બાપાને ખોવા નથી-
દાદીનાં મ્રુતદેહને અગ્ની સંસ્કાર દેવાની અંતિમ ઘડીએ દાદા બોલ્યા “તારા નવા જ્ન્મની તને મુબારકો..અમે અહીં
તને આવજો કહેવા નહીં તારા નવા જન્મને વધાવવા આવ્યાછે.આભાર કહેવા આવ્યા છે તે જિંદગીની
રાહ ૭૨ વર્ષ સુધી નિભાવી. હું જે તને આપી શક્યો તેથી ઘણું બધું જ સુખ તને મળે.”
વચલો દીકરો તો કકળતો હતો.. તેણે બાની સેવા છેલ્લા છ મહિનાથી સળંગ કરી હતી..તેના દીકરાની વહુ તેજ નર્સીંગ
હોમની નર્સ હતી…તેણે દાદા પાસેથી આવા શબ્દોની અપેક્ષા નહોંતી..નાનાને બાપાનાં ચહેરા પરની સ્વસ્થતા જોઇને અજુગતું લાગતું હતું. તેને થતુ હતું કે બાપા તેમના સ્વભાવ પ્રમાણે
ગદ ગદ થવા જોઇતાં હતાં
બધા કુટૂમ્બી ઓ છેલ્લા પુષ્પો અર્પી રહ્યાં હતાં અને જે રડતાં હતાં તે સૌને દાદા કહેતાં કે “ બા નો શોક ના કરો તેઓ તો પુરી લીલી વાડી જોઇને ગયા છે. ભાણી ડીટ્રોઇટથી આવી હતી અને ભાણેજ
વહૂ, ભાણેજો અને દાદીની બેનો અને તેમનો પરિવાર ફ્લોરીડા થી આવ્યાં હતાં અંદાજે પોણા બે વાગ્યે સૌ ઘરે આવ્યા.વચલો તો લાગણી શીલ વધુ તેથી ઘરે આવ્યા પછી બાનો ફોટો જોઇને રડતો જ રહ્યો.. ડહાપણ અને જ્ઞાન નો ભંડાર
તો હતો જ છ્તા આજનું વર્તન કંઇ વધુ લાગણીશીલ હતું.
બીજા બધા તો ઢેબરા અને યોગર્ટ ખાવા બેઠા અને ધીમે ધીમે સ્મશાનગૃહેથી ભરાઇને આવેલો ડુમો ઓગાળવા માંડ્યા..પણ વચલાનો વિલાપ ના શમ્યો..દાદા પાણી લઇને આવ્યા અને બોલ્યા “ હવે ખમૈયા કર ભાઇ. જનારની પાછળ જવાતું હોત તો તારી બાની સાથેજ હું ગયો હોત ને?”
“પપ્પા મને ખબર છે તમે પામી ગયા હતા ને કે બા હવે જતી રહેવાની છે?.”
“ ના પણ તારી બા તે પામી ગઇ હતી તેથી તો મને કહેતી કે હવે રોજ રોજ અહીં હોસ્પીટલમાં ના આવો”
“ એટલે.?” દાદાની આજુબાજુ કુટૂંબીઓ વીટળાતા જતા હતા
“ દાદા બોલ્યા નર્સીગ હોમમાં હું કાયમ જતો અને તેને હું જે વાંચતો તે સાંભળતી.. અમે ભૂતકાળને વાગોળતા અને સારા માઠા પ્રસંગોએ તેણીએ કરેલી મારી માવજતને વખાણતો..
આજથી પંદરેક દિવસ પહેલા મને વાંચતા થોડો શ્વાસ ચઢ્યો અને કહે “તમે કાલથી ના આવતા”
વચલો તો ફરી હીબકે ચઢ્યો.. “એટલે મારી બા તમારાથી રીસાઈ?”
સાંભળતા ટોળામાં ગણગણાટ થયો ‘ બા એ આવું કેમ કહ્યું હશે?’ ‘ બા થી દાદાની તકલીફ સહન નહી થૈ હોય?” ‘
બાથી દાદાને આવવાની ના કેમ પડાય?”
દિકરાની નર્સ વહુ બોલી “દાદા તમારી રાહ તો તે રોજ જોતા હતાં”
તેની વાત અવગણતા આર્દ્ર અવાજે દાદા બોલ્યાં
“જિંદગીનાં પહેલા વીસ વર્ષ એણે મને જાળવ્યો મારી વાતોને ભગવાનનો હુકમ જાણી પાળતી..પછીનાં વીસ વર્ષો છોકરાઓને ઊછેરવામાં અને મને અવગણવામાં ગયા…પછીનાં વીસ વર્ષો અમે મનથી એક બીજાને ધીક્કરવામાં અને એક મેકનાં દોષો કાઢી સમસમી રહ્યાં..આ છેલ્લો દસકો જ તેની કાળજી રાખવામાં અને સાચા મનથી એક મેકને માફ કરી ચાહવામાં કાઢ્યા..સમજણ આવી ગઈ હતી કે હવે જે છે તે આજ છે. માનીને
મનને મનાવી લીધું”
નર્સ વહુ ફરી બોલી “ગઈ કાલે તો બા એવું બોલ્યાં કે મેં જ મુઈ એમને ના પાડી અને હવે છેલ્લી પળે માંસ
ચામડાનાં દેહનાં દર્શન ની રાહ જોઊં છું.. આ માંહ્યલો અંદરતો ઘણો ખેંચ્યો પણ મોહ છુટતો નથી
“હેં!” એવો નિઃસાસો નાખતા દાદાની આંખે પાણી વછુટ્યાં તેમના રુદન સાથે વચલો પણ હીબકે ચઢ્યો.ક્ષણ માટેતો ઘર હીબકાઓ અને આંસુઓથી તરબતર થઇ ગયું…અને માસી
બોલ્યા…”વચલા તું તો બધુજ જાણતો હતોને?. તું આટલું તારા બાપાને રડાવવા રડતો હતોને?”
વચલો કહે હા જ તો.. બાને તો ખોઇ પણ બાપાને ખોવા નથી માસી!
વાહ! વચલાની દિર્ગદ્ર્ષ્ટી અને શબ્દો બાપાને નહીં આખા ઘરને રડાવવા પુરતા છે
અભિનંદન