મુખ્ય પૃષ્ઠ > નયનોનાં કોરની ભીનાશ - > નયનોનાં કોરની ભીનાશ-(૮) વિજય શાહ

નયનોનાં કોરની ભીનાશ-(૮) વિજય શાહ

ઓગસ્ટ 23, 2011 Leave a comment Go to comments

દાદીમા હસવું કે રડવું નક્કી કરી શકતા નહોંતા પણ દિશાની વાતે વારંવાર તેને  ડર લાગતો હતો.કોઇ તપાસ નહીં કોઇ વાત નહીં અને અજાણી મરાઠી બાઇને હા પાડી દીધી.

બપોરે ક્ષિતિજ પાસે મનની વરાળ કાઢતા તે બોલ્યા “બેટા મારું મન તો હજી માનતું  નથી”

“શાને માટે બા?”

“સુહાગી માટે જ તો વળી..”

દિશા ધીમે રહીને ઉભી થઇ અને પ્રશાંતનાં રૂમમાં થી ડાયરી લઇને આવી..ડાયરીમાં  તેનો સુહાગી સાથેની મુલાકાતો અને ડાયમંડ્ની રીગ બનાવવા માટે કરેલી બચતોનો હિસાબ  હતો.

બા હજી જાણે શંકાશીલ હતા અને ડાયરી ફંફોસતા સુહાગીનો પત્ર અને ફોટૉ નીકળ્યો  જેમાં પ્રશાંત ખુબ જ પ્રસન્ન હતો અને સુહાગીની ગોદમાં સુતો હતો.. ચિત્રે હ્યુસ્ટન  પ્રખ્યાત વોલ ઓફ વોટર ની પર્શ્ચાદભુમાં લેવાયેલું હતુ.

પાછળ લખાણ હતું..”મને ખાત્રી છે પપ્પાને સુહાગી ગમશેજ…”

દાદી પ્રશાંતનાં અક્ષરો સારી રીતે ઓળખતા હતા.. તે પણ ક્ષિતિજની માફક જ આડા  અને ઢળતા અક્ષરે લખતો હતો.

સુહાગીના બાપુજી રોયલ બેંક ઓફ સ્કોટ લેન્ડ્માં લોન ઓફીસર હતા અને તેમણે જ  ફ્રેન્ચાઇઝ મોટેલ શરુ કરવાનો રસ્તો બતાવ્યો હતો…

ક્ષિતિજ બોલ્યો બા! આ તારી દિશા એમ કશું જ જલ્દીથી માને તેવી નથી..

દિશા બોલી મને આ ચિત્ર પ્રશાંતે બતાવ્યુ હતું અને પપ્પાનાં સરપ્રાઇઝ તરીકે
પેક કરતા તેણે મને કહ્યુ હતુ.. મમ્મી સુહાગી વૈષ્ણવ નથી કાયસ્થ બ્રાહ્મણ છે તેથી
તેઓ શૈવ ધર્મી છે.ત્યારે દિશાએ કહ્યું..”તને ગમતી છે ને ? અને આખુ જીવન તારે તેની
સાથે જીવવાનું છે. મને તો એ વાતનો આણંદ છે કે તો કોઇ અમેરીકાની કો’ક ગોરી કે કાળી
પકડી નથી લાવ્યોને? અને વળી બીજી એ વાતે પણ આનંદ છે કે લગ્ન કરવા તે ભારતિય સ્ત્રી
પસંદ કરી..

પ્રશાંતનો પ્રતિભાવ તે વખતે દિશાને દેખાયો… “મમ્મી તું શું બોલે છે? હું અને  તે ગોરી કાળી?”

દાદી બોલ્યાં ..”તો હવે શું કરવાનો વિચાર છે?”

“એટલે?”

“ વહુનાં કંકુ પગલા ક્યારે કરવા છે?”

નીચે બારણું ખખડ્યુ અને કોઇ આવ્યું હોય તેમ લાગતા અંબર નીચે ઉતરી અને મોટેથી  બોલી “બા નીચે આવો તો…”

સુહાગી અને તેના પપ્પાને બારણે રોકી રાખી અને અંબર બુમો પાડવા માંડી..બા  દીકરાની વહૂ આંગણે ઉભી છે પ્રિયંકાને બોલાવો બારણુ રોકવાનું દાપુ વસુલ કરે. સફેદ  વસ્ત્રમાં સુહાગીને જોઇ દિશાએ અંબરબેનને ને કહ્યું.. “અંબર બેન તેને વસ્ત્રો
બદલાવો તેને લાલ ચટ્ટક ઘર ચોળૂ પહેરાવો..પલ્લુ ચઢાવો..કંકુનાથાળ ભીના કરો અને  ઘરનાં દ્વારે શેલું પથરાવો અને લક્ષ્મીને કંકુ પગલે ઘરમાં લાવો..”

તેની આંખો ભીની હતી નયનોની કોરે અશ્રુબીદુ ઝમતું હતું જેને આવતું રોકી દિશા  આણુ કરવા દોડી.ક્ષિતિજ પણ એ ભીનાશમાં ભીનો થયો…

અંબર બેન અને પ્રિયંકા સુહાગીને રાતા ચોળામાં ઘર આંગણે લાવ્યા ત્યાં સુધીમાં  દીશા તેનાં રુમમાં જઇને સુસજ્જ થઇને આવી ગઈ.તેણે માથે મોડ પહેર્યો હતો. સુહાગી પણ  સુંદર સજીને આવી હતી પણ તેનું મનતો  ઉદાસ જ હતુ.. બાએ દેશી લહેકામાં વહુ આગમન નાં  ગાણા વગડાવ્યા. સુહાગીને માથે ચાંદલો તે જ્યારે કરઈ હતી ત્યારે તેને પ્રશાંત એની  સાથે ઉભૉ છે તેવો આભાસ થયો..અને ચાંદલો કર્યો ના કર્યો ત્યાં વિધવા સુહાગી તેને  દેખાઇ અને તેને આંખે ઝળઝળીયા આવ્યા…

અંબર બેને તેની આરતી ઉતારી શુભ  આશિષોના સ્વરૂપે આંગળિઓના ટાચકા ફોડ્યા અને પ્રિયંકા કંકુભીની થાળીમાં પગ ઝબોળીને  ઘરનાં આંગણે પગલા પડાવ્યા..પ્રિયંકાને બારણું રોકવાનું દાપુ ક્ષિતિજે આપ્યુ..બાને  દિશાને અને અંબર બેન ને તે પગે લાગી. અને પ્રશાંતભાઇનાં રૂમમાં લઇ ગયા. પ્રશાંત  અને સુહાગીનું એ ચિત્ર ભીતે ૮ બાય ૪ ફુટ્નૂં ચિત્ર બની ઝુલતું હતું..પ્રસન્ન  પ્રશાંતનાં ચિત્રને જોઇ સુહાગી હીબકે ચઢી…

આ બધી ક્રિયાઓ વખતે સુહાગી તો રડતી જ હતી અને અચાનક દિશાએ હોશ  ગુમાવ્યા..સુખનાં પ્રસંગે દુઃખ આવે તે તો સહન થાય પણ દુઃખ નાં પ્રસંગે સુખ ન પચે…

રસોયાએ કંસાર રાંધ્યા

ક્ષિતિજે ફરી કહ્યું સુહાગી તુ તારા નામ પ્રમાણે સુહાગણ જ છે  અને તુ દીકરી તરીકે જ અહી આવી છે…

થોડાક પૂર્વ ઉપચારે દિશાએ આંખ ખોલી ત્યારે સાંજ પડી ચુકી હતી..સાંજનાં ૬  વાગે ગરુડ પુરાણ વાંચવા પુરોહિત આવશે તે વિચારે બેઠક રૂમમાં સૌ આવ્યા

૦-૦

લૌકિક ક્રિયાઓમાં ન માનતો છતા બાનાં કહેવાથી ગરુડ પુરાણ વંચાતુ અને પુરોહિત  આત્માને લઇ જતા તે આત્મા દ્વારા ભોગવાતા ત્રાસને વર્ણવતા તે સાંભળતા તેને યાદ આવી  જતું કે મારો પ્રશાંત આવો ત્રાસ ભોગવતો હશે? આ બધો ત્રાસ વેઠવાનો વારો તો મારો
હતો. ખરેખર તે પ્રાણ પાથરીને મને સાજો કરી ગયો.. છેલ્લા છ દિવસથી ડાયાલીસીસ ને  વિદાય કરી હતી પેટનો અસહ્ય દુઃખાવો કાયમી સ્તરે નાબુદ થઇ ગયો હતો. પુરોહીત એક સમયે બોલ્યા કે રડવાથી જનાર જીવને દુઃખ થાય છે તેથી આંખનાં આંસુ
મનમાં પીતા શીખો. જનાર જીવે પાછુ વળવાનું જોવાનું હોતું નથી તેમને તમારા રુદન થી  તેને પાછા વાળવાનાં વિચારોને છોડો અને તેની સારી બાબતોને જ યાદ કરો અને એને વારં  વાર કહો કે તારું બધું જ કામ અમે કરીશું..તારી સમગ્ર ઇચ્છાઓ પુરી થઇ જશે તે
શ્રધ્ધા સાથે નવો જન્મ લે અને આ ભવ ખાતે નિશ્ચિંત થજે વાળી વાતોને દોહરાવો કે જેથી  જે આત્મા આ દેહ છોડીને પરમ પિતાનાં શરણે જાવ!

ક્ષિતિજ્નું મન તો ગરૂડ પુરાણમાં હતું જ નહી પણ દિશા તો મગ્ન થઇને સાંભળતી  અને તેવીજ એકાગ્રતા બા પણ  દેખાડતા.

ફોન ની ઘંટડી એ ક્ષિતિજને બહાર નીકળવાનું બહાનું મળ્યું. કો’ક ગરજ્વાન  લીકરનો સ્ટોર વેચવા માંગતો હતો ક્ષિતિજને તાકડે મધ દેખાયુ અને તેમણે કહ્યું જો બેન  મારે તો માલની કોઇ જરુર નથી. પણ તમારો માલ દસ આને ખરીદી લઇશ. પેલા બહેન કહેતા હતા  “ તે તો દેવુ મુકીને ગયા છે કંઇક વ્યાજબી કરોને?”

ક્ષિતિજે તોછડાઈ બતાવી બહેન તો જવાદો.. મારે આમેય માલ નહોંતો લેવો પણ તમારા  આવા આફતનાં સમયે પૈસા છુટા થઇ જાય તેથી મેં તો હા પાડી હતી.. બજારમાં તમારી રીતે  વેચી જુઓ અને ના વેચાય તો મને કહેજો. કહી ફોન મુકવા જતો હતો અને પેલા બેન સાથે કોઇ
બીજા બેન હતા તે બોલ્ય.. ભાઇ બાર આના આપો તો સારું.સહેજ વિચાર કરીને તે  બોલ્યો..આપણે એક કામ કરીયે હું ૧૨ આના આપીશ પણ માલ પુરો વેચાઇ જાય પછી.. કારણ કે  મને ખબર છે આ માલ વેચાવાનો નથી અને તમને વ્યાજ ખાધ પડવાની છે . બે મીણીટ ની
સ્તબ્ધતા પછી પેલા બહેન કહ્યુ.. મારાથી રોકાવાય તેમ નથી તમે જેટલો માલ છે તેનો  હિસાબ કરી વહેવારે જે થાય તે રોકડા આપી શકશો?

“ મારે ત્યાં પણ દિકરાનો શોક છે  અઠવાડીયા પછી આપણે વાત કરીયે તો?”

પેલા બીજા બેન બોલ્યા ભાઈ ત્યારે તો તમારી અને મારી પરિસ્થિતિ સરખી છે દુકાન  ઉપર મારા દીકરાને આડે ધડ ગોળી મારીને મારી નાખ્યો છે…

પાછળથી પ્રશાંતનો ચહેરો ઉપસતો જણાયો અને સફળ વેપારી ક્ષિતિજ  માણસ બન્યો અને
બોલ્યો “ માફ કરજો બેન મને ખબર નહોંતી કે આ ઊચ્છેદાયેલું ધન છે. મને તેનો નફો ના
જોઇએ બહેન હું વહેવારે જે થતું હશે તે સોળ આની આપીશ. મારો માણસ આજે જ આવીને હિસાબ કરી
જશે.”

“પણ ભાઇ તમે તો ..”માજી વધુ બોલે તે પહેલા ક્ષિતિજ બોલ્યો..પૈસા કમાવાનાં  ઘણા રસ્તાઓ આવડે છે માસી.. આ તો પૂણ્યનું કામ છે તેમા નફો ના શોધાય. કહી તેણે ફોન  સ્વયંને આપ્યો કે જેથી સ્ટોક જોવા અને ઉચિત પૈસા આપી શકાય તેમને ત્યાં જવાનો સમય
સાચવી લીધો.

દિશાએ જ્યારે વાત જાણી ત્યારે તેને બહુ આનંદ થયો. તે બોલી ક્ષિતિજ! દેર આયે  દુરસ્ત આયે…પ્રશાંત્નો ચહેરો તને દેખાયો અને તેં નફો જતો કર્યો..નિરાધાર કુટુંબની  સહાય કરી… ધન્ય છે.”

“દિશા!. મારું મન બહુજ આર્દ્ર થઇ જાય છે…કોણ જાણે પ્રશાંતનાં ગયા પછી આ પૈસો  આ સુખ આ  રાસરચીલું મને ગમતું જ નથી”

“મારા પ્રશાંત પછી પ્રિયંકા તો છે ને?”

“હા છે પણ પ્રશાંત એ પ્રશાંત છે.”

પાછલથી સુહાગી બોલી “હા પપ્પા પ્રશાંત તો પ્રશાંત જ છે.. ભગવાનની દયા તો  કેટલી છે કે દિકરો જે રીતે તમને વ્યાધીમાં થી મુક્ત કરવ માંગતો હતે તે રીતે તમને  વ્યાધીમાં થી દુર કર્યા અને વંશજને મુકીને ગયા.

દિશા કહે “હા પ્રભુનાં ન્યાયનો તો પરચો થાય ત્યારે જ સમજાય.”

પુરોહીતે વિદાય લીધી.

જીગર અને પ્રિયંકાની મેડીકલ કોલેજ અને લેબ ચાલુ થઇ ગઇ હતી. મેડિકલ ટર્મીનોલોજી  પ્રિયંકાને ગુંચવતી હતી..જીગર એને સમજાવી શકે પણ યાદ તો પ્રિયંકાને રાખવુ પડેને?  વળી લેબોરેટરીની પ્રીઝર્વેટીવની વાસ તેને સતત વોમીટનાં સેન્સેશન આપ્યા કરતી હતી.

જીગર લેબ અને હોસ્ટેલમાં વહેંચાયેલી પ્રિયંકા પહેલા ટેસ્ટમાં નપાસ થઈ ત્યારે  ખુબ રડી…સુહાગી તેને સાચવવા મથતી. જોકે બીજે મહીને તેને પણ મોર્નીગ સીકનેસ ખુબ જ  રહેતી.

પ્રશાંતનું મોટેલ ચૈન કરવાનું પેપર વર્ક તેણે શરુ કરી દીધું કોર્પોરેશન  રજીસ્ટર થઇ ગયું હતું

દિશા સુહાગી પ્રિયંકા અને ક્ષિતિજ સરખા ભાગે હતા

લોન લેવાની જરુર હાલ નહોંતી

Advertisements

પ્રતિસાદ આપો

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  બદલો )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out /  બદલો )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  બદલો )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  બદલો )

w

Connecting to %s

%d bloggers like this: