મુખ્ય પૃષ્ઠ > કવિતા, Received Email > ક્યાં જવું?- ગૌરાંગ નાયક

ક્યાં જવું?- ગૌરાંગ નાયક

ઓગસ્ટ 30, 2011 Leave a comment Go to comments

કોઈ ત્યાં હવે રહેતુ નથી, ક્યાં જવું?
મારુ ઘર હતુ જે, ધૂળીયુ મકાન થઈ રહ્યુ,
ક્યાં જવું?
શું ઝાકઝમાળ ત્યારે ઘર ની હતી
દાદા ની હયાતી ની સરભરા હતી
મોટીબા ની ધાક, ત્યાં ધારદાર હતી
સમય ના ભાર માં, ખાલીપો હવે ખૂંચી રહ્યો
ક્યાં જવું?
 
દર કલાકે, ઘડિયાળ ના ડંકા પડતા
બપોરે, દાદા ના રેડિયા ના સૂર નીકળતા
લોલક લુલુ થઈ ગયુ, ને ડંકા નો સમય બગડી ગયો
સામાન માં પડ્યો રેડિયો, ધૂળ જ હવે ફૂંકી રહ્યો
ક્યાં જવું ?
રાજ રસોડાનું, મોટીબા નું હતુ
સમય નું, કડક ત્યાં સંસ્થાપન હતુ
વાનગીઓ નું સુંદર, કેવું નિયંત્રણ હતુ
સઘડી પર શેકાતી રોટલી નો સ્વાદ મમળાવી રહ્યો
ક્યાં જવું?
બાળકો પર દાદા નું ધ્યાન હતુ
પેંડા-આઇસ્ક્રીમ નું મોકળુ મેદાન હતુ
દાદાની પડખે સુવાનું અદકેરુ સ્થાન હતુ
પાટી વાળો ખાટલો, છુટો થઈ ખૂણે પડી રહ્યો
ક્યાં જવું?
ફળીયા ના ઘટાદાર લીમડા પર કબૂતરો નું ઘર હતુ
બળતી બપોર ની  નવરાશ માં, ઠેકડી કરવા નું ઠેકાણું  હતુ
પડી ગયા કે પાડી દેવાયા, જૂનું કાઢવાનું ક્યાં કોઈ કારણ હતુ
વેરાન ફળીયા માં છાંયડો ય જગા શોધી રહ્યો
ક્યાં જવું?
દિવાળી ની રંગતભરી રાતો ની રમઝટ
નવા વર્ષે તૈયાર થઈ ને, વળી પાડવાનો વટ
બાળપણ આજે બળવો થઈ રુંવેરુંવે બાઝી રહ્યુ
ચોક ની ઠંડી રેત નો સ્પર્શ, દવ હવે સળગાવી રહ્યો
ક્યાં જવું?
ઘંટી માં યાદો ભરડાય છે
કોલસા ની ઇસ્ત્રી જાણે ચંપાય છે
ટપકતા નળ માંથી ‘બા’ ની ‘હાંક’ ટહુકાય છે
ઓરડો આજે ફોટાઓ ને તાકી રહ્યો
ક્યાં જવું?

ગૌરાંગ નાયક ના વધુ કાવ્યો તેમના બ્લોગ www.gaurang-naik.blogspot.com ઉપર જોઇ શકશો

Advertisements
  1. હજુ સુધી કોઈ ટિપ્પણીઓ નથી.
  1. No trackbacks yet.

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: