મુખ્ય પૃષ્ઠ > નયનોનાં કોરની ભીનાશ - > નયનોનાં કોરની ભીનાશ-(૯) ડો નીલેશ રાણા

નયનોનાં કોરની ભીનાશ-(૯) ડો નીલેશ રાણા

સપ્ટેમ્બર 8, 2011 Leave a comment Go to comments

ખુશી હોય કે ગમ, મનની સ્થિતિની સમય ઉપર કોઈ અસર થતી નથી.એ તો અબાધ, નિર્લેપ વહેતી જ રહે છે.પરિક્ષા પાસે આવતાં પ્રિયંકાની ચિંતા વિરાટ રૂપ ધારણ કરવા લાગી.ઘણી બધી ઈચ્છાઓ સાકાર કરવી એના બસની બહારની વાત હતી. ખબર હોવાથી નિરાશા અને હતાશાના સાગરમાં ડૂબકી ખાવા લાગી.મેડિકલમાં એડમિશન લીધું,પપ્પાને ખુશ રાખવા.એ ક્ષેત્રમાં ધ્યાન આપવા પ્રયત્ન કર્યો, જિગરને રાજી કરવા.સુહાગીને ‘સારાં દિવસો હતા તેથી મમ્મીને મદદ કરવાં દોડી જતી.. બધાને રિઝવવા, પાણીના રેલાંની માફક ક્યાં સુધી બધી દિશામાં વિસ્તરી શકે? પરિક્ષા પહેલાં મનની વેદના જિગર પાસે ઠાલવવા ચાહી,પણ જિગરને મળી કેવી રીતે સમઝાવવો? પોતાનું મંતવ્ય કઈ રીતે પ્રસ્તુત કરી, કયા શબ્દમાં તેનો આબેહૂબ ચિતાર આપવો? ક્યારે કહેવું? કેવી રીતે કહેવું? અનેક પ્રશ્નો એકી સાથે મનમાં ઉદભવ્યા. ના છૂટકે એક દિવસ સવારનાં વર્ગો ચાલુ થાય તે પહેલાં કોફી પીવાને બહાને જિગર પાસે પહોંચી ગઈ.

‘હાય, હેન્ડસમ’.પહેલો દાણો નાખ્યો.

પાછળ ફરી પ્રિયંકાને જોતાં જિગર હાસ્ય ફરકાવતાં બોલ્યો,

‘કેમ આજે ક્લાસમાં નથી જવાનું?’

‘પાંચ મિનિટની વાર છે.’

“પરિક્ષા પાસે આવી રહી છે, વાંચવાનું કેમ ચાલે છે?’
સ્વાભાવિક રીતે પુછાએલો આ  પ્રશ્ન પ્રિયંકાને ગમ્યો નહી. પોતાનાં અણગમાને કુશળતાથી છુપાવતાં તેણે જવાબ આપ્યો,

‘હા, તૈયારી ચાલે છે, પણ  મારે તને એક અગત્યની વાત કહેવાની છે’. બોલ્યા પછી જિગરને તાકી રહી.

‘સાંજે વાત કરીએ તો  કેમ ? આઇ અમ ગેટીંગ લેટ ફોર માય ક્લાસ.’

‘પ્લીઝ, એક  મિનિટ ડીયર.’

‘તુ નહી માને કેમ? તારા પપ્પા અને મમ્મીતો ઠીક છે ને?’

‘હા ,.’

‘તારી ભાભી, સુહાગી?’

‘તે પણ  મઝામાં છે.’

‘તો પછી ‘? જિગરને આશ્ચર્ય થયું.

આપણે “લગ્ન” કરી લઈએ  તો?
કોફીનો કપ  જિગરનાં હાથમાંથી છૂટતો રહી ગયો !

‘સવારના પહોરમાં તને મઝાક સૂઝે છે ?

‘જિગર હું સાચું કહું છું,મઝાક નથી કરતી.’

તું ભાનમાં તો છે  ને? જિગરના અવાજની માત્રા વધી ગઈ.

‘ના,પણ  સાંભળતો ખરો.’

‘અરે, તું પાગલ છો?.આપણી ‘મેડિકલ સ્કૂલનો’ ખર્ચ આપણા મમ્મી અને પપ્પા આપે છે. લગ્ન કરશું તો
આ ખર્ચ કોણ ભોગવશે? લગ્ન પછી ભણવાનું બાજુમાં અને જો  બાળક થયું તો ?’ જિગર એકી શ્વાસે ધડાધડ બોલી ગયો.

‘લગ્ન પછી પણ ભણવાનું તો ચાલુ રખાય.’?

‘ના ,ના  લગ્ન પછી તેમની પાસે હાથ લાંબા કરતાં મને શરમ આવે..અને મેડિકલ પુરું કર્યા પછી ‘રેસિડન્સી’, એટલે આવતાં સાત યા
આઠ વર્ષ, સુધી લગ્ન તો ભૂલી જા.પહેલાં કેરિયર બનાવીએ પછી લગ્ન.’ સહુથી પહેલાં ‘મેડિકલ સ્કૂલ’ પૂરી કરવાની.,પછી બીજી વાત.’

‘એના માટે એક રસ્તો છે’.

પ્રિયંકા, મહેરબાની કર, બીજી વાત કરીએ.’ જિગર ગુસ્સે થયો.

‘સાંભળ, હું મેડિકલ સ્કૂલ છોડી દઈશ.અને નોકરી કરીશ . તું તારો અભ્યાસ ચાલુ રાખજે.

તું સાથે હશે તો  તેઓ પણ  માની જશે.’

પ્રિયંકાને ગાલે વહાલથી હાથ ફેરવતાં જિગરે કહ્યું.’હની બી પ્રેક્ટીકલ .વર્ગમાં નિયમિત જા. પરિક્ષા સમયે કોઇ મદદ જોઈતી હોય તો
‘હું તૈયાર છું’.મને મોડું થાય છે,બાય સાંજે મળીશું.’

પ્રિયંકા કાંઈ આગળ બોલે તે પહેલાં જિગર ઝડપથી ચાલતો તેની દૃષ્ટિ મર્યાદા વટાવી ગયો. વ્યથિત મન  અને ભગ્ન હ્રદયે એ  વર્ગ તરફ ગઈ.. લેક્ચરરનો એક પણ  શબ્દ તેના કર્ણપટ સુધી પહોંચી ન
શક્યા. સાંજ પડતાં જિગરને મળવાને બદલે ડોર્મમાં પોતાની રૂમમાં જઈને પથારીમાં આડી પડી.એના મનની મનિષા કે મનગમતાં જીવન સાથીને મેળવી જીવન આનંદમાં વ્યતિત કરવું એ  નંદવાઈ ગઈ.
‘પહેલાં જ  બોલે ક્લીન બોલ્ડ’.હવે પપ્પા,મામ્મા, સુહાગી અને પોતે અભાગી—–.?

શની, રવી ઘરે જવાનો કંટાળો આવતો હોવા છતાં ,જો  નહી જાય તો હજાર પ્રશ્નો પૂછાશે ? તે ભીતી એને ઘરે જવા મજબૂર કરી બેઠી.

ક્ષિતિજ પ્રિયંકાને જોતાં ,બોલી ઉઠ્યો, દિશા ભવિષ્યના ડૉક્ટરનું આગમન થઈ  ચૂક્યું છે !તારે મારી ચિંતા કરવાની જરૂર નથી..

ઓહ,પ્રિયંકા તું આવી ગઈ, બેટા જો આજે તને ગમતી અને ભાવતી રસોઈ બનાવી છે. જિગરનો ફોન હતો.તું જરાઅપ સેટ છે  એમ કહેતો હતો.’

“અરે,પરિક્ષા નજીક છે  તેની પ્રિયંકાને ચિંતા હોય.એટલું તો  સમઝ. બિચારીને થોડો આરામ તો કરવા દે. એના મોઢા પરની ચિંતા તને નથી દેખાતિ?’ ક્ષિતિજે દિશાને ટોકતા કહ્યું.

‘ભણતા હોય તો પરિક્ષા તો આવેજ ને ? તેમાં ખોટી ચિંતા કરવા થી  શું ફાયદો?’

‘મારી લાડલી ડૉક્ટર બનવાની છે. ડૉક્ટર,બેટા પરિક્ષામાં પાસ થઈશ તો મારે તને ‘ગીફ્ટ’માં શું આપવું એ  મને કાનમાં કહી દેજે.’ જેથી તારી મમ્મી એ
સાંભળી નેમારી સાથે કટકટ ન  કરે

‘તમે વળી પાછાં’ દિશાએ મોં મચકોડીને કહ્યું.

ત્યાં જ  સુહાગી પાસે આવતાં બોલી,’પ્રિયંકા દીદી તમે આવ્યા છો તો,મારું બ્લડ પ્રેશર માપી જુઓને.મારા ગાયનોકોલોજીસ્ટે દર અઠવાડિયે માપવાનું કહ્યું છે. તમે છો તો
મારે તેના દવાખાનામાં જવાનો ધક્કો બચી જાય.’

પ્રિયંકાએ હકારમાં માથું હલાવ્યું.

જમતી વખતે ક્ષિતિજે દિશાને કહ્યું,’જોયું આપણાં સંતાનો. પ્રશાંત મને નવું જીવન આપતો ગયો. પ્રિયંકા મને નવજીવનને સાચવવામાં મદદ કરશે.’

દિશાની આંખમાં ઉદભવતા આંસુ પ્રિયંકાના મનને ગ્લાનિયુક્ત કરી ગયા.જમવાની તેની રૂચી લુપ્ત થઈ  ગઈ. એને સરખી રીતે ખાતી ન
જોતાં સુહાગીએ મશ્કરી કરી. ‘ફઈબા જરા સરખું ખાવ ,મારી ડિલિવરી પછી બાળકને સાચવવામાં મદદ કરવી પડશે. ડોક્ટર ફોઇબા, ડૉક્ટર ફોઈબા કહીને બોલાવશે ત્યારે તમે શું કહેશો.’

અંહી ફોઇબા, માસી કાકી કે મામી નહી માત્ર ‘આન્ટી’.બસ  એમાં બધા સંબધો આવી ગયા, ક્ષિતિજ વચ્ચે ટપકી પડ્યો. ‘તો હેં બેટા ,તમારી તૈયારી કેવી ચાલે છે?’

ઓ કે.પ્રિયંકા એટલું જ  બોલી શકી. કોળિયા ગળે ઉતરતાં ન  હતા અને ડૂમો ભરેલા શબ્દો બહાર આવતા ન  હતા.

અધુરામાં પૂરું અંબર ફોઇ ટપકી પડ્યાં. હાય,પ્રિયંકા તું મળી ગઈ , ઘણું સારું થયું.જો ને  બેટા મને કૉઈક વાર આંખે ઝાંખપ આવે છે.  કોઈ સારા આંખના ડૉક્ટરની એપોઇન્ટમેન્ટ લઈ આપ  ને.

પ્રિયંકાએ હકારમાં માથું ધુણાવ્યું. પ્રિયંકા એકલી , કેટલી જગ્યાએ પોતાને વહેંચે”? સહુને ખુશ રાખવા પોતે બધા દુખ પચાવવા પડશે. સહુના સ્વપનોને સાકાર કરવાની તે જાણે જડીબુટ્ટી ન
હોય? નિરાશા અને હતાશાની જકડમાં તેની હિંમત ભાંગવા લાગી. શની, રવી માંડ માંડ ગુજારી સાંજે જાણે એ ઘરમાંથી ભાગી જવા માગતી હોય એવી લાગણી તેના મનમાં પ્રજ્વલિત થઈ.
એક અકથ્ય ભારનો હ્રદય પર સહેતી તે ડોર્મમાં પાછી ફરી રૂમમાં ભરાઈ ગઈ.

ફરી પાછું એણે ભણવામાં ચિત્ત પરોવવાનો પ્રયત્ન કર્યો.દિવસ દરમ્યાન લેક્ચર, સાંજે જિગરનું ટીચીંગ.,રાતના કિતાબના ઢગલા, કોમ્પ્યુટરનો સાથ. પરિક્ષાના રાક્ષસનું કદ
વધવા માંડ્યું. પાસ થવાની ચિંતાએ એની આંખોમાંથી ઉંઘને ભગાડી દીધી હતી. ટેન્શનનો તણખો હવે જ્વાળામુખી બની નસે નસમાં બળતરા ફેલાવવા લાગ્યો. ઉંઘવાની ગોળી ગળતી ત્યારે માંડ પાંચ યા
છ કલાક સૂઈ શકતી.માથું દુખવું, ભૂખ ન  લાગવી અને અશક્તિ.સામાન્ય થઈ ગયાં.

પરિક્ષાને આગલે દિવસે જિગરે ભાર પૂર્વક કહ્યું ’મન  મૂકીને વાંચજે.’ નાપાસ થવાનું તને પરવડે તેમ નથી. .તારા અને મારા મમ્મી અને પપ્પા શુભ સમાચારની આશા લગાવીને બેઠા છે.
‘ગુડલક’ કહીને છૂટો પડ્યો.

પપ્પાનો ફોન આવ્યો.’બેટા તારો વધુ સમય નહી લંઉ.’હજુ તારેવાંચવાનું હશે. મારું સ્વપ્ન સાકાર કરજે.’

‘ઓલ ધ  બેસ્ટ’.

મમ્મીએ પણ  આશિર્વાદ આપ્યા.’ સુહાગી અને જિગરના માતા પિતાએ પણ  ફોન કરી ‘ગુડલક’કહેવામાં પાછી પાની ન કરી.’ ગુડલકનું કવચ પહેરી પરિક્ષાના યુધ્ધક્ષેત્રે પ્રિયંકા યોધ્ધાની માફક ધસી ગઈ.
વાંચેલું, ગોખેલું, યાદ કરેલું. જેવા વિધ વિધ શસ્ત્રો સાથે નિશ્ચય કર્યો ‘આ  પાર કે  પેલે પાર.’

પરિક્ષા પતી જતાં પ્રિયંકાનો શ્વાસ હેઠો બેઠો. મનમાં વિચાર્યું ‘આજે શાંતિથી ઉમ્ઘ આવશે. બહાર નિકળતાં જ  જિગરનાં દર્શન થયાં.

ઉતાવળે અને ઉત્સાહના આવેગમાં જિગરે પ્રિયંકાને કહ્યું .હેલો,ડીયર,પરિક્ષા કેવી ગઈ.?

પ્યારથી મુખ મલકાવીને જવાબ આપવાનો પ્રયત્ન કરતાં પ્રિયંકા બોલી ‘ખૂબ મહેનત તો કરી છે. હું પાસ થઈશ,’

શું તને શંકા છે?તારે જરૂર પરિક્ષામાં પાસ થવાનું છે.આપણા ભવિષ્યનો તેના પરા આધાર છે.’ આપણને નપાસ થવું પાલવે તેમ નથી.તને જે લગ્નનું ભૂત વળગ્યું છે તેને પુરું કેવી રીતે કરી શકીશ? આપણે બંને ડૉક્ટર થઈશું તો
જાહોજલાલીમાં રહેવાની મઝા આવશે. મોટું ઘર,  સુંદર’લેક્સસ’ગાડી, દુનિયામાં ફરવાનું અને બેંકમાં અઢળક નાણું.કહીને જિગર હસી પડ્યો.

શું જિગરને બધું મોટું હોય તેમાં જ દિલચશ્પી છે.પોતાની નાનકડી ઈચ્છાનું શું?.જિગરના ઉત્સાહને ન  તો પ્રિયંકા પ્રોત્સાહન આપવા માગતી હતી કે ન  તો તેના પર ઠંડુ પાણી રેડવા. ચાહતી હતી. તેણે મધ્યમ માર્ગ અપનાવ્યો કહે, પરિણામ તો આવવા દે.

પ્રિયંકાની આ  વાત જિગરને ન ગમી.તેને લાગ્યું કે પ્રિયંકા બદલાતી જાય છે.પ્રિયંકા પહેલાં જેવી નથી રહી.તેના ચહેરા પરથી ખુશીએ જાણે દેશવટો ન લીધો હોય, તેના મન પર  કોઈ બોજ છે પણ  જિગર પૂછવાની હિંમત ન
કરી શક્યો. વળી પાછી એ લગ્નની વાત કાઢેઅને બંને વચ્ચે વાતાવરણ તંગ થઈ જાય.પ્રિયંકા પાસ થઈ જશે એટલે પાછી અસલી મિજાજમાં આવી જશે, એમ જિગર પોતાની જાતને મનાવી ચૂક્યો હતો..

તેવામાં મમ્મીનો ફોન આવ્યો, કેવી ગઈ  પરિક્ષા અને પપ્પા પણ  સાથે જ  બોલ્યા ‘દિશા કેવો ગાંડા જેવો સવાલ કરે છે.  ‘મારી દિકરી છે પરિક્ષામાં અવ્વલ નંબરે આવશે.’ ગર્વનાં છાંટા સેલ ફોનમાંથી પણ
પ્રિયંકાના ચહેરાને ભીંજવી ગયાં.

જો બેટા ,પરિણામ આવતાં પહેલાંજ તારા પપ્પાએ પાર્ટી ગોઠવી દીધી છે.સગા અને મિત્ર મંડળને આમંત્રણ પણ આપી દીધાં છે.

‘ ઓ બાપ રે’,પ્રિયંકા સ્વગત બોલી. પ્રશાંતની વિદાય સાથે પપ્પાએ તેમના સ્વપ્નાની ફ્રેમમાં પ્રિયંકાની તસ્વિર મઢી દીધી હતી. આપણે પહેલી મોટલ લઈશું તેનું ઉદઘાટન તારા હસ્તે જ કરવાનું છે.ધ્યાન રાખજે..પપ્પાના શબ્દોએ તેને વિચાર કરતી કરી દીધી. પરિણામ—-પરિણામ

પરિણામ હાથમાં આવતાં જ
પ્રિયંકાના દિલની ધડકન વધી ગઈ.સાંજ ઢળી ચૂકી હતી. સૂરજ ગાયબ થવાની તૈયારીમાં હતો. રાત્રીના અંધારાએ આક્રમણ શરૂ કરી દીધું હતું.પપ્પા,મમ્મી અને જિગરને ફોન કરી જણાવું કે મારું પરિણામ આવી ગયું છે
એ વિચાર પાછળ ધકેલી દીધો.પોતાના ડોર્મના રૂમની બારીનો પડદો બંધ કરી પલંગ પર
બેસી પરિણામ વાંચ્યું. હોય જ નહીં, ના હોય, અશક્ય આખા રૂમમાં ચિત્કાર ગુંજી ઉઠ્યો. મમ્મી, પપ્પા,જિગર, સુહાગી,ફોઈ,કાકા,કાકી અને દાદીના ચહેરાઓ ઘેરી વળ્યાં. નાકામયાબ, નાકામયાબ—- જે ક્ષેત્ર તેને ગમતું ન હતું તેમાં પરાણે પપ્પાનું સ્વપ્ન સાકાર કરવા પગ મૂક્યો.ત્યાં જિગરનો મેલાપ થતાં એ વધારે ખૂંપી ગઈ.
આ સમાચાર મળતાં જ
પપ્પાનાં દિલને આઘાત લાગશે. એમની તબિયત બગડશે.મમ્મી તો પ્રિયંકાને જ દોષિત માનશે. તારે લીધે પપ્પાની આ હાલત થઈ છે.
તારે જ  લીધે, તારે જ લીધે જિગર બરાડા પાડશે, મારા ભવ્ય સપનાની પીઠમાં તેં ખંજર ભોંકી દીધું છે.
‘તું, તું મારે માટે લાયક નથી.

તું અપશુકનિયાળ——

દાદીના ચહેરા પર નારાજગી, સુહાગી કાકા,ફોઈબાના પડી ગયેલાં ચહેરાં. રાત્રીનો અંધકાર ધીરે પગલે તેને ઘેરવા લાગ્યો.તે
દિશા શૂન્ય થવા લાગી.તેને થયું ક્યાંક જઈને ચીસો પાડું,’ મને સ્વતંત્ર કરી દો.
તમારા સપનાઓનો ભાર હું નહીં ઝીલી શકું.’. મને તમે માગેલાં વચનથી મુક્ત કરો.

આંખો સામે નૃત્ય કરતો પરિણામનો કાગળ, હા, હા,હા, નાકામયાબ, નાકામયાબ.ગુંગળામનનો અનુભવ થયો પ્રિયંકાને.તેને લગ્યું કોઈ તેના શ્વાસ રોકી રહ્યું છે. એ
વમળમાં ડૂબી રહી છે. ક્યાં છે
કિનારો! ક્યાં છે કિનારો! નથી સહેવાતો આ ભાર.પ્રશાંત તું ક્યાં છે,
હેલ્પ મી .તારા વગર હું એકલી પડી ગઈ છું.સાવ એકલી બ્રો હેલ્પ મી

અચાનક તેની આંખો ખૂલી ગઈ. તે  શાંતિ ચાહતી હતી. પોતાનાથી દૂર ભાગી જવા માગતી હતી. એવા સ્થળે કે  જ્યાં જઈને કોઈને પણ  પેશ ન કરવી પડે. બસ  બધાં જ
પ્રશ્નોનો અંત આવી જાય. આશા, ઈચ્છા, એષણા , અપેક્ષા સઘળાં બંધનમાંથી મુક્તિ. આરામની નિંદર—-

પલંગની બાજુમાં પડેલી ઉંઘવાની ગોળીની બાટલી અંધારામાં જ
હાથ ફેલાવતાં જડી ગઈ.પાણી તો બાજુમાં હોય તેની તેને જાણ હતી.. એક ગોળી, પછી બીજી, પછી ત્રીજી, પછી ચોથી, ટપોટપ આખી બાટલી ખાલી———–

નાકામયાબી, અસફળતા, નાકામયાબી , અસફળતા ના પડઘા ધીરે ધીરે શમવા લાગ્યા————-

Type sahay Pravina Kadakia

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: