મુખ્ય પૃષ્ઠ > અન્ય બ્લોગ ઉપરથી ગમે > રત્નકણિકા-ગુજરાતી ભાષાના અમૂલ્ય મોતીઓનો ખજાનો !!!

રત્નકણિકા-ગુજરાતી ભાષાના અમૂલ્ય મોતીઓનો ખજાનો !!!

ઓક્ટોબર 25, 2011 Leave a comment Go to comments

 

આમ તો છું એક પરપોટો સમય નાં હાથમાં
તોય ઊભો વિશ્વને લેવા હું મારી બાથમાં-
રમેશ પારેખ

 

જીવન તો ફુગ્ગા મહીં સ્થિર થયેલી ફૂંક
ફુગ્ગો ફુટતા વાયરે ભળીજાય થૈ મૂક.
અનીલ જોશી

 

મારી હસ્તી મારી પાછળ એ રીતે વીસરાઈ ગઈ
આંગળી જળમાંથી કાઢી, ને જગા પુરાઈ ગઈ !
-ઓજસ પાલનપુરી

 

પહાડ જેવી ભૂલ પણ ક્ષણમાં જ ઓગાળી શકે,
બે જ શબ્દો- એકનું છે નામ સૉરી, એક પ્લીઝ.!
-અનિલ ચાવડા

 

અમે હસીએ છીએ પણ આંસુ રોકાઈ નથી શક્તાં,
તૂટેલું સાજ હો તો સૂર પરખાઈ નથી શક્તાં
સૈફ પાલનપુરી

 

ચાલ, વરસાદની મોસમ છે, વરસતાં જઈએ
ઝાંઝવાં હો કે હો દરિયાવ, તરસતાં જઈએ
-હરીન્દ્ર દવે

 

તમે મન મૂકી વરસો, ઝાંપટું આપણને નહીં ફાવે
અમે હેલીના માણસ, માવઠું આપણને નહીં ફાવે
ખલીલ ધનતેજવી

 

આપણા ઘરમાં જ હો ચાલે નહીં
એમના ઘરમાંય બારી જોઈએ
મુકેશ જોશી

 

બેરુખી ઈસ સે બડી ઔર ભલા ક્યા હોગી
એક મુદ્દત સે હમેં ઉસને સતાયા ભી નહીં
– કતીલ શિફાઈ

 

મુઝ કો ભી શૌક થા નયે ચેહરોં કી દીદ કા
રાસ્તા બદલ કે ચલને કી આદત ઉસે ભી હૈ
મોહસીન નકવી

 

યાદ આવી ગઈ ફરીથી આજ જૂની વારતા
ઊડતી આવી પરી ને બાળપણ બેઠું થયું
-બી.કે. રાઠોડ ‘બાબુ’

 

ઈસ સે પહલે કી બેવફા હો જાએ
ક્યૂં ન એ દોસ્ત હમ જુદા હો જાએ
અહમદ ફરાઝ

 

બેઠ કબીરા બારીએ,સૌનાં લટકાં લેખ,
સૌની ગતિમાં સૌ ચલે, ફાધર, બામણ, શેખ !
– રમેશ પારેખ

 

આપણા સામટા શબ્દ ઓછા પડે,
એમના મૌનને એટલા રંગ છે.
– રાજેન્દ્ર શુક્લ

મૈં આજ સિર્ફ મુહબ્બત કે ગમ કરુંગા યાદ,
યહ ઔર બાત હૈ તેરી યાદ ભી આ જાયે.
-ફિરાક ગોરખપુરી

 

ઉભરા હૃદયના કાઢ, પરંતુ બધા નહિ,
ફરિયાદની મજા તો ફક્ત કરકસરમાં છે…
– મરીઝ

 

દિલ હો ઉછાંછળું તો ઘણો ફેર ના પડે,
બુધ્ધિ હો વિપરીત તો નક્કી વિનાશ છે.
અદી મીરઝાં

 

શ્વાસને ઈસ્ત્રી કરી મેં સાચવી રાખ્યા હતા,
કોક અણધાર્યા પ્રસંગે જો જવાનું થાય તો ?
-.અનિલ ચાવડા

 

સ્મિત કરો છો ત્યારે દિલને અવસર જેવું લાગે છે,
મુજને બે ચાર પળમાં જીવતર જેવું લાગે છે.
– સૈફ પાલનપુરી

 

અહિંયા બધું અધૂરું, અધૂરું, છતાં શું મધુરું, મધુરું. પિયારે !
હજી કાન માંડી હજી સાંભળી જો,ન સંગીત જગનું બસૂરું પિયારે !
-પ્રજારામ રાવળ

 

તે વેળા માન તારી મહત્તા બધી ગઈ,
જ્યારે તને કશું ય સતવી નહીં શકે.
-મરીઝ

 

રંગ મહેલમાં દીપ જલાવ્યા,
બાંધ્યા હિંડોળાખાટ જી.
સ્જ્જ મારા સહુ તાર સિતારના,
એક વાદકની રહી વાટ જી.
– સુંદરમ

 

મૈત્રીના વર્તુળોમાં જનારાની ખૈર હો,
નીકળી નહીં એ નાવ જે પહોંચી ભંવર સુધી.
બરકત વિરાણી ‘બેફામ’

 

દુનિયા છે ગોળ એની આ સાબિતી છે,
બેસું જ્યાં નિરાંતે કોઈ ખૂણો ન મળ્યો
– ‘મરીઝ’

 

આમ તો હું શુન્યમાં રહેલો વિસ્તાર છું
શબ્દ નહી પણ શબ્દમાં રહેલો ભાર છું
સમજવા છતાંએ એટલું જ સમજ્યો તમારી વાતમાં
કે સદા તમારી સમજની બહાર છું….

થોડોક ભૂતકાળ મેં આપ્યો હશે, કબૂલ
તું એને ધાર કાઢીને પાછો ન મોકલાવ
રમેશ પારેખ

 

નવરાત્રિનો ગર્વદીપ હું, હું શત્રુંજય શૃંગ,
સૂર્યમંદિરે કુંજરતો હું ધવલ તેજનો ભૃંગ,
હું ગિરનારી ગોખ, દ્વારિકા હું જ સુધારસ પાતી…
હું એવો ગુજરાતી, જેની હું ગુજરાતી એ જ વાતથી ગજ ગજ ફૂલે છાતી.

ડો. વિનોદ જોષી

લખ્યું જો હોત કંઈ એમાં તો ઠેબા ખાત પણ આ તો
સૂના કાગળની વચ્ચેથી જવામાં ઠેસ લાગી છે.
– મિલિંદ ગઢવી

ચલો, મારી ભીતર ભર્યાં લાખ વિશ્વો,
તમે જોયું છે આ જગત માત્ર એક જ
– મનોજ ખંડેરિયા.

 

આ બધું કેવી રીતે છે આ બધું શા કારણે ?
આ બધું કહેવાય નૈ , સહેવાય નૈ, સમજાય નૈ.
– રિષભ મહેતા

 

સાથે મળીને સ્વપ્નામાં બાંધેલ એક મહેલ,
કંકર એ મહેલ નો હજી એકે ખર્યો નથી.
લલિત ત્રિવેદી

 

મેં એનો પ્રેમ ચાહ્યો બહુ સાદી રીતથી,
નહોતી ખબર કે એમાં કલા હોવી જોઇએ.
-મરીઝ

 

વાત સાચી હોય તો કહી દો, ના રહો ભારમાં,
સાંભળ્યું છે કે પડયા છો, આપ મારા પ્યારમાં.
જલન માતરી

 

તમારાં આજ અહીં પગલાં થવાનાં,
ચમનમાં બધાં ને ખબર થઇ ગૈ છે,
ઝુકાવી છે ગરદન બધી ડાળીઓએ,
ફૂલોની ય નીચી નજર થૈ ગઇ છે.
– ગની દહીંવાલા

 

સારું થયું કે હૂબહૂ દોરી નથી શક્યો,
જાણી જતે એ જેમનું આ શબ્દચિત્ર છે.
– ડૉ. હરીશ ઠક્કર

 

બધાયે સ્વાર્થમાં એક જ હિસાબ લાગે છે,
ન આપે સુખ તો ખુદા પણ ખરાબ લાગે છે !
– બેફામ

 

કિનારાઓ અલગ રહીને ઝરણને જીવતું રાખે
અલગતા આપણી એમ જ સ્મરણને જીવતું રાખે.
-રઈશ મનીઆર

 

તારા વિરહ માં ફૂલ જે ખીલ્યાં નથી હજી,
સ્વપ્નામાં એને મહેકની માળાઓ પરોવું છું.
-ભગવતીકુમાર શર્મા

 

સ્નેહને સીમા ન હો તો સાથ છૂટી જાય છે,
મૈત્રી મર્યાદા મૂકી દે છે તો તૂટી જાય છે,
તું પીવામાં લાગણી દર્શાવ કિન્તુ હોશ માં,
કે વધુ ટકરાઇ પડતાં જામ ફૂટી જાય છે.
-બેફામ


ઘટમાં શિવ, નજરમાં સુંદર, મનમાં સત્યનું અક્ષય ઠામ,
આજ તમારા પુણ્યપ્રતાપે તન છે અમારું તીરથધામ.
-શૂન્ય

ભરોસો ન કરજે કદી ફૂલનો તું,
ફૂલો તો ચૂંટાઇને ચાલ્યાં જવાનાં,
ચમનને વફાદાર કંટક રહેશે,
ચમનને કદી પણ નથી છોડવાના.
-મુકબિલ કુરેશી

 

અમે વ્યથા અમારી હવે દિલ માં જ દબાવીશું,
તમારી યાદો ને સહારે અમે હવે જીવન વિતવીશુ.
– હેલી

 

એ ભલે લાગે છે અક્ષર મોકલુ છું .
ઘૂઘવ્યા ભીતર એ સાગર મોકલું છું.
રાજેશ વ્યાસ

 

શ્વાસ ને પગભર થવાનો એક મોકો આપજો ,
એ રીતે અવસર થવાનો એક મોકો આપજો …
અંકિત ત્રિવેદી

 

કિસ્સો કેવો સરસ મઝાનો છે, બેઉ વ્યક્તિ સુખી થયાનો છે.
પલ્લું તારી તરફ નમ્યાનો તને; મુજને આનંદ ઊંચે ગયાનો છે
– મુકુલ ચોકસી

 

છે ભૂલા પડવાનો એકજ ફાયદો ,
કેટલા રસ્તા પરિચિત થાય છે
– અમિત વ્યાસ

 

પેલો સુરજ તો સાંજ ટાણે આથમી જશે ,
આંખો માં તારી ઉગશે એને સલામ છે ..!!
– અંકિત ત્રિવેદી

 

તમે પાંપણને પલકારે વાત કહી કઇ,
મર્મ એનો ઉકેલવામાં રાત વહી ગઇ.
-હરીન્દ્ર દવે

 

આવ આપણા સંબંધોને નામ આપશું થોડાં,
પળ પળ વીતી જાય વાલમા, પછી પડીશું મોડાં,
તોડ્યો જે ના તૂટે એવો એક અજાયબ નાતો લઈને,આવ સજનવા;
તું વરસાદી વાતો લઈને આવ સજનવા….
– દિલીપ રાવળ

 

મારા માં મારા હોવા ની વાતો સૌ પોકળ સાબિત થઇ
કોઈ પછી આ રગરગ માં નિશ્વાસ બની ને ઘૂમે છે
મિલિન્દ ગઢવી

http://www.ratnakanika.com/

Advertisements
  1. pragnaju
    ઓક્ટોબર 25, 2011 પર 5:53 પી એમ(pm)

    આ રત્ન વ્યક્તિ પર પ્રબળ પ્રભાવ પાડે છે એવું માનવામાં આવે છે તે માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય જાળવવા માટે જાણીતો છે. એવી માન્યતા છે કે રત્ન વિચારો અને ભાવનાઓને નિયંત્રિત કરે છે અને શાંતિ લાવે છ

  2. ઓક્ટોબર 29, 2011 પર 8:52 પી એમ(pm)

    આને તો ખરા અર્થમાં અનન્ય અમૂલ્ય ખજાનો જ કહેવાય.

  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: