Home > પ્રકીર્ણ, માહિતી, સાહિત્ય જગત > જીવન માંગલ્યલક્ષી સાહિત્યકાર ‘યાત્રિક ‘ને શ્રદ્ધાંજલી- ડો. પ્રતિભા શાહ

જીવન માંગલ્યલક્ષી સાહિત્યકાર ‘યાત્રિક ‘ને શ્રદ્ધાંજલી- ડો. પ્રતિભા શાહ


  આચાર્ય ડો નટુભાઈ ઠક્કર ( યાત્રીક)

લીમડામાં એક ડાળ મીઠી ‘ કોલમથી ગુજરાતી સાહિત્યજગતમાં લોકપ્રિય બનેલા , લગભગ ૮૦ જેટલા જીવન માંગલ્ય લક્ષી પુસ્તકોના સર્જન દ્વારા સમાજ ક્ષેત્રે હરિયાળી ક્રાંતિ ફેલાવનાર શ્રી નટુભાઈ ઠક્કર ને તેમની દશમી પુણ્ય તિથિએ સંગીતાંજલિ અને શબ્દાંજલિ દ્વારા શ્રધાંજલી અર્પવાનો એક આગવો કાર્યક્રમ શિકાગોના એલ્ગ્રોવ પાર્ક ડીસ્ટ્રીકના હોલમાં તેરમી ઓગસ્ટની સાંજે યોજાયો હતો .

કાર્યક્રમનો આરંભ ઇન્ડિયાનાના માનવસેવાપ્રેમી ડો. વિજયભાઈ દવેએ દીપ પ્રાગટ્યથી કર્યો હતો . કાર્યક્રમમાં શિકાગો સ્થિત લોહાણા એસોશિએશનના ભૂતપૂર્વ પ્રમુખ તથા વિવિધ સંસ્થા સાથે સંકળાઈને હેલ્થફેર ઓર્ગેનાઇઝ કરતા શ્રી જયંતીભાઈ ઠક્કર , માનવસેવાની વિવુધ પ્રવૃત્તિઓમાં સક્રિય શ્રી અરવિંદભાઈ, નટુભાઈ ઠક્કર ફાઉન્ડેશનના મેનેજીંગ ટ્રસ્ટી રાકેશભાઈ ઠક્કર તથા મંત્રી ભરતભાઈ વિગેરે હાજર હતા.અને નટુભાઈના સાહિત્યકાર તરીકેના વિવિધ પાસા તથા તેમના પત્રકાર – શિક્ષણકાર- સમાજ હિતચિંતકતરીકેનાં કાર્યને સંભાર્યા કર્યા હતા .

ડો. જયશ્રી રાજુ, ડો. પ્રતિભા શાહ, સવિતાબેન પટેલ તથા નટુભાઈ પરિવારના જીજ્ઞાબેન -પરેશભાઈ,હેતલબેન -જયેશભાઈ , ફાલ્ગુનીબેન , સાગર -વિશાલ – સ્નેહા – શ્વેતા નિધિ – નિરાલીએ – કુટુંબપ્રેમી વડીલ જેવા તેમના બહુવિધ વ્યક્તિત્વનો પરિચય આપતી શ્રદ્ધાંજલી શબ્દાંજલી દ્વારા અર્પિત કરી હતી .

આચાર્ય ડો નટુભાઈ ઠક્કર  અમદાવાદની વિવેકાનંદ કોલેજમાં પ્રાધ્યાપક અને સ્વામીનારાયણ આર્ટ્સ કોલેજનાં આચાર્ય તરીકે શિક્ષણ ક્ષેત્રે કાર્યાન્વીત રહયા. સાથે સાથે તેમની કલમ ફુલ છાબ, સંદેશ અને જનસતામાં ચાલતી રહી.જગત આખું લીમડા સમાન કડવું છે પણ તેમાં ય મીઠી ડાળોને શોધવાને  સમર્થ વૈચારિક ચિંતન તેમની કલમનું આગવું પાસું રહ્યું છે.

 શિકાગોના જ લોકપ્રિય ગાયક કલાકારો શ્રી અતુલભાઈ સોની તથા રીટાબહેન પટેલ અને એમના ગ્રુપ દ્વારા ગવાયેલા ગુજરાતી સુગમ ગીતોની સંગીતમય રજૂઆત

ડો નટુભાઈને શ્રદ્ધાંજલી અર્પતા આ કાર્યક્રમમાં એમની કેટલીક યાદગાર તસ્વીરો તેમ જ એમના પુસ્તકોને ડીસ્પ્લે કરતું નાનકડું પ્રદર્શન અનોખા આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું .

કાર્યક્રમને શિકાગોના જ લોકપ્રિય ગાયક કલાકારો શ્રી અતુલભાઈ સોની તથા રીટાબહેન પટેલ અને એમના ગ્રુપ દ્વારા ગવાયેલા ગુજરાતી સુગમ ગીતોની સંગીતમય રજૂઆતે એક ભાવવાહી મોડ આપ્યો હતો . આ સમયે સમગ્ર ગુજરાત અને અમેરિકામાંથી આવેલા પ્રેરણા સંદેશનું વાંચન થયું હતું અને એમના સદકાર્યોની સુગંધને વધુ પ્રસરાવવાનો સંકલ્પ કુટુંબીજનો સ્નેહીઓ અને મિત્રોએ લીધો હતો

કાર્યક્રમ સમાપન રાકેશભાઈ અને ફાલ્ગુનીબેન ઠક્કરે કર્યું હતું .

ડો નટુભાઈ ઠક્કરે આદરેલી  સર્વ માનવ સેવા ભાવનાઓને નટુભાઈ ઠક્કર ફાઉન્ડેશનના સહ્યોગીઓ આગળ ગુજરાતમાં તો ધપાવે જ છે આ પ્રસંગે તે સર્વ  કાર્યોને અહીં યુ એસ એ માં આગળ ધપાવવાનાં પ્રણ સાથે કાર્યક્રમ સંપન્ન થયો હતો કાર્યક્રમનું સંચાલન તેમના પૌત્ર શ્રી
વિવેક ઠક્કરે કર્યું હતું અને સમાપન  તેમના પુત્ર રાકેશભાઈ અને પુત્રવધુ ફાલ્ગુનીબેન ઠક્કરે કર્યું હતું .

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / Change )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / Change )

Connecting to %s

%d bloggers like this: