ફિતૂરી


વોંગ અને મીયા નાના પુત્ર ચેંગની વર્ષગાંઠ ઉજવવા ભેગા થયા હતા.ધીમું ધીમું વિયેતનામી મ્યુઝીક વાગતુ હતુ..જાણે કોઇક બુલ્બુલ મીઠા અવાજે તેના સાથીને બોલાવતી ના હોય!

વોગની મોટી બેન જી અને બનેવી ચીકો પણ પાર્ટીની મઝા માણી રહ્યા હતા. ૭ વર્ષનો ચેંગ સુંદર રાજ્કુમારનાં લીબાશમાં સ્કેટીગ રીંગમાં ઘુમી રહ્યો હતો..તેનો ૧૮ વર્ષનો મોટો ભાઈ યો  કોઇ બાબતે  ખીજવાતો ખીજવાતો સ્કેટ્નાં જુતા કાઢીને ધમ ધમ કરતો આવીને પિતા વોંગને બોલ્યો ” તું આટલું બધું વ્યાજ હકુ કાકા પાસે કેમ લે છે?”

વોંગ કહે ” તારો કાકો દારુ પીએ છે પણ તેનો પગાર મને ના આપે તો હું વ્યાજ તો માંગુને?”

” પણ તે તમારો ભાઈ છે અને તમારી પાસે થી લીધેલા પૈસા તો આપી દીધા પછી હવે શું છે?”

મીયા બોલી “યો! તું હજી નાનો છે અને આ તારા પૈસા નથી ખબર છે ને?”

“હા પણ એ ખોટું છે હકુ કાકાએ પૈસા આપી દીધા પછી પણ તમે પૈસા માંગો તે સારુ નથી” એણે ઘાંટો પાડીને કહ્યું સાંભળનારાઓને તેના ઘાંટામાં દારુની વાસ આવી અને તેણે પીધેલો હોય તેવું સૌ માનતા થયા

જી એની સામે એનાથી મોટા અવાજે બોલી”  યો આજે આ તને શું ફીતૂરી ચઢી છે?”

યો ગર્જીને જી સામે બોલ્યો ” સાચી વાત કહેવી ફીતૂરી છે?”

ચીકો પણ તરત તેની પત્નીનાં સમર્થનમાં બોલ્યો” પૈસા લેતી વખતે જે નક્કી કર્યુ હોય તે પ્રમાણે હકુ કરતો નથી તે વાત તો તું સમજે  છે ને?

“પણ મહીના નાં ૧૨ ટકા વ્યાજ એ તો અન્યાય છે. સમજ્યા?”

” એ અન્યાય નથી ગરજવાન ને પૈસા ના આપ્વાનું એક બહાનું છે. છતાય હકુ જેવાઓ જેમને પૈસો બેં ક નથી ધીરતી તેવા લોકો અમારી પાસેથી અમારા ધારે પૈસા લઇ જાય છે” વોંગ જવાબ આપતા લુ્ચ્ચુ હસ્યો…જેમ અજગર પોતાનાં ભરડામાં આવેલ શીકારને જોઇને હસે તેમ..

યો એ ગજવામાંથી ગન કાઢી અને ધડામ ધ ડામ કહીને તેના બાપ ઉપર અને મા ઉપર ગોળી છોડી “તમને જીવવાનો અધિકાર નથી શોષણ ખોરો”

…જી અને ચિકો તો હજી શોકમાં હતા અને તેના ઉપર પણ યો ગરજ્યો અને બોલ્યો “તમારે પણ મારા બાપની સાથે જ જવાનું છે મદદ ગારો” પાર્ટીમાં દેકારો મચી ગયો..ફીતૂરી હજી ઉતરી નહોંતી અને  બહુ સમય નહોંતો તેથી તેણે ચીસો પાડતા ચેંગ ઉપર ગોળી છોડી. બીજા મિત્રોમાં થી કોઇએ પોલીસને બોલાવી દીધી હતી તે સાયરન વગાડતી આવી ત્યારે યો ની ફીતૂરી ઉતરી ચુકી હતી..તેના તરફડતા બાપને જોઇ તે ખડખડાટ હસ્યો..અને છેલ્લી ગોળી પોતાના માથામાં ઝીંકી દીધી .પોલીસનાં સુત્રો પ્રમાણે યો અને વોંગ સ્થળ પ્ર જ મૃત્યુ પામ્યા અને બાકીનાં સૌને હોસ્પીટલમાં સારવાર મળી અને બચી ગયા. ફીતૂરી સચ્ચાઇની હતી હવે યો મોટૉ થઇ ગયો હતોને?

  1. No comments yet.
  1. No trackbacks yet.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: