારું  ઝળહળતું  …..મેં તો

-દલપત પઢીયાર

 • આ  કાવ્યમાં  સરળ  શબ્દોમાં   ઉંચો  જીવનબોધ
 • આમ  તો  દીવો  ઘરમાં  કે  પરસાળમા  મૂકી  શકાય  પણ  દીવો  મૂકવાનું ઉત્તમ  સ્થાન  ઉંબરો  જ  ગણી  શકાય –
 • ઘર  , ઉંબરો  અને  પરસાળ  – આ  ત્રણ  સ્થાને  મુકાતા દીવા  સાથે  ત્રણ  ભાવ  જોડાયેલા  છે .
 • ઘરમાં  પ્રગટતા  દીવામાં  સ્વાર્થભાવ ,
 • પરસાળમાં  પ્રકાશતા  દીવામાં  પરમાર્થભાવ  અને  ઉંબરના  દીવામાં સ્વાર્થ -પરમાર્થ  ભાવ
 • આથી ઉંબરે  મૂકેલો  દીવો  ઉત્તમ , ઘરમાં  મૂકેલો  દીવો  કનિષ્ઠ
 • ઉંબરે  મૂકેલા  દીવાનો  પ્રકાશ  ઘરમાં  અને  બહાર  બંને  ઠેકાણે …એનાથી  એક પંથ  દો  કાજ …
 • ઉંબરનો  દીવો  ઘરના અજવાશ  સાથે  અંતરને  અજવાળે
 • મેડીનો  દીવો  મનના અજવાશ  સાથે   બૃહદને મહેકાવે
 • કૂવા પરનો  દીવો જળની  સાથે  સકલને  ઝળહલાવે
 • કવિ  ઘર , ખેતર , ડુંગર  ઉપર  દીવો  મૂકવાની વાત કરીને  સકળને  આલોકિત  કરે  છે
 • અહીં  આત્મજ્ઞાન  રૂપી  દીવડાના  પ્રકાશ  દ્વારા  ખુદને  અને  સકલ  માનવજાતના  અંતરને  અજવાળવાની  વાત  કવિ  કરે  છે
 • અંતરમાં  સ્નેહ , સદભાવ ,સહાનુભુતિ  ,આત્મીયતા , સંવેદનશીલતા  જેવી  સુક્ષ્મ  સંપત્તિઓની  સરવાણી વહેતી  કરી  એ  સંપત્તિઓનું  શ્રેય
 • પોતાની  સાથે  સાથે  અન્યને  પણ  સાંપડે  એવો  દીવો  પ્રગટાવવાની  વાત  છે

દીપાવલીના  આ અવસરે  આપણે પણ  આવો  દીવો  પ્રગટાવીને  સકળને   ઝળહળતું  કરીશુંને ?

http://pratibhashah.wordpress.com/2011/10/25/%e0%aa%ae%e0%ab%87%e0%aa%82-%e0%aa%a4%e0%ab%8b-%e0%aa%89%e0%aa%82%e0%aa%ac%e0%aa%b0-%e0%aa%aa%e0%aa%b0-%e0%aa%a6%e0%ab%80%e0%aa%b5%e0%aa%a1%e0%ab%8b-%e0%aa%ae%e0%ab%87%e0%aa%b2%e0%ab%8d%e0%aa%af/

Advertisements
 1. ઓક્ટોબર 25, 2011 પર 5:13 એ એમ (am)

  આદરણીય શ્રી

  આપને તેમજ આપના પરિવારજનોને દીપાવલીના પર્વની શુભ કામના અને નુતન વર્ષાભિનંદન.

  નવું વર્ષ આપની આશા ઉમંગોને પરિપૂર્ણ કરી અનેરી સિધ્ધિઓ અર્પી સફળતાના શિખરો સર કરાવી

  દ્રઢ મનોબળ સુખ સંપતિ અને તંદુરસ્ત આરોગ્ય બક્ષે એવી અપેક્ષા

 2. pragnaju
  ઓક્ટોબર 25, 2011 પર 1:32 પી એમ(pm)

  નવવર્ષની શુભેચ્છાઓ.

  આતમ દીપ
  પ્રગટે દિવાળીએ
  એ શુભેચ્છા
  બે કોડી સમજવા
  શાસ્ત્ર પુરાણ બધા.

 3. ઓક્ટોબર 25, 2011 પર 3:01 પી એમ(pm)

  PRIYA !VANDANSAH SAL MUBARAK !
  JAI SHREE KRUSHNA !!!!!!!!!!!!!!!!!!

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: