મુખ્ય પૃષ્ઠ > અંતરનાં ઓજસ > વહેતી નદીનાં પાણીમાં બે વખત હાથ એના એજ પાણી થી ધોવાય?

વહેતી નદીનાં પાણીમાં બે વખત હાથ એના એજ પાણી થી ધોવાય?

ઓક્ટોબર 23, 2011 Leave a comment Go to comments

એક સેવા સંસ્થાનનાં  પ્રમુખ અન્ય સૌને એક જ લાકડી એ હાંકે. અને તેમનું માન રાખતા સૌ કાર્યકર તેમનું અપમાન ના કરવાનાં હેતૂથી મૌન રહે..એક વખત  સંસ્થા માટે કામ કરતા એક ભાઇએ તેમને પુછ્યા વિના સંસ્થાનાં નામે બીજી સંસ્થાને શુભેચ્છાઓ પાઠવી.અને આગ બબુલા થઇ પ્રમુખ સાહેબે અન્ય સભ્યની પાસે આક્રોશ ઠાલવ્યો કે મને પુચ્છ્યા વિના કયા અધિકારે તેમણે સંસ્થાનું નામ વાપર્યુ?

વાતનું વતેસર થતાતો આજનાં જમાનામાં વાર જ ક્યાં લાગે છે?

પેલો ઇ મેલ ઘણે ઠેકાણે ફર્યો અને ફરતા ફરતા પેલા ભાઇ પાસે પહોંચ્યો..સંસ્થાનાં હિતેચ્છુ કહે અસભ્ય ભાષા તો ના ચલાવી લેવાય.. તેમની પાસે માફી મંગાવો. તેમને કાઢી મુકો. જેમણે તે શુભેચ્છા ઇ મેલ મોકલ્યો હતો તે  ખાલી એટલું જ બોલ્યા…

“તેમનો આક્રોશ પદનો છે. અને આ ઘટના બન્યા પછી  સમયની નદીમાં કેટલુંય પાણી વહી ગયુ છે. વહેતી નદીનાં પાણીમાં બે વખત હાથ એના એજ પાણી થી ધોવાય?”

તેમણે જાતેજ સમજવું જોઇએ કે સેવા સંસ્થાનમાં પદ સેવા કરવા માટે હોય છે. “મને પુછ્યા વિના” એ તો પદ નો અહંકાર છે. જે  કદી યોગ્ય હોતું નથી.

વાતનો સારાંશઃ પદ કઈ સંસ્થાનું છે તે જાણ્યા મુજબ વર્તવું જોઇએ.સેવા સંસ્થાનો  કોર્પોરેશનની જેમ  ના ચાલે.

Advertisements
 1. pragnaju
  ઓક્ટોબર 23, 2011 પર 8:37 પી એમ(pm)

  “મને પુછ્યા વિના” એ તો પદ નો અહંકાર
  સુક્ષ્મ વાત સરળ રીતે સમજાવી

 2. devikadhruva
  ઓક્ટોબર 23, 2011 પર 10:02 પી એમ(pm)

  વાહ…બહુ ઉંચી વાત… બહુ ઓછા લોકો સમજી અને પાળી શકે છે !!

 3. Arvind Adalja
  ઓક્ટોબર 24, 2011 પર 9:16 એ એમ (am)

  સેવા-સંસ્થાના વડાઓ ભાગ્યે જ અહંકાર વિહિન જોવા મળે છે ! હું કરું હું કરું એ જ અજ્ઞાનતા !

 4. ઓક્ટોબર 25, 2011 પર 9:10 એ એમ (am)

  ‘મને પૂછ્યા વિના’ હોદ્દાના આ અહંકારની સાથે સામેવાળા પ્રત્યે તુચ્છકાર પણ હોય છે (તને ખબર ન પડે (અને એટલે જ મને પૂછ્યા વિના આમ ન કરવું તેમ ન કરવું)).

 5. chandravadan
  ઓક્ટોબર 25, 2011 પર 1:40 પી એમ(pm)

  વિજયભાઈ,

  આજે આવી, આ પોસ્ટ વાંચી.

  આ નાની પોસ્ટ દ્વારા તમે એક “મોટો સંદેશો” આપ્યો છે.

  એક સંસ્થાના પ્રમુખના વર્તનની વાતમાં અહંકારનો દાખલો.

  પણ….આ સંસારમાં આજે અનેક સંસ્થાઓમાં ( રાજકીય કે ભક્તિપંથી કે અન્ય) “હુંપદ” કે અભિમાન નજરે આવે છે.

  રાજકીય નેતા ભાષણમાં સુંદર વાતો કરે….અને અમલ કરનાર બીજા અ નહી…અને જે શક્ય થાય તે “મેં કર્યું” કહેતા ના અચકાય..એ અભિમાનમાં ફુલતો જ જાય !

  અને ભક્તિપંથે નિહાળો….એક પછી એક “ગુરૂજી”..અને હવે તો ટીવીના માધ્યમે પ્રચાર !

  ભાષણરૂપે કે કથારૂપે તો ઉચ્ચ વિચારો દર્શાવે..પણ અમલમાં મુકનાર કેટલા ? કોઈ અમલમાં પણ મુકે છે એવો “દેખાવો” કરે..પણ ખરેખર તો એ એના અભિમાનમાં નીચા પદે જઈ રહ્યો હોય….એક શ્રધ્ધા ત્યારે “અંધશ્રધ્ધા”માં બદલાય છે.

  આ “ઈનટરનેટ” છે…..અહી પણ કાયદા કાનુનની વાતો થઈ ચુકી છે…અહી શીખાઉઓ છે ..અહી “એક્ષ્પર્ટ” છે …ભુલો શક્ય છે…..ભુલો ચીધવાની ફરજ….ભુલકરનારને એ સુધારી શીખવાની ફરજ …..માફી માંટે આગ્રહ રાખવો એ જ મુર્ખાઈ !

  જ્યારે આવું થાય ત્યારે, “અભિમાન” ને પ્રવેશ કર્યો એવું મારૂં માવું છે !

  ઘણું જ લખાય ગયું !

  અને દિવાળીનવું વર્ષ નજીક તો….સૌને “દિવાલી મુબારક..અન નુતન વર્ષ અભિનંદન !

  >>>>>ચંદ્રવદન
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  http://www.chandrapukar.wordpress.com
  Vijaybhai…Happy Diwali & Happy New Year to you & all in the Family !

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / બદલો )

Connecting to %s

%d bloggers like this: