મુખ્ય પૃષ્ઠ > કવિતા, રચનાનો પ્રકાર > શૈશવ-રોહિત કાપડીયા

શૈશવ-રોહિત કાપડીયા

ઓક્ટોબર 10, 2011 Leave a comment Go to comments

હસવા માટે કારણ જ્યાં શોધવું નહીં પડતું,
રૂદન પળ-બેપળનું જ્યાં નાની આંખોમાં રહેતું
નિખાલસતાનું ઝરણું જ્યાં ખળખળતું વહેતું

રીસાવા મનાવવાનું જ્યાં સાવ સહજમાં બનતું
હાર-જીતનાં લેખાં-જોખાં જ્યાં કોઈ નહીં કરતું
કાગળની  હોડીમાં દિલ જ્યાં સાત સાગર જાતું

પરીઓની પાંખે મનડું જ્યાં દૂર ગગને ઉડતું
કાંચની લખોટીમાં જ્યાં ધન લાખોનું મળતું
બે પૈસાની ચોકલેટમાં જ્યાં ભવનું ભાથું મળતું

છુપા-છુપી પકડદાવમાં જ્યાં મન હેલીએ ચઢતું
હાથે કરીને ભીંજાવાનું જ્યાં અનેક વાર બનતું
ઈટ્ટા-કીટ્ટાને પળભરમાં જ્યાં બુચા થાવું પડતું

માં ના ગંદા સાડલાને જ્યાં માન પ્રભુનું મળતું
શૈશવનાં એ મધુર કાળને મન સદાયે ઝંખતું
ચિંતાને ચાહત છોડી મન નાચવા ટળવળતું

મુ રોહિતભાઇ કાપડીયા મુંબઇ સ્થિત કવિ છે તેમની આ કવિતા ત્યાં યોજાયેલ કાવ્ય સ્પર્ધમાં પ્રથમ નંબર પામ્યું હતું

Advertisements
 1. ઓક્ટોબર 13, 2011 પર 3:19 પી એમ(pm)

  સરસ રચના…

 2. ઓક્ટોબર 13, 2011 પર 3:20 પી એમ(pm)

  સરસ રચના… શબ્દ ગૂંથણી સરસ…

 3. ઓક્ટોબર 17, 2011 પર 6:49 પી એમ(pm)

  માં ના ગંદા સાડલાને જ્યાં માન પ્રભુનું મળતું
  શૈશવનાં એ મધુર કાળને મન સદાયે ઝંખતું
  ચિંતાને ચાહત છોડી મન નાચવા ટળવળતું

  If possible everybody wants to go back and live their childhood one more time.

 1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: